Home /News /madhya-gujarat /ચૈન્નાઇ ટેસ્ટ: રવિન્દ્ર જાડેજાનો તરખાટ, ભારતે એક ઇનિંગ 75 રનથી ઇંગ્લેન્ડને હરાવ્યું

ચૈન્નાઇ ટેસ્ટ: રવિન્દ્ર જાડેજાનો તરખાટ, ભારતે એક ઇનિંગ 75 રનથી ઇંગ્લેન્ડને હરાવ્યું

આ સાથે જાડેજા નંબર-7 પર બેટિંગ કરતી વખતે શ્રીલંકા સામે ટેસ્ટ સદી ફટકારનાર ત્રીજો ભારતીય ખેલાડી છે. તેના પહેલા કપિલ દેવે 1986માં કાનપુરમાં 163 રન બનાવ્યા હતા. આ નંબર પર રમતા મહેન્દ્ર સિંહ ધોનીએ શ્રીલંકા સામે બે સદી ફટકારી છે. તેમણે 2009માં અમદાવાદમાં 110* અને મુંબઈમાં 100* રન બનાવ્યા હતા.

ચૈન્નાઇમાં રમાઇ રહેલી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝની અંતિમ અને પાંચમી ટેસ્ટ રોમાંચક તબક્કે આવી હતી. ભારતે એક ઇનિંગ અને 75 રનથી પાંચમી ટેસ્ટ મેચ જીતી લીધી છે. રવિન્દ્ર જાડેજાએ સાત વિકેટ લીધી છે. અમિત મિશ્રા, ઇશાંત શર્મા અને ઉમેશ યાદવે એક એક વિકેટ લીધી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ચૈન્નાઇ #ચૈન્નાઇમાં રમાઇ રહેલી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝની અંતિમ અને પાંચમી ટેસ્ટ રોમાંચક તબક્કે આવી હતી. ભારતે એક ઇનિંગ અને 75 રનથી પાંચમી ટેસ્ટ મેચ જીતી લીધી છે. રવિન્દ્ર જાડેજાએ સાત વિકેટ લીધી છે. અમિત મિશ્રા, ઇશાંત શર્મા અને ઉમેશ યાદવે એક એક વિકેટ લીધી છે.

મેચનો લાઇવ સ્કોર જોવા ક્લિક કરો

48 રનમાં સાત વિકેટ

ઇંગ્લેન્ડ ટીમ 207 રનમાં ઓલ આઉટ થઇ છે. ભારતીય બોલરોએ 88 ઓવરમાં ઇંગ્લેન્ડ બેટસમેનોને પેવેલિયન મોકલી દીધા. જેમાં રવિન્દ્ર જાડેજાએ તો રીતસર તરખાટ મચાવ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ 25 ઓવરમાં માત્ર 48 રન આપી સાત વિકેટ ઝડપી હતી. જ્યારે ઇશાંત શર્મા, ઉમેશ યાદવ અને અમિત મિશ્રાને એક એક વિકેટ મળી હતી.

સાત ખેલાડીઓ એક આંકડે આઉટ

રવિન્દ્ર જાડેજાની ફિરકીમાં અંગ્રેજ ખેલાડીઓ જાણે ગોથા ખાઇ રહ્યા હતા. 207 રનમાં ઓલ આઉટ થયેલ ઇંગ્લેન્ડ ટીમમાં સાત ખેલાડીઓ તો બે આંકડો પણ પહોંચી શક્યા ન હતા. જોસ રૂટ 6 રન, જોની 1 રન, જોસ બુટલર 6 રન, લિયામ ડ્વોસન શૂન્ય, એડિલ રશીદ 2 રન, સ્ટુઅર્ટ બ્રોડ 1 રન અને જેક બોલ શૂન્ય રને આઉટ થયો હતો

કરૂણ નાયર મેન ઓફ ધ મેચ

એક દિવસમાં વિશ્વને પોતાની તરફ જોવા માટે મજબુર કરી દેનાર ભારતીય યુવા બેટ્સમેન કરૂણ નાયર ચૈન્નાઇ ટેસ્ટમાં મેન ઓફ ધ મેચ પસંદ કરાયો છે. કરૂણ નાયરે ત્રિપલ સદી ફટકારી વિશ્વને પોતાની શક્તિનો પરચો આપ્યો હતો. 303 રન બનાવી તે અણનમ રહ્યો હતો.

વિરોટ કોહલી મેન ઓફ ધ સીરીઝ

ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટની સીરીઝમાં ભારતે 4-0થી શાનદાર જીત મેળવી છે. જેમાં કેપ્ટન વિરાટ કોહલીનો મહત્વનો રોલ છે. વ્યક્તિગત સ્કોરથી લઇને ટીમ સ્પિરીટમાં વિરાટનો કોઇ જવાબ નથી. આ તમામ બાબતોને ધ્યાનમાં લેતાં વિરાટ કોહલીને મેન ઓફ ધ સીરીઝનું સન્માન અપાયું છે.
First published:

Tags: ઇંગ્લેન્ડ, કરૂણ નાયર, ક્રિકેટ ટેસ્ટ મેચ, ભારત, વિરાટ કોહલી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन