Home /News /madhya-gujarat /

ભારત માતાની રક્ષા માટે જવાનનું બલિદાન, આતંકીઓની ઘૂસણખોરી કરી નિષ્ફળ

ભારત માતાની રક્ષા માટે જવાનનું બલિદાન, આતંકીઓની ઘૂસણખોરી કરી નિષ્ફળ

ભારતીય સેનાના વધુ એક જવાને શહાદત વ્હોરી છે. ભારત માતાની રક્ષા કાજે દહેરાદૂનના જવાન સંદિપ રાવતે પોતાનું બલિદાન આપ્યું છે. સામી છાતીએ ગોળી ખાઇને પણ આતંકીઓને તગેડ્યા હતા. વીરતા અને શક્તિનું અનોખું પરાક્રમ બતાવતાં આતંકીઓના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
જમ્મુ #ભારતીય સેનાના વધુ એક જવાને શહાદત વ્હોરી છે. ભારત માતાની રક્ષા કાજે દહેરાદૂનના જવાન સંદિપ રાવતે પોતાનું બલિદાન આપ્યું છે. સામી છાતીએ ગોળી ખાઇને પણ આતંકીઓને તગેડ્યા હતા. વીરતા અને શક્તિનું અનોખું પરાક્રમ બતાવતાં આતંકીઓના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

6ઠ્ઠી ગઢવાલ રાઇફલમાં તૈનાત રાઇફલમેન સંદિપ રાવત આતંકવાદીઓ સાથેની લડાઇમાં વીરગતિને પ્રાપ્ત થયા છે. દહેરાદૂન સ્થિત એમના ઘરે આ સમાચાર મળતાં જ પરિવારમાં ગમગીની છવાઇ હતી.

માત્ર 24 વર્ષની ઉંમરે શહીદ થયેલ સંદિપ રાવતે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. જમ્મુ કાશ્મીરના બાંદીપુરા વિસ્તારના તંગધાર સેક્ટરમાં 27મીએ બપોરે 12 કલાકે પેટ્રોલિંગમાં ગયેલ સંદિપ રાવતની ટુકડી પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.

ભારતીય સેનાના જવાનોએ પણ જોરદાર જવાબ આપ્યો હતો અને આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

મા હું દિવાળીએ આવીશ...

શહીદ સંદિપે ત્રણ દિવસ પહેલા જ પરિવાર સાથે ફોન પર વાત કરી હતી. મા સાથે વાત કરતાં તેણે કહ્યું હતું કે, દિવાળીની રજામાં હું ઘરે આવીશ. પરંતુ ભારત માતાની રક્ષા માટે સંદિપે પોતાનું બલિદાન આપ્યું છે.

નવાદામાં ગર્વ સાથે ગમગીની

સંદિપ રાવતના શહાદતના સમાચારને પગલે સમગ્ર નવાદા વિસ્તારમાં ગર્વ સાથે ગમગીનીનો માહોલ છવાયો છે. એક તરફ પરિવાર અને લોકોમાં પોતાના પનોતા પુત્રએ મા ભોમની કાજે શહાદત વ્હોર્યાનો ગર્વ છે તો બીજી તરફ વીર પુત્ર ગુમાવ્યાનો રંજ છે.
First published:

Tags: આતંકવાદી હુમલો, એલઓસી, જમ્મુ કાશ્મીર, પાકિસ્તાન, ફાયરિંગ, ભારત, શહીદ જવાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन