અમદાવાદમાં બળાત્કારના કેસમાં છેલ્લા વર્ષમાં 42%નો વધારો

News18 Gujarati
Updated: February 21, 2018, 7:28 PM IST
અમદાવાદમાં બળાત્કારના કેસમાં છેલ્લા વર્ષમાં 42%નો વધારો
જ્યાં મહિલા પોલીસ અધિકારી જ સુરક્ષિત નથી ત્યાં અન્ય મહિલાઓની શું વાત કરવી ?

જ્યાં મહિલા પોલીસ અધિકારી જ સુરક્ષિત નથી ત્યાં અન્ય મહિલાઓની શું વાત કરવી ?

  • Share this:
અમદાવાદ :

આજે બપોરે સમાચાર આવ્યા : એક મહિલા પોલીસ સબ-ઈન્સ્પેક્ટરે તેના ઉપર દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ નોંધાવી. આ કથિત ગુનો કરનાર અન્ય કોઈ નહિ, તેમના જ વિભાગના પોલીસ કોન્સ્ટેબલ હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું. કહેવાય છે કે, હાલ આ મહિલા પોલીસ અધિકારી વડોદરા ખાતે ફરજ બજાવે છે. દરમિયાન, બુધવારે જ  મોડી સાંજે એક મહિલા આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટરે ગળે ફાંસો ખાઈ લઈને આત્મહત્યા કરી લીધી હોવાના વધુ એક સમાચાર પણ પ્રાપ્ત થયા. આ ઘટના અમદાવાદના માધવપુરા પોલીસ લાઈનમાં બની હતી

જ્યાં મહિલા પોલીસ જ સુરક્ષિત ન હોય ત્યાં જેમના શિરે અન્યોની સુરક્ષાની જવાબદારી છે, તેઓ ક્યાં જશે ? કદાચ, આ જ કારણ છે કે, અમદાવાદ શહેરમાં મહિલા વિરુદ્ધના ગુનાઓમાં વર્ષ-2017માં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મંગળવારે "અમદાવાદ સિટી પોલીસ" દ્વારા વિધાનસભાના ટેબલ ઉપર મુકવામાં આવેલા અહેવાલના આધારે સત્તાવાર રીતે એ માલુમ પડે છે કે, "ઇવ-ટીઝીંગ"ગુનાઓની સંખ્યા 2016 ના 131ની સરખામણીએ વધીને 2017માં 265 પર પહોંચી છે, એટલે કે લગભગ 102% નો વધારો થયો છે.

બળાત્કારના ગુનાઓ જે 2016માં 112 નોંધાયા હતા તે વધીને 2017માં 159 ઉપર પહોંચ્યા છે, મતલબ કે આ સંખ્યા 42% જેટલી વધી છે. લૂંટના ગુનાઓમાં પણ 102 ટકાનો વધારો નોંધાયો છે. હા, ખૂનના ગુનાઓ 13% ઓછા થયા છે.

"દારૂબંધી' નો ચુસ્તપણે અમલ થતો હોવાનું કહી રહેલી સરકાર જો આંકડા તપાસે તો માલુમ પડે કે, દારૂના ગુનામાં (પ્રોહિબિશન) માત્ર અમદાવાદમાં જ  31 ટકાનો વધારો થયો છે. 2016માં જે કેસોની સંખ્યા 12,578 હતી તે વધીને 2017માં 16,465 ઉપર પહોંચી ગઈ છે. આ આંકડાઓ તો માત્ર અમદાવાદ શહેરના છે, રાજ્યના અન્ય મોટા શહેરો સુરત, રાજકોટ, વડોદરા, જામનગરની અહીં વાત નથી થઇ. આ આંકડાઓ ગંભીર છે. જે સરકારને વધુ સજાગ બનવા તરફ સૂચિત કરે છે
First published: February 21, 2018, 7:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading