કાશ્મીર : માતાનું શબ લઇ સેના જવાન ભીષણ બરફવર્ષામાં ચાલી નીકળ્યો, મદદ ના મળી

Haresh Suthar | News18 Gujarati
Updated: February 3, 2017, 9:13 AM IST
કાશ્મીર : માતાનું શબ લઇ સેના જવાન ભીષણ બરફવર્ષામાં ચાલી નીકળ્યો, મદદ ના મળી
કાશ્મીરમાં સેનાના 20 જવાનોને મોતની ચાદરમાં લપેટી લેનાર ભારે બરફવર્ષા હવે વધુ એક સેના જવાન માટે મોતનું કારણ બની શકે એમ છે. ટેલીગ્રાફમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર પઠાણકોટમાં તૈનાત 25 વર્ષિય મોહમ્મદ અબ્બાસ માતાનું શબ ખભે લઇને ભીષણ બરફવર્ષામાં ગામ તરફ આવી રહ્યો છે. જ્યાં એને એમના અંતિમ સંસ્કાર કરવાના છે. અબ્બાસનો આરોપ છે કે એને સેનાએ હેલિકોપ્ટરની સુવિધા આપી નથી. તે અને એના સાથીઓ છેલ્લા ચાર દિવસથી ખતરનાક મોસમ વચ્ચે ચાલીને ગામ તરફ આવી રહ્યા છે.

  • Share this:
જમ્મુ #કાશ્મીરમાં સેનાના 20 જવાનોને મોતની ચાદરમાં લપેટી લેનાર ભારે બરફવર્ષા હવે વધુ એક સેના જવાન માટે મોતનું કારણ બની શકે એમ છે. ટેલીગ્રાફમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર પઠાણકોટમાં તૈનાત 25 વર્ષિય મોહમ્મદ અબ્બાસ માતાનું શબ ખભે લઇને ભીષણ બરફવર્ષામાં ગામ તરફ આવી રહ્યો છે. જ્યાં એને એમના અંતિમ સંસ્કાર કરવાના છે. અબ્બાસનો આરોપ છે કે એને સેનાએ હેલિકોપ્ટરની સુવિધા આપી નથી. તે અને એના સાથીઓ છેલ્લા ચાર દિવસથી ખતરનાક મોસમ વચ્ચે ચાલીને ગામ તરફ આવી રહ્યા છે.

અબ્બાસ પંજાહના પઠાણકોટમાં તૈનાત છે અને એની માતા સકીના બેગમ એની સાથે જ રહેતા હતા. ગત 28મી જાન્યુઆરીએ એમની માતાનું નિધન થયું પોતાની માતાના અતિમ સંસ્કાર પોતાના પૈતૃક ગામમાં કરવા ઇચ્છે છે જે કુપવાડા સેક્ટરમાં લાઇન ઓફ કંટ્રોલ પર સ્થિત છે.

અબ્બાસના ભાઇ નવાજ કહે છે કે, અમે પહેલા જમ્મુ પહોંચ્યા અને બાદમાં શ્રીનગર, જ્યાં માતાનું શબ લઇ જવા માટે હેલિકોપ્ટર આપવાનું કહ્યું હતું, પરંતુ છેલ્લે સુવિધા આપવાનો ઇન્કાર કરી દેવાયો. બાદમાં અબ્બાસ અને હું માતાનું શબ લઇને કુપવાડા માટે રવાના થયા. કે જેથી આગળ મદદ મળી શકે. નવાજના જણાવ્યા અનુસાર એવિએશન અધિકારીઓનો સંપર્ક કરતાં છેવટ સુધી રાહ જોવાનો જ વારો આવ્યો.

તો બીજી તરફ કુપવાડા જિલ્લાના અધિકારીઓનું કહેવું છે કે અમે અબ્બાસને હેલિકોપ્ટર આપવા કહ્યું હતું. પરંતુ એના પરિવારે લેવાનો ઇન્કાર કર્યો હતો. સેનાના અધિકારીઓના દાવા પર અબ્બાસે સવાલ ઉઠાવ્યા છે. અબ્બાસનો આરોપ છે કે કુપવાડા કેમ્પમાં તો એનો ફોન પણ કોઇએ ઉઠાવ્યો ન હતો.
First published: February 3, 2017
વધુ વાંચો
अगली ख़बर