Home /News /madhya-gujarat /

પાક કલાકારોના સમર્થનમાં સલમાન, કહ્યું-આતંકવાદી અને અભિનેતામાં ફરક

પાક કલાકારોના સમર્થનમાં સલમાન, કહ્યું-આતંકવાદી અને અભિનેતામાં ફરક

પાક અધિકૃત કાશ્મીર (પીઓકે)માં સૈન્ય કાર્યવાહી મુદ્દે બોલીવુડમાં જાણે બે ભાગ પડી ગયા છે. સૈન્ય કાર્યવાહી અંગે બોલીવુડ અભિનેતા સલમાનખાને મોટું નિવેદન આપ્યું છે.

પાક અધિકૃત કાશ્મીર (પીઓકે)માં સૈન્ય કાર્યવાહી મુદ્દે બોલીવુડમાં જાણે બે ભાગ પડી ગયા છે. સૈન્ય કાર્યવાહી અંગે બોલીવુડ અભિનેતા સલમાનખાને મોટું નિવેદન આપ્યું છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #પાક અધિકૃત કાશ્મીર (પીઓકે)માં સૈન્ય કાર્યવાહી મુદ્દે બોલીવુડમાં જાણે બે ભાગ પડી ગયા છે. સૈન્ય કાર્યવાહી અંગે બોલીવુડ અભિનેતા સલમાનખાને મોટું નિવેદન આપ્યું છે.

સલમાનખાને પાક કલાકારોના સમર્થનમાં કહ્યું કે, આતંકવાદી અને કલાકારોમાં ફરક હોય છે. સલમાને ભારતની સૈન્ય કાર્યવાહીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ભારતની સૈન્ય કાર્યવાહી એક્શનનું રિએકશન હતું પરંતુ પાક કલાકારો વિઝા લઇને ભારત આવ્યા હતા.

આ અગાઉ ફિલ્મમેકર કરણ જોહર પણ અગાઉ પાક કલાકારોના સમર્થનમાં મેદાને આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ની ભારતમાં કામ કરી રહેલા પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધની માંગ આતંકવાદ જેવી સમસ્યાનું સમાધાન નથી.

તેમણે કહ્યું હતું કે, આ કોઇ સમાધાન નથી. હું આ બધામાં ભરોસો નથી કરતો. લોકોએ વ્યાપક સ્તરે આગળ આવવું જોઇએ અને સમસ્યાનું સમાધાન શોધવું જોઇએ અને એ કલા અને પ્રતિભા પર પ્રતિબંધથી ના થઇ શકે.
First published:

Tags: કલાકારો, પાકિસ્તાન, બોલીવુડ, મનસે, સર્જિકલ સ્ટ્રાઇક, સલમાન ખાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन