અમદાવાદ : પોલીસ મહિલા મિત્રને મેચમાં હજારો રૂપિયા ભરેલું પર્સ મળ્યું, જાણો પછી શું થયું?

અમદાવાદ : પોલીસ મહિલા મિત્રને મેચમાં હજારો રૂપિયા ભરેલું પર્સ મળ્યું, જાણો પછી શું થયું?
અમદાવાદ પોલીસની પ્રસંશનીય કામગીરી

પોલીસની ફરજ નિષ્ઠાનો ઉત્તમ દાખલો, આ કિસ્સો જાણીને તમે પણ ચોક્કસથી બિરદાવશો

  • Share this:
અમદાવાદ: સામાન્ય રીતે પ્રજા ને પોલીસથી (Police) નારાજગી અને અસંતોષ હોય છે. ત્યારે અમદાવાદ ના ચાંદખેડા મા આવેલ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં (Narendra Modi Cricket Stadium) ચાલી રહેલ ક્રિકેટ મેચ જોવા માટે વડોદરા (Vadodara) થી એક વ્યક્તિ આવ્યા હતા. તેઓ મેચ જોતા હતા ત્યારે તેમનું પર્સ ખોવાઈ ગયો હતું. જે પોલીસના હાથમાં આવ્યું હતું. બાદમાં મૂળ માલિકને પાકિટમાં રહેલા ડોક્યુમેન્ટ પરથી શોધી પર્સ પરત કરતા તેઓ ગદગદ થઈ ગયા અને પોલીસની આ કામગીરીથી સંતોષ માની આભાર વ્યક્ત કર્યો હતો.

ક્યારેય એવું સાંભળ્યું છે કે પોલીસને હજારો રૂપિયા ભરેલી વસ્તુ મળે અને મૂળ માલિકને શોધવામાં મહેનત કરી તેઓને તેમની વસ્તુ પરત કરે? ભલે આવા કિસ્સા ઓછા સાંભળયા હોય પણ હકીકતમાં આવી ઘટના બની છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચમાં બંદોબસ્ત દરમિયાન પોલીસે આ કામગીરી કરી ખાખીનું ગૌરવ વધાર્યું છે.આ પણ વાંચો : સુરત : લૂંટારૂને લાલચ ભારે પડી! મહિધરપુરાના આંગડિયાની 15 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો

આમ તો બધાને પોલીસની કામગીરીથી અસંતોષ અને નારાજગી હોય છે. પણ પોલીસ અનેક વાર એવા કાર્યો કરે છે જેનાથી લોકો પણ સંતોષ માને છે. વાત છે ચાંદખેડા પોલીસની. પોલીસ જ્યારે ક્રિકેટ મેચ દરમિયાન બંદોબસ્તમાં હતી ત્યારે વડોદરાના મનીષ ભાનુશાલી પણ ત્યાં મેચ જોવા આવ્યા હતા. આ દરમિયાન પોલીસને એક પર્સ મળ્યું હતું. પર્સ માં જોયું તો 22હજાર રોકડ અને કિંમતી કાર્ડ સહિતની મતા હતી. પોલીસે આ ડોક્યુમેન્ટ પરથી માલિકને શોધવાનું ચાલુ કર્યું હતું.

આ પણ વાંચો :  ટ્રેનમાં ટોઇલેટનો ઉપયોગ કરતાં પહેલાં ચેતી જજો! વિકૃતિની ચરમસીમા પાર કરતો કિસ્સો

આખરે મૂળ માલિકનો પતો લાગતા પોલીસે આ મનીષભાઈ ને બોલાવ્યા હતા.  આ પર્સ પોલીસ મહિલા મિત્ર દીપાલી બહેન ને મળ્યું હતું અને દીપાલી બહેને ચાંદખેડા ના પોલીસ કોન્સ્ટેબલ ઇશ્વરસિંહ ને આપ્યું હતું. ત્યારબાદ ચાંદખેડા પોલીસે 2 દિવસ સુધી ભોગબનનાર ની શોધખોળ શરૂ કરી અને અંતે સોમવારે પર્સ ના માલિક મળી આવતા સહીસલામત પરત કરવા મા આવ્યું હતું. ત્યારે વડોદરા ના મનીષ ભાનુશાલી ચાંદખેડા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
Published by:Jay Mishra
First published:March 22, 2021, 22:12 pm

ટૉપ ન્યૂઝ