અમદાવાદ : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ 4 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે પરંતુ ચોથી ટેસ્ટ માટે ઇન્ડિયન સ્ક્વોડ માં નહિ રમે જસ્પ્રી ત બૂમરાહ. ભારત સામે રમાઇ રહેલી ચાર ટેસ્ટ મેચની સીરિઝમાં ઈંગ્લેન્ડની ટીમ 2-1થી પાછળ છે. અમદાવાદમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં 10 વિકેટથી જીત બાદ ભારતીય ટીમ ચાલુ વર્ષે રમાનારી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિનશિપની ફાઈનલમાં પહોંચવાની આશા પ્રબળ બની છે.
આ દરમિયાન અંતિમ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને વધુ એક મોટો ફટકો લાગ્યો છે. ભારતીય ટીમનો ગુજરાતી ખેલાડી અને અમદાવાદના જસપ્રીત બુમરહાને ચોથી ટેસ્ટ માટે ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યો છે.BCCIના ટ્વીટ મુજબ, જસપ્રીત બુમરાહે વ્યક્તિગત કારણોને લીધે ચોથી ટેસ્ટ મેચ પહેલા બીસીસીઆઈને ભારતની ટીમમાં મુકત કરવા વિનંતી કરી હતી. જેને લઈ ટીમ ઈન્ડિયામાંથી તેને મુક્ત કરવામાં આવ્યો છે.
ઇંગ્લેન્ડ ના આ ખેલાડી પણ સ્વદેશ પરતભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ 4 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારત મેચ જીતે કે ડ્રો કરશે તો પણ આઈસીસી વર્લ્ડ ચેમ્પિનશીપની ફાઈનલમાં પહોંચી જશે.ભારત સામે રમાઇ રહેલી ચાર ટેસ્ટ મેચની સીરિઝમાં ઈંગ્લેન્ડની ટીમ 2-1થી પાછળ છે. અમદાવાદમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં 10 વિકેટથી હાર બાદ ઈંગ્લેન્ડની ચાલુ વર્ષે રમાનારી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિનશિપની ફાઈનલમાં પહોંચવાની આશા પણ ખતમ થઈ ગઈ છે. આ દરમિયાન અંતિમ ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડને વધુ એક મોટો ફટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ એકપણ મેચ રમ્યા વગર ઈંગ્લેન્ડ પરત ફર્યો છે.
ક્રિસ વોક્સ ઇસીબીની રોટેશન પોલિસી હેઠળ એક પણ મેચ રમ્યા વિના ભારતના ટેસ્ટ પ્રવાસેથી પરત ફર્યો છે. વોક્સ દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને ભારતના પ્રવાસમાં ટેસ્ટ ટીમનો હિસ્સો હતો, પરંતુ તેને એક પણ મેચમાં મેદાનમાં ઉતાર્યો ન હતો. તેણે અંતિમ વન ડે સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે વોક્સ સ્વદેશ પરત ફરવાની પુષ્ટિ કરી છે.