Home /News /madhya-gujarat /

18 ટેસ્ટથી અજેય છે ભારત, વિરાટ કોહલીએ તોડ્યો કપિલદેવનો રેકોર્ડ

18 ટેસ્ટથી અજેય છે ભારત, વિરાટ કોહલીએ તોડ્યો કપિલદેવનો રેકોર્ડ

ઇંગ્લેન્ડ સામેની સીરીઝની અંતિમ મેચમાં ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને 75 રનથી હરાવી 4-0થી શાનદાર જીત મેળવી છે. વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારતની આ 14મી જીત છે. એટલું જ નહીં, ટીમ ઇન્ડિયા વિરાટની કેપ્ટનશીપમાં છેલ્લી 18 ટેસ્ટ મેચથી અજેય છે. હાર્યું નથી. આ સિધ્ધિ સાથે વિરાટ કોહલીએ કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
સ્પોર્ટ્સ ડેસ્ક# ઇંગ્લેન્ડ સામેની સીરીઝની અંતિમ મેચમાં ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને 75 રનથી હરાવી 4-0થી શાનદાર જીત મેળવી છે. વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારતની આ 14મી જીત છે. એટલું જ નહીં, ટીમ ઇન્ડિયા વિરાટની કેપ્ટનશીપમાં છેલ્લી 18 ટેસ્ટ મેચથી અજેય છે. હાર્યું નથી. આ સિધ્ધિ સાથે વિરાટ કોહલીએ કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો છે.

વાંચો : ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને એક દાવ અને 75 રનથી હરાવ્યું

કપિલ દેવ 1985-87 વચ્ચે 17 ટેસ્ટ મેચ જીતવાનો રેકોર્ડ હતો. જે વિરાટ કોહલીએ 18 જીત સાથે તોડ્યો છે અને સુનિલ ગાવસ્કરના 36 વર્ષ જુના 18 ટેસ્ટના રેકોર્ડની બરોબરી કરી છે.

અહીં સૌથી મહત્વની વાત એ છે કે, વિરાટની આ જીત અઝરુદ્દીનની કેપ્ટનશીપની કેરિયર બરોબર છે. અઝહરે 45 ટેસ્ટ મેચમાંથી 14 જીતી છે. જ્યારે વિરાટે માત્ર 22 ટેસ્ટમાં જ 14 જીતી બતાવી છે.

વિરાટનો કપ્તાની ગ્રાફ

વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતે 2015થી અત્યાર સુધી 18 ટેસ્ટ મેચ રમી છે. જેમાંથી 14 મેચ જીતી છે અને 4 ટેસ્ટ મેચ ડ્રો થઇ છે. આ દરમિયાન ભારતે એક પણ મેચ હારી નથી. વર્ષ 2015માં શ્રીલંકાને 2-0 અને દક્ષિણ આફ્રિકાને 3-0થી હરાવ્યું હતું અને 2016માં વેસ્ટ ઇન્ડિઝને 2-0થી, ન્યૂઝીલેન્ડને 3-0થી અને હવે ઇંગ્લેન્ડને 4-0થી હરાવ્યું છે.
First published:

Tags: ઇંગ્લેન્ડ, ક્રિકેટ ટેસ્ટ મેચ, ભારત, વિરાટ કોહલી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन