Home /News /madhya-gujarat /

વિધનાસભામાં ગુજરાત સરકારની કબૂલાત, રાજ્યમાં બાળકો અને મહિલા ગુમ થવાના કેસોમાં થયો વધારો

વિધનાસભામાં ગુજરાત સરકારની કબૂલાત, રાજ્યમાં બાળકો અને મહિલા ગુમ થવાના કેસોમાં થયો વધારો

મિસિંગ સેલ અને સીઆઈડી ક્રાઈમ દ્વારા ડ્રાઈવનું આયોજન

વર્ષ 2021માં સુરત શહેરમાં 629, અમદાવાદ શહેરમાં 338 અને ત્યાર બાદ ગાંધીનગરમાં 142 બાળકો ગુમ થયાં હતાં. તથા સુરતમાંથી 506, અમદાવાદ શહેરમાં 293 અને ગાંધીનગરમાં 117 બાળક (Children) પરત મળ્યાં હતાં.

    ગુજરાત (Gujarat) વિધાનસભામાં રાજ્ય સરકારે ગુમ (Missing) થયેલાં બાળકોની (Children) માહિતી આપી હતી. કોંગ્રેસના ધારાસભ્યોના સવાલના લેખિતમાં વર્ષ 2019થી લઈને 2021 સુધીના આ આંકડા રાજ્ય સરકારે આપ્યા છે. રાજ્યમાં રોજ 9 બાળક ગુમ થાય છે. 3 વર્ષમાં 10 હજાર બાળક ગુમ થયાં. એક વર્ષમાં સૌથી વધુ સુરત (Surat) શહેરમાં 629 બાળક ગુમ થયાં છે. રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 10 હજાર 92 બાળકો ગુમ થયાં હતાં. જે પૈકી 9085 બાળકો પરત મળી આવ્યાં હતાં. હજી પણ 1007 બાળકનો આજદિન સુધી કોઈ જ પત્તો નથી. સરકારનું કહેવું છે કે બાળકોને શોધવા માટે અલગ અલગ ટીમો (Team) બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે.

    આ શહેરમાં આટલાં બધા બાળકો ગુમ થયાં

    વર્ષ 2021માં સુરત શહેરમાં 629, અમદાવાદ શહેરમાં 338 અને ત્યાર બાદ ગાંધીનગરમાં 142 બાળકો ગુમ થયાં હતાં. તથા સુરતમાંથી 506, અમદાવાદ શહેરમાં 293 અને ગાંધીનગરમાં 117 બાળક (Children) પરત મળ્યાં હતાં. અન્ય શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં 104, મહેસાણા જિલ્લામાં 123, બનાસકાંઠામાં 104, ખેડા જિલ્લામાં 121, દાહોદ જિલ્લામાં 132, ભરૂચ જિલ્લામાં 131 બાળકો ગુમ (Missing) થયાં હતાં.

    આ પણ વાંચો: અમદાવાદ: પત્નીને સરપ્રાઇઝ આપવાનું કહી છરીના ઘા ઝીંક્યા

    મિસિંગ સેલ અને સીઆઈડી ક્રાઈમ દ્વારા ડ્રાઈવનું આયોજન

    સરકારના જણાવ્યા અનુસાર બાળકોને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે. ચિલ્ડ્ર્ન હોમમાં (Children Home) નિયમિત રીતે તપાસ કરાઈ રહી છે. મિસિંગ સેલ (Missing Cell) અને સીઆઈડી (CID) ક્રાઈમ દ્વારા પણ સતત ડ્રાઈવનું આયોજન કરી તપાસ ચાલુ કરવામાં આવી છે. બાળકોને શોધી કાઢવા માટે અવારનવાર ઉપરી અધિકારી દ્વારા આદેશો પણ જારી કરવામાં આવ્યા છે. આમ તંત્ર દ્વારા ગુમ થયેલાં બાળકો પરત મળી આવે એ માટે પૂરતા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવતાં હોવાનું જણાવાઈ રહ્યું છે. મોટા ભાગના કિસ્સામાં બાળકો (Children) પરત મળી આવ્યા છે.

    આ પણ વાંચો: શું RRRની OTT રિલીઝની તારીખ થઈ ગઈ છે નક્કી! અહીં જાણો

    2020માં કુલ 7673 મહિલા ગુમ થઈ, જેમાંથી 6528 મહિલા મળી આવી.

    વિધાનસભામાં ગૃહ વિભાગે (Home Department) એ પણ માહિતી રજૂ કરી છે કે વર્ષ 2020માં ગુજરાતમાં (Gujarat) કુલ મળીને 7673 મહિલા કોઇ ને કોઇ કારણોસર ગુમ થઇ છે. જેમાંથી 6528 મહિલા પરત મળી આવી છે. રાજ્યમાં હજુ પણ 1145 મહિલા (Women) ગાયબ છે. એક જ વર્ષમાં અમદાવાદમાં 1870 મહિલા ગુમ થઇ છે. જેમાંથી 974 મહિલાઓ પરત મળી આવી છે. અન્ય શહેર સુરતમાં 12166 મહિલા ગુમ થઇ. જેમાંથી 988 મહિલા લાપતા છે. વડોદરામાં 327 મહિલા ગુમ થઇ. જેમાંથી 291 મહિલા મળી આવી હતી. મહેસાણામાં 296 મહિલાઓ ગુમ થઇ તે પૈકી 272 મહિલાઓની શોધખોળ ચાલુ છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ahmedabad news, Gandhinagar News, મહિલા

    આગામી સમાચાર