ગરમીનો કહેર યથાવત, છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યભરમાં બીમારીના કેસમાં વધારો

News18 Gujarati
Updated: May 3, 2018, 11:25 AM IST
ગરમીનો કહેર યથાવત, છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યભરમાં બીમારીના કેસમાં વધારો

  • Share this:
આકરી ગરમીનાં કારણે એક તરફ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે તો બીજી તરફ કેટલીક બીમારીઓમાં પણ વધારો નોંધાયો છે. વધતી ગરમીમાં રાજ્યભરમાં 366 લોકો બેભાન થયા હોવાના કેસ સામે આવ્યા છે.

રાજ્યભરમાં 175 લોકો વોમિટિંગની ફરિયાદ કરી હતી ..તો બીજી તરફ અમદાવાદની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસમાં 455 થી વધુ ઇમરજન્સી કોલ આવ્યા હતા. આ ઉપરાંત અનેક લોકોને કમળા અને ઝાડા-ઉલ્ટીનાં કેશોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.આ સિવાય ઝાડા-ઉલ્ટી, ટાઇફોડ અને મેલેરિયાનાં કેસમાં પણ ભારે વધારો નોંધાયો છે.

અમદાવાદમાં આગામી 5 દિવસ રાજ્યમાં ગરમીનો કહેર યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હિતેક્શન પ્લાન મુજબ અમદાવાદમાં યલ્લો એલર્ટ જાહેર કરાયુ છે. આગામી 3 દિવસ સુધી આ પ્રક્રિયા યથાવત રહેશે. આ એલર્ટને પહલે રાજ્યના ભાવનગરમાં 43 થી 44 ડિગ્રી તાપમાન 48 કલાક સુધી જોવા મળશે. તો સાથે જ સમગ્ર રાજ્યનું તાપમાન 41થી 43 ડિગ્રીની રહેશે. સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી ગરમીમાં વધારો સમગ્ર મેં માં કાળઝાળ ગરમી જોવા મળી શકે છે.

તબિબોની સલાહ પ્રમાણે બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઇએ. ગરમીથી બચવા માટે તડકામાં સફેદ વસ્ત્રો પહેરવા જોઇએ. અને ખુલ્લા ખોરાક, અશુદ્ધ આહાર અને અશુદ્ધ પાણી પીવાથી બચવું જોઇએ.
First published: May 3, 2018, 11:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading