પાકિસ્તાને માન્યું, ભારતીય સેનાના હુમલામાં 2 સૈનિકો, 10 નાગરિકો માર્યા ગયા

Haresh Suthar | Pradesh18
Updated: November 23, 2016, 4:08 PM IST
પાકિસ્તાને માન્યું, ભારતીય સેનાના હુમલામાં 2 સૈનિકો, 10 નાગરિકો માર્યા ગયા
કાશ્મીરમાં સરહદ પારથી કરાયેલા હુમલામાં ત્રણ જવાનો શહીદ થતાં વળતા જવાબમાં ભારતીય સેનાએ ઘાતક હુમલો કર્યો છે. પાકિસ્તાની મીડિયા અનુસાર પાક કબ્જાવાળા કાશ્મીરમાં ઘણા સ્થળોએ ગોળા ફેંકાયા છે.

કાશ્મીરમાં સરહદ પારથી કરાયેલા હુમલામાં ત્રણ જવાનો શહીદ થતાં વળતા જવાબમાં ભારતીય સેનાએ ઘાતક હુમલો કર્યો છે. પાકિસ્તાની મીડિયા અનુસાર પાક કબ્જાવાળા કાશ્મીરમાં ઘણા સ્થળોએ ગોળા ફેંકાયા છે.

  • Pradesh18
  • Last Updated: November 23, 2016, 4:08 PM IST
  • Share this:
નવી દિલ્હી #કાશ્મીરમાં સરહદ પારથી કરાયેલા હુમલામાં ત્રણ જવાનો શહીદ થતાં વળતા જવાબમાં ભારતીય સેનાએ ઘાતક હુમલો કર્યો છે. પાકિસ્તાની મીડિયા અનુસાર પાક કબ્જાવાળા કાશ્મીરમાં ઘણા સ્થળોએ ગોળા ફેંકાયા છે.

મંગળવારે પાકિસ્તાની સેના અને આતંકવાદીઓએ પેટ્રોલિંગ કરી રહેલા ભારતીય સેનાની ટુકડીને નિશાન બનાવી હતી. જેમાં ત્રણ જવાનો શહીદ થયા હતા. પાકિસ્તાનીઓએ એક જવાનનો શિરચ્છેદ પણ કર્યો હતો. એ બાદ તરત જ ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપવાની ચીમકી ઉચ્ચારી હતી.

પાકિસ્તાની અખબાર ડોન અનુસાર ભારત તરફથી સતત સરહદી વિસ્તારમાં સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. એ અનુસાર બુધવારે ભારતે પાકિસ્તાન કબ્જાવાળા કાશ્મીરમાં એક બસને નિશાન બનાવી હુમલો કર્યો હતો. જેમાં 10 મુસાફરોના મોત નીપજ્યા છે અને 11 ઘાયલ થયા છે.

ઘાયલોને લઇ જવા માટે એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે એ એમ્બ્યુલન્સ પર પણ ભારતીય સેના તરફથી અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

નીલમ ઘાટી, કેલ અને કેરન સેક્ટરોમાં તોપ અને ભારે હથિયારોથી હુમલા થઇ રહ્યા છે. ડોન અખબાર અનુસાર નકયાલમાં પણ છ નાગરિક ભારતીય સેનાના હુમલામાં ઘાયલ થયા છે. પાક અધિકૃત કાશ્મીરના સ્પીકર શાહ ગુલામ કદીરે કહ્યું કે, નીલમ ઘાટીના અઢી લાખ લોકો ભયમાં છે.

પાકના બે સૈનિકો માર્યા ગયાપાકિસ્તાન દ્વારા એલઓસી પર કરાયેલા હુમલામાં ભારતના ત્રણ જવાનો શહીદ થતાં અને એક શહીદનો શીરચ્છેદ કરવાની ઘટનાના એક દિવસ બાદ આજે ભારતીય સેનાએ વળતી કાર્યવાહીમાં 2 પાક સૈનિકોને ઠાર કર્યા છે. બંને પાક સૈનિકોના શબ પાક આર્મી પોતાની સાથે લઇ ગઇ છે.

સેના પર ભરોસો રાખવા અપીલ

ભારતીય સેના દ્વારા વળતી કાર્યવાહીમાં પાક સેનાના બે સૈનિકોને ઠાર કર્યા છે અને હજુ કડક કાર્યવાહી માટે સેના મક્કમ છે ત્યારે કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહે ભારતીય સેના પર ભરોસો રાખવાની અપીલ કરી હતી.
First published: November 23, 2016
વધુ વાંચો
अगली ख़बर