IND VS ENG અમદાવાદ : સ્ટેડિયમની બહાર રડી રહ્યો હતો બાળક, કારણ જાણીને પોલીસ પણ થઈ ગઈ ભાવુક

IND VS ENG અમદાવાદ : સ્ટેડિયમની બહાર રડી રહ્યો હતો બાળક, કારણ જાણીને પોલીસ પણ થઈ ગઈ ભાવુક
અમદાવાદ પોલીસ કર્યુ માનવતાનું કામ

અમદાવાદમાં IND VS ENGની મેચ રમાઈ રહી હતી ત્યારે સ્ટેડિયમની બહાર એક બાળક રડી રહ્યો હતો, પોલીસે કરી સરાહનીય કામીગીરી

  • Share this:
દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ (Narendra Modi Cricket stadium) એવા મોટેરા સ્ટેડિયમમાં રાષ્ટ્રપતિ (President Ramnath Kovind) દ્વારા ઉદ્દઘાટન કર્યા બાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચની (IND VS ENG) શરૂઆત આજે બુધવારથી થઈ ગઈ છે અને ક્રિકેટના (cricket) ચાહકો ટિકિટ લઈ મેચ જોવા ઉમટી પડ્યા છે.સ્ટેડિયમ ની બહાર અને અંદર સુરક્ષા ને લઈ પોલીસ પણ તૈનાત છે. બુધવારે બપોરે જ્યારે મેચ શરૂ થઈ ત્યારે સુરક્ષા માં તૈનાત એક પોલીસ અધિકારી Dysp SM ચૌધરી પોતાની ફરજ ઉપર હાજર હતા તે દરમ્યાન એક બાળક ખુબજ રડી રહ્યો હતો અને તે રડતા બાળક ને જોઈ ચૌધરી સાહેબ તેની પાસે જઈ તેને સાથે લઈ કુર્સી પર બેસાડી પાણી આપી શાંત કર્યું.

બાળકને ચોકલેટ અને પાણી આપ્યા બાદ તેને શાંત કરી તેની સાથે વાત કરી અને તેને મોબાઈલમાં મેચ પણ બતાવી. ત્યારબાદ બાળકે એક દમ સવાલ કર્યો કે 'અંકલ હું મેચ જોવા જઈ શકું છુ?'



આ પણ વાંચો : અમદાવાદ : યુવક પર હુમલો થતા અંગુઠો કપાઈને નીચે પડી ગયો! ત્રણ શખ્સો તલવાર-છરીથી તૂટી પડ્યા

આ વાત થયા પછી પોલીસ દ્વારા તેની સાથે વાત કરી વધુ માહિતી લેવા માં આવી તો ખ્યાલ આવ્યો કે બાળક અને તેના પિતા મેચ જોવા માટે આવ્યા હતા પરંતુ બાળકના પિતાને એવું હતું કે એક ટિકિટ છે.

આ પણ વાંચો :  સુરત : 'ગમે ત્યાંથી રૂપિયા લાવ બાકી આજે જીવતો નહીં જવા દઉ,' વરાછાના યુવકનું અપહરણ, પોલીસે છોડાવ્યો

તો બાળક ને જવા દેશે જેથી તે એક ટિકિટ લઈ ને મેચ જોવા આવ્યા.પરંતુ તેના પિતા અંદર જતા રહ્યાં અને બાળક ને એન્ટ્રી ના મળતા તે રડવા લાગયો હતો.પરંતુ પોલીસે બાળક ને સમજાવી અને ત્યારબાદ પોલીસે NGOની મદદ લઈ અને લોકલ પોલીસના સ્ટાફના પોલીસને બોલાવી બાળક ને તેના ઘર સુધી લઈ જઈ તેના માતાને સોંપી દીધેલ. હાલ બાળક પોતાની માતા પાસે પહોંચી ગયેલ છે અને પોલીસે પણ રાહત નો શ્વાસ લીધો છે.
Published by:Jay Mishra
First published:February 24, 2021, 19:22 pm