રક્ષા બજેટ મામલે ભારતે સાઉદી અને રશિયાને પછાડ્યા, વિશ્વમાં ચોથા નંબરે

Haresh Suthar | Pradesh18
Updated: December 14, 2016, 8:51 AM IST
રક્ષા બજેટ મામલે ભારતે સાઉદી અને રશિયાને પછાડ્યા, વિશ્વમાં ચોથા નંબરે
રક્ષા ક્ષેત્રે થનાર ખર્ચ મામલે ભારતે રશિયા અને સાઉદી અરબને પણ પાછળ રાખી દીધા છે. ભારતનું રક્ષા બજેટ આ બંને દેશો કરતાં વધુ છે અને વિશ્વમાં આ મામલે ભારત ચોથા ક્રમે છે. માત્ર અમેરિકા, બ્રિટન અને ચીન આ ત્રણ દેશો જ રક્ષા ક્ષેત્રે બજેટમાં ભારત કરતાં આગળ છે.

  • Pradesh18
  • Last Updated: December 14, 2016, 8:51 AM IST
  • Share this:
નવી દિલ્હી #રક્ષા ક્ષેત્રે થનાર ખર્ચ મામલે ભારતે રશિયા અને સાઉદી અરબને પણ પાછળ રાખી દીધા છે. ભારતનું રક્ષા બજેટ આ બંને દેશો કરતાં વધુ છે અને વિશ્વમાં આ મામલે ભારત ચોથા ક્રમે છે. માત્ર અમેરિકા, બ્રિટન અને ચીન આ ત્રણ દેશો જ રક્ષા ક્ષેત્રે બજેટમાં ભારત કરતાં આગળ છે.

આઇએચએસ મારકિટ તરફથી પ્રસિધ્ધ કરાયેલા 2016 જેન્સ ડિફેન્સ બજેટ રિપોર્ટ્સ અનુસાર અમેરિકા, ચીન અને બ્રિટન રક્ષા પર ખર્ચ કરનારા વિશ્વના ત્રણ સૌથી મોટા દેશો છે. તો ભારત ચોથા ક્રમે સૌથી વધુ ખર્ચ કરનાર દેશ છે. એ પછી સાઉદી અને રશિયાનો નંબર આવે છે. ભારતે આ વર્ષે રક્ષા ક્ષેત્રે 50.7 અરબ ડોલર ખર્ચ કર્યો છે. જે ગત વર્ષે 46.6 અરબ ડોલર કરતાં વધુ હતો.

બ્રિટન કરતાં પણ જશે આગળ

રિપોર્ટમાં કહેવાયું છે કે, ભારત જે રીતે રક્ષા મામલે આધુનિકરણ કરી રહ્યું છે એ જોતાં તો એવું લાગી રહ્યું છે કે ભારત આગામી બે વર્ષ સુધીમાં બ્રિટનને પાછળ રાખી દેશે. વર્ષ 2018 સુધી ભારતનું રક્ષા બજેટ વિશ્વનું ત્રીજા નંબરનું બજેટ બને તો નવાઇ નહી

622 અરબ ડોલર સાથે અમેરિકા મોખરે

વિશ્વમાં રક્ષા ક્ષેત્રે સૌથી વધુ નાણાં ખર્ચ કરવામાં અમેરિકા મોખરે છે. ચાલુ વર્ષે અમેરિકાએ રક્ષા ક્ષેત્રે 622 અરબ ડોલરનું બજેટ છે વિશ્વનું સૌથી વધુ છે. ચીનનું રક્ષા બજેટ 191.7 અરબ ડોલર, જ્યારે બ્રિટનનું રક્ષા બજેટ 53.8 અરબ ડોલર છે. સાઉદી અરબનું રક્ષા બજેટ 48.68 અરબ ડોલર છે અને રશિયાનું બજેટ 48.44 અરબ ડોલર છે.
First published: December 14, 2016, 8:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading