ક્રિકેટ મેચ જોવા માટે છેલ્લી ઘડીએ 50% પ્રેક્ષકોની એન્ટ્રી નો નિર્ણય લેવાયો પણ સ્થિતિ હાથમાં રહી નહીં

ક્રિકેટ મેચ જોવા માટે છેલ્લી ઘડીએ 50% પ્રેક્ષકોની એન્ટ્રી નો નિર્ણય લેવાયો પણ સ્થિતિ હાથમાં રહી નહીં
ક્રિકેટ મેચ જોવા માટે છેલ્લી ઘડીએ 50% પ્રેક્ષકોની એન્ટ્રી નો નિર્ણય લેવાયો પણ સ્થિતિ હાથમાં રહી નહીં

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 શ્રેણીની પ્રથમ મેચના દિવસે એટલા દર્શકોની ભીડ જામી જે ખરેખર ડરાવે તેવી હતી

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે આ વચ્ચે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 શ્રેણીની પ્રથમ મેચના દિવસે એટલા દર્શકોની ભીડ જામી જે ખરેખર ડરાવે તેવી હતી. ક્રિકેટ રસિયાઓ મેચ જોવા તો આવેલા પણ જેને ટિકિટ નથી મળી એવા લોકો પણ સ્ટેડિયમ બહારનો માહોલ જોવા ચાલતા આવ્યા હતા. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે સ્ટેડિયમની ક્ષમતાના માત્ર 50 ટકા દર્શકોને પ્રવેશ આપવામાં આવશે પરંતુ લોકો એ સમજ્યા વિચાર્યા વગર એવી ભીડ કરી કે જેની પાસે ટિકિટ નથી તેવા લોકો.પણ પહોંચ્યા હતા. ઘણા લોકો ટિકિટના સેટિંગ માટે પડાપડી કરી રહ્યા હતા. મેચ માટે ઓફલાઈન ટિકિટનું વેચાણ હજુ થતું હશે એમ વિચારીને મોટી સંખ્યામાં લોકો એકઠાં થયા હતા. બીજી તરફ લોકોની ભીડ જોતા મોટી સંખ્યામાં પોલીસ સ્ટેડિયમ બહાર રાખવામાં આવ્યા હતા.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ છે અને સ્ટેડિયમની ક્ષમતા 1 લાખથી પણ વધુ દર્શકોને બેસવાની છે. પહેલા ગુજરાત ક્રિકેટ એસોસિએશને સ્ટેડિયમને પુરેપુરુ ભરવાનો નિર્ણય લીધો હતો. જોકે બાદમાં જીસીએએ દ્વારા નિર્ણય લેવાયો કે સ્ટેડિયમને 50 ટકા જ ભરવામાં આવશે. એટલે કે શ્રેણીની તમામ મેચોમાં સ્ટેડિયમમાં દર્શકોની સંખ્યા 50 ટકા જ રાખવામાં આવશે.આ પણ વાંચો - 1996ના વર્લ્ડ કપનો એ કાળો દિવસ જે આજે પણ હ્યદયને કંપાવી દે છે, કાંબલી પણ રડી પડ્યો હતો

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 12 માર્ચ 2021થી 20 માર્ચ 2021 સુધી રમાનારી પાંચ T-20 ઇન્ટરનેશનલ મેચમાં માત્ર 50 ટકા બેઠક ક્ષમતાનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. કોવિડ-19 રોગચાળા સંબંધિત તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝરનું પાલન કરવામાં આવી રહ્યું છે. જેને માટે સ્ટેડિયમમાં ફોર્સ પણ રાખવામાં આવી છે. જોકે લોકોને સમજાવવા ખૂબ જ અઘરું થઈ રહ્યું છે.

પ્રેક્ષકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ સ્ટેડિયમને સેનેટાઇઝ પણ કરવામાં આવ્યું હતું. કોવિડ-19 રોગચાળા સંબંધિત માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે અને તમામ જરૂરી સુરક્ષા પગલાંઓનું પાલન થાય તે માટે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ સમિતિઓની રચના કરવામાં આવી છે.
Published by:Ashish Goyal
First published:March 13, 2021, 20:13 pm

ટૉપ ન્યૂઝ