Home /News /madhya-gujarat /

અમદાવાદ: પોપ્યુલર બિલ્ડર જૂથ પર ઇન્કમ ટેક્સના દરોડાં, એકસાથે 25 જગ્યા પર તપાસ

અમદાવાદ: પોપ્યુલર બિલ્ડર જૂથ પર ઇન્કમ ટેક્સના દરોડાં, એકસાથે 25 જગ્યા પર તપાસ

અમદાવાદમાં આવકવેરા વિભાગનો સપાટો.

પુત્રવધૂએ કરેલા ઘરેલું હિંસાના કેસમાં હાલ પોપ્યુલર બિલ્ડર જૂથના રમણ પટેલ અને તેમનો પુત્ર મોનાંગ પટેલ જેલમાં બંધ છે.

    અમદાવાદ: પોપ્યુલર બિલ્ડર જૂથના રમણ પટેલ (Raman Patel)ને ત્યાં આજે વહેલી સવારથી આવકવેરા વિભાગ (Income Tax Department)ના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે પોપ્યુલર બિલ્ડરને ત્યાં એક સાથે 25 જગ્યા પર આઈટી વિભાગે દરોડાંની કાર્યવાહી કરી છે. જેમાં તેમના ઘર અને ઓફિસોનો સમાવેશ થાય છે. આવક કરતા વધારે સંપત્તિના કેસમાં બિલ્ડર (Builder) સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી પૂર્ણ થયા બાદ જ કેટલી બેનામી સંપત્તિ મળી તેનો અંદાજ લગાવી શકશે. આવકવેરા ખાતાના અધિકારીઓએ પોલીસને સાથે રાખીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. એવી પણ માહિતી મળી છે કે બિલ્ડરને ત્યાં પહેલા પણ આવકવેરા ખાતાની તપાસ કરવામાં આવી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે પુત્રવધૂએ કરેલી ઘરેલું હિંસાના કેસમાં હાલ પોપ્યુલર બિલ્ડર જૂથના રમણ પટેલ અને તેનો દીકરો મોનાંગ પટેલ જેલમાં છે.

    આવકવેરા વિભાગની કાર્યવાહી

    મળતી માહિતી પ્રમાણે રમણ પટેલના 25 જેટલા સ્થળો પર આઈટી વિભાગનો સર્વે ચાલી રહ્યો છે. દશરથ પટેલ અને વિરેન્દ્ર પટેલ સહિતના લોકોને ત્યાં પણ દરોડાંની કાર્યવાહી ચાલી રહી છે. રમણ પટેલની ગણતરી અમદાવાદના મોટા બિલ્ડરમાં થાય છે. ગુરુવારે વહેલી સવારે આઠ વાગ્યાથી જ આવકવેરા વિભાગના અધિકારીઓ અલગ અલગ જગ્યાએ દરોડાંની કાર્યવાહીમાં જોડાયા હતા. આ દરમિયાન તમામ જગ્યાએ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. દરોડાંની કાર્યવાહી દરમિયાન આવકવેરા વિભાગના અધિકારીઓ બિલ્ડરના વહેવારોની તપાસ કરી રહ્યા છે. અમદાવાદમાં અચાનક આઈટીની કાર્યવાહી શરૂ થતાં અનેક બિલ્ડર જૂથોમાં ફફડાટ ફેલાયો છે.

    પુત્રવધૂને કેસની પતાવટ માટે રમણ પટેલે અઢી કરોડ રોકડા મોકલ્યા હોવાનો આક્ષેપ.


    આ પણ વાંચો: રાજકોટ: કર્મચારી અને અધિકારીઓને દર શુક્રવારે સાઇકલ લઈને ઓફિસ આવવા મ્યુનિસિપલ કમિશનરનો આદેશ

    પુત્રવધૂને કેસ પરત ખેંચવા અઢી કરોડ રોકડાં આપ્યા હતા

    પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ સતત વિવાદમાં રહ્યા છે. તાજેતરમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે તેમની પુત્રવધૂએ તેમની વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ આપી છે. આ મામલે બિલ્ડર રમણ પટેલ, તેમના પત્ની અને પુત્રની પોલીસે ધરપકડ પણ કરી હતી. આ દરમિયાન બિલ્ડર રમણ પટેલે પુત્રવધૂને કેસ પરત ખેંચવા માટે અઢી કરોડ રૂપિયાની ઓફર કરી હતી. આ રકમ પુત્રવધૂના એક સંબંધીના ઘરેથી જપ્ત કરવામાં આવી હતી. આ મામલે પણ પોલીસ તેમની પૂછપરછ કરી રહી હતી.

    રમણ પટેલ, મોનાંગ પટેલ


    પુત્રવધૂની ફરિયાદ

    પોપ્યુલર બિલ્ડર્સની પુત્રવધૂ ફિઝુ પટેલે સસરા રમણ પટેલ, પતિ મોનાંગ પટેલ, સાસુ મયુરિકા પટેલ અને તેના પિતા મુકેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં હાલ ફિઝુના સાસુ અને તેના પિતાને જામીન મળી ગયા છે. રમણ પટેલ અને મોનાંગ પટેલને જામીન નથી મળ્યા. આ દરમિયાન સમાધાન માટે રમણ પટેલ અને મોનાંગ પટેલે ફિઝુને 2.50 કરોડ રૂપિયા મોકલ્યા હતા. ક્રાઈમ બ્રાંચે ફરિયાદી ફિઝુ પટેલના માસી નિમા શાહના ઘરેથી આ રકમ કબજે કરી હતી.

    ફિઝુનો આરોપ છે કે ગત 1લી ઓગસ્ટના દિવસે તેની પુત્રીનો જન્મ દિવસ હોવાથી તેની ઉજવણી રાખવામાં આવી હતી. ઉજવણી પૂરી થયા બાદ પરિણીતાના પતિ, સાસુ સસરા, અને માતા પિતા સાથે બેઠા હતા. આ દરમિયાન તેના સાસુ-સસરા ફરિયાદી અને તેની માતાને મહેંણા ટોંણા મારવા લાગ્યા હતા કે, 'તું તારા પિયરમાંથી કંઈ લાવી નથી, અમારા રૂપિયા જોઈને તે મારા દીકરા સાથે લગ્ન કર્યાં છે. તમે બંને મા-દીકરી લૂટરી છો.' આમ કહીને પરિણીતાના સસરાએ ફરિયાદીને લાત મારીને ઘરની બહાર કાઢી મૂકવા માટે પતિને ઉશ્કેર્યો હતો. ત્યારબાદ પરિણીતાના પતિએ તેને માર મારીને ઘરની બહાર કાઢી મૂકી હતી. આ દરમિયાન પરિણીતાના પિતાએ પણ તેના સાસરિયાંને સહકાર આપીને બંને મા-દીકરીને માર મારો તેવું કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ફિઝુના પિતાએ તેની માતા સાથે છૂટાછેડા લીધા છે. પોલીસે આ કેસમાં ફિઝુના પિતાની પણ ધરપકડ કરી હતી. બાદમાં તેમને જામીન મળી ગયા હતા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Survey, અમદાવાદ, આયકર વિભાગ, પોલીસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन