સફલ કન્સ્ટ્રક્શન પ્રા.લી.માં ઈન્કમ ટેક્ષના દરોડા, બેનામી સંપત્તિ બહાર આવવાની શક્યતા

News18 Gujarati
Updated: February 13, 2019, 7:41 AM IST
સફલ કન્સ્ટ્રક્શન પ્રા.લી.માં ઈન્કમ ટેક્ષના દરોડા, બેનામી સંપત્તિ બહાર આવવાની શક્યતા
સફલ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લીમિટેડ કંપનીની ઓફિસ

હાલમાં વિભાગના 15 જેટલા અધિકારીઓ સફલ કન્સ્ટ્રક્શન કંપનીના દસ્તાવોજોની ચકાસણી કરી રહ્યા છે

  • Share this:
ભાવિક આચાર્ય - અમદાવાદ

નોટબંધી બાદ ઈન્કમ ટેક્ષ વિભાગ એલર્ટ છે, જ્યાં પણ બેનામી સંપત્તિની શક્યતા જણાય ત્યાં રેડ પાડી આવકવેરાની ચોરી કરતા લોકોને દબોચી રહી છે. આવકવેરા વિભાગ ટેક્ષ ચોરોને ઝડપી પાડવા માટે નાગરીકોનો પણ સહયોગ લઈ રહી છે. જે કોઈ વ્યક્તિ ઈન્કમ ટેક્ષ વિભાગને માહિતી આપે તેને મોટુ ઈનામ પણ મળી રહ્યું છે, જેને લઈ જાગૃત નાગરીકોનો પણ વિભાગને સપોર્ટ મળતા ઈન્કમ ટેક્ષ વિભાગ મજબુત બન્યો છે.

આવી જ રીતે વધુ એક માહિતીના આધારે આજે ઈન્કમ ટેક્ષ વિભાગે અમદાવાદની જાણીતી સફલ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં રેડ પાડી છે. હાલમાં અધિકારીઓએ તમામ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આઈટી વિભાગના અધિકારીઓએ કંપનીના તમામ ડોક્યુમેન્ટ કબ્જે કરી દસ્તાવોજી ચકાસણી શરૂ કરી દીધી છે.

ઈન્કમ ટેક્ષ વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, તમામ દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. ડિજીટલ બીલોની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રો અનુસાર, મોટી બેનામી સંપત્તિ બહાર આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.

કહેવાય છે કે, ઈન્કમ ટેક્ષ વિભાગને બેનામી સંપત્તિ વેશે સચોટ માહિતી મળે ત્યાર બાદ જ આ રીતે રેડ કરવામાં આવે છે, હાલમાં વિભાગના 15 જેટલા અધિકારીઓ સફલ કન્સ્ટ્રક્શન કંપનીના દસ્તાવોજોની ચકાસણી કરી રહ્યા છે. આ ચકાસણી લાંબો સમય સુધી ચાલશે તેમ જણાવવામાં આવી રહ્યું છે. જોકે, હવે કેટલી કરચોરી અને કેટલી બેનામી સંપત્તિ બહાર આવે છે તે તો સમગ્ર દસ્તાવેજ તપાસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ બહાર આવશે.
First published: February 12, 2019, 8:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading