Home /News /madhya-gujarat /

આજે ભારત બંધ: ગુજરાતમાં બંધને સરકારનું સમર્થન નહીં, પોલીસને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ

આજે ભારત બંધ: ગુજરાતમાં બંધને સરકારનું સમર્થન નહીં, પોલીસને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ

આંદોલન કારીઓની તસવીર

ભારત બંધના સમર્થનમાં રાજકોટના પેડક રોડ ઉપર ટાયરો સળગાવનાર કોંગ્રેસના કાર્યકર તુષાર નંદાણીની પોલીસે અટકાય કરી છે.

  અમદાવાદઃ કૃષિ કાયદના (krushi bill) વિરોધમાં આજે મંગળવારે 8 ડિસેમ્બરે ભારત બંધ (bharat bandh) આપવામાં આવ્યું છે. જોકે, આ બંધને ભાજપ સત્તા (BJP) ધરાવતા રાજ્યોમાં લાગુ ન કરવાદેવા માટે તૈયારીઓ થઈ રહી છે. આ સ્થિતિમાં કોંગ્રેસ સહિત અનેક પક્ષોએ ભારત બંધનું એલાન આપ્યું છે. જોકે, આ બંધને ગુજરાત સરકારનું (Gujarat Government) સમર્થન નહીં હોવાનું રાજ્યના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. સાથે સાથે આ આંદોલન કોંગ્રેસ (congress) પ્રેરિત હોવાનું ગણાવ્યું હતું. બીજી તરફ રાજ્યમાં કોઈ અનઈચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસને સ્ટેન્ડ ટુ રહેવાના પણ આદેશ આપવામાં આવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

  વિજય રૂપાણીએ પ્રેસ કૉન્ફરન્સ દ્વારા જણાવ્યું હતું. 'ભારત બંધના આ એલાનને ગુજરાતમાં કોઈનો ટેકનો થની. ખેડૂતો કૉંગ્રેસ સાથે નથી. કૉંગ્રેસ જનાધાર ગુમાવી ચુકી છે. રાજ્યમાં 8 બેઠકોની પેટાચૂંટણી હોય કે પછી દેશની રાજકી. ધૂરા હોય કૉંગ્રેસ પાસે હવે જનાધાર બચ્યો નથી. કૉંગ્રેસ આ જ કાયદો લાવવા માંગતી હતી. કૉંગ્રેસ શાષિત યુપીએ સરકારના કૃષિ મંત્રી શરદ પવારે વર્ષ 2013માં જણાવ્યું હતું કે આ કાયદો 2013માં લાગુ થઈ જશે પરંતુ નરેન્દ્ર મોદી સરકારે આ કાયદો લાગુ કર્યો એટલે સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.'

  રૂપાણીએ ઉમેર્યુ કે 'જે અરવિંદ કેજરીવાલ આ બંધને સમર્થન આપી રહ્યા છે તેઓ નવેમ્બરમાં જ આ કાયદો લાગુ કરી ચુક્યા છે. કિસાનોએ કહ્યું હતું કે આંદોલનને રાજકીય રૂપનહીં આપીએ પરંતુ રાજકીય પક્ષો આમા કૂદી પડ્યા છે એટલે ખેડૂતોનું તો ખાલી નામ છે બાકી રાજકીય રીતે જ આંદોલન ચાલી રહ્યું છે. '

  આ પણ વાંચોઃ-સુરતનો ચેતવણીરૂપ કિસ્સો! ડોક્ટરના ઘરમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરી ઘરઘાટી મહિલા ફરાર, કામની શોધમાં આવી હતી સુરત

  અમદાવાદમાં સવારે છ વાગ્યાથી પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ
  આવતીકાલે ભારત બંધ નું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં બંધની કોઈ અસર જોવાના મળે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ સુસજજ થઈ ગઈ છે. શહેર પોલીસને સવારે 6 વાગ્યા થી જ સ્ટેન્ડ ટુના આદેશ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને ટ્રાન્સપોર્ટ સર્વિસ પર પોલીસની ખાસ નજર રહેશે. આ દરમિયાન જો બંદોબસ્તની વાત કરીએ તો 11 ડીસીપી, 25 એ સી પી, 70 પી આઈ, 210 પી એસ આઈ, 8000 પોલીસ કર્મી , 20 એસ આર પી ટુકડી તૈનાત રહેશે.

  આ પણ વાંચોઃ-સુરતઃ 'મારા મોત બાદ ઇન્સાફ અપાવજો' દિવાલ ઉપર કારણ લખી પતિનો આપઘાત, માથાભારે પત્નીના ત્રાસથી કંટાળી યુવકે ફાંસો ખાધો

  સોશિયલ મીડિયા ઉપર પોલીસની બાજ નજર રહેશે
  જો કે પોલીસની ટીમ સોશ્યલ મીડિયા પર પણ નજર રાખશે. અને જો કોઈ વ્યક્તિ ઉશ્કેરણી જનક પોસ્ટ કરશે તો તેની સામે સાયબર ક્રાઇમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે એ પી એમ સી પર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે.

  આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! સુરતઃ 'તું મારી સાથે સંબંધ નહી રાખે તો હું તને બદનામ કરી દઈશ', બે સંતાનની માતા પર પુર્વ મકાન માલિકનું દુષ્કર્મ

  મોરબી જીલ્લામાં દબાણ પૂર્વક બંધ કરાવશે તો કડક કાર્યવાહીના આદેશ
  મોરબી એસપી એસ.આર.ઓડેદરાએ આજે પ્રેસ કોંનફરન્સ કરી અને પોલીસ દ્વારા આવતીકાલે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામા આવી છે. જેમાં મંગળવારે જે બંધ પાળવાની જાહેરાત કરવામાં આવી છે તેના પગલે તંત્ર અલર્ટ થઈ ચુક્યું છે અને આઈબી,એલસીબી એસઓજી સહિતની ટીમ દ્વારા પણ સોશ્યલ મીડિયાથી લઈને તમામ જગ્યાઓ પર બાજ નજર રાખવામાં આવી છે જેમાં જો કોઈ લોકોને ઉપસાવતા મેસેજ કે વિડીયો વાઇરલ કરશે તો તેની વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવશે.

  સાથે જ ચારથી વધુ વ્યક્તિઓ જો મોરબી જિલ્લાના ક્યાંય પણ ભેગા થશે અને આંદોલન ના નેજા હેઠળ લોકોને બંધ કરાવવા દબાણ કરશે તો તેની ધરપકડ કરી ગુનો નોંધવામાં આવશે ત્યારે મોરબી એસપી એસ આર ઓડેદરાએ આજે આવા તમામ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી છે જેના પગલે મોરબી જીલ્લા પોલીસ તંત્ર પણ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે ત્યારે મોરબી એલસીબી પીઆઈ વી બી જાડેજા એ પણ એલસીબી ટીમને ખેડેપગે રાખી કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપી દેવામાં આવી છે.  રાજકોટ: પેડક રોડ પર ટાયર સલગાવનાર પોલીસ સકંજામાં
  ભારત બંધના સમર્થનમાં રાજકોટના પેડક રોડ ઉપર ટાયરો સળગાવનાર કોંગ્રેસના કાર્યકર તુષાર નંદાણીની પોલીસે અટકાય કરી છે. IPC કલમ 285, 269, 188, 336, 120(B) તથા પ્રોહીબિશનની કલમ 65E, 85(1)(3) હેઠળ બી-ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Bharat Bandh, ગુજરાત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन