આઠ સૈનિકો માર્યા ગયાના પાકના દાવાને ભારતીયે સેનાએ ફગાવ્યો

Haresh Suthar | Pradesh18
Updated: September 30, 2016, 9:18 AM IST
આઠ સૈનિકો માર્યા ગયાના પાકના દાવાને ભારતીયે સેનાએ ફગાવ્યો
#ભારતીય સેનાએ પાકિસ્તાની મીડિયાના એક અહેવાલને ખોટો અને પાયાવિહોણો ગણાવ્યો છે. જેમાં કહેવાયું છે કે, પાકિસ્તાની સેનાની વળતી કાર્યવાહીમાં ભારતીય સેનાના આઠ જવાનો માર્યા ગયા અને એક જવાન પકડાયો છે.

#ભારતીય સેનાએ પાકિસ્તાની મીડિયાના એક અહેવાલને ખોટો અને પાયાવિહોણો ગણાવ્યો છે. જેમાં કહેવાયું છે કે, પાકિસ્તાની સેનાની વળતી કાર્યવાહીમાં ભારતીય સેનાના આઠ જવાનો માર્યા ગયા અને એક જવાન પકડાયો છે.

  • Pradesh18
  • Last Updated: September 30, 2016, 9:18 AM IST
  • Share this:
નવી દિલ્હી #ભારતીય સેનાએ પાકિસ્તાની મીડિયાના એક અહેવાલને ખોટો અને પાયાવિહોણો ગણાવ્યો છે. જેમાં કહેવાયું છે કે, પાકિસ્તાની સેનાની વળતી કાર્યવાહીમાં ભારતીય સેનાના આઠ જવાનો માર્યા ગયા અને એક જવાન પકડાયો છે.

ભારતીય સેનાના સુત્રોએ કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાની મીડિયાના એક વર્ગમાં ભારતીય સેનાના આઠ જવાનો માર્યા ગયા અંગે અહેવાલ પ્રસિધ્ધ થયો છે. આ રિપોર્ટ એકદમ ખોટો અને આધારહીન છે. સેનાની આ પ્રતિક્રિયા ડોન ન્યૂઝમાં પ્રસિધ્ધ થયેલા એ અહેવાલ બાદ આવી છે કે, જેમાં કહેવાયું છે કે, પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે એણે તત્તા પાણીમાં નિયંત્રણ રેખા પર ભારતની ગોળીબારીના જવાબમાં આઠ ભારતીય જવાનોને માર્યા છે અને એક જવાનને પકડી લીધો છે.

રસપ્રદ બાબત એ છે કે ડોન ન્યૂઝના આ રિપોર્ટમાં આઠ ભારતીય જવાનોને મારવાનો દાવો કરાયો છે. જોકે બાદમાં આ અહેવાલને વેબસાઇટ પરથી હટાવી લેવાયો હતો. જોકે એ પહેલા આ અખબારે આ રિપોર્ટ પણ પ્રસિધ્ધ કર્યો હતો કે એક ભારતીય સૈનિકને પકડી લેવાયો છે અને એની ઓળખ 22 વર્ષિય ચંદુ બાબુલાલ ચૌહાણ તરીકે આપી હતી જે મહારાષ્ટ્રનો રહેવાસી છે.
First published: September 30, 2016
વધુ વાંચો
अगली ख़बर