Home /News /madhya-gujarat /અમદાવાદઃ ઈન્કમ ટેક્સ કમિશનરે યોજ્યું 'ઓપન હાઇસ', હવે રચાશે નવું કેબિનેટ

અમદાવાદઃ ઈન્કમ ટેક્સ કમિશનરે યોજ્યું 'ઓપન હાઇસ', હવે રચાશે નવું કેબિનેટ

ઓપન હાઉસ રાખવા પાછળનો હેતુ નાના કરદાતાઓને પડતી તકલીફોને દૂર કરવા તેમજ વિભાગીય પારદર્શિતા સ્થાપિત કરવાનો હતો, પરંતુ વિભાગના જૂના ખેલાડીઓ દાવ કર્યો

ઓપન હાઉસ રાખવા પાછળનો હેતુ નાના કરદાતાઓને પડતી તકલીફોને દૂર કરવા તેમજ વિભાગીય પારદર્શિતા સ્થાપિત કરવાનો હતો, પરંતુ વિભાગના જૂના ખેલાડીઓ દાવ કર્યો

  અભિષેક પાંડેય, અમદાવાદ

  આયકર વિભાગ ગુજરાતના નવા વડા અજય દાસ મેહરોત્રા દ્વારા ગત 20 નવેમ્બર મંગળવારે "ઓપન હાઉસ" રાખવામાં આવ્યું હતું. ઓપન હાઉસ રાખવા પાછળનો હેતુ નાના કરદાતાઓને પડતી તકલીફોને દૂર કરવા તેમજ વિભાગીય પારદર્શિતા સ્થાપિત કરવાનો હતો, પરંતુ વિભાગના ઉદ્દેશ્ય સુનિશ્ચિત થાય તે પહેલા વિભાગના જૂના ખેલાડીઓ દાવ કરી નાખ્યા જેવી સ્થિતિ સર્જાઇ હતી.

  વાત કઈંક એવી છે કે, નાના કરદાતાઓ માટે રખાયેલા "ઓપન હાઉસ" માં એસોશિએશન સહિતના જૂના જોગીઓ કાર્યક્રમમાં કબજો જમાવી લીધો હતો. આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, "પ્રોગ્રામના અંતે નિર્ધારિત માપદંડમાં બંધ બેસતી લગભગ 8થી નવ અરજદારની અરજીઓ પ્રધાન કમિશ્નર સુધી પહોંચી હતી. જોકે પ્રધાન આયકર આયુક્તનું "ઓપન હાઉસ" સાવ બેકાર પણ નથી ગયું. વિભાગ દ્વારા "કર્મનો ફળ" બીજા રસ્તે લઇ લેવાનું "બેક ડોર પ્લાન" ઘણી લેવામાં આવ્યો છે. હવે "ઓપન હાઉસ" નો ઉપયોગ નવા પ્રધાન આયકર આયુક્ત પોતાની રીતે કરશે. સરળ શબ્દોમાં કહેવું હોય તો આ પ્રકારે કહી શકાય કે, 'આ ઓપન હાઉસ પ્રોગ્રામ માટે હવે નવા પ્રધાન કમિશ્નરના, નવા કેબિનેટની રચના કરવામાં આવશે'.

  નોંધનીય છે કે, પૂર્વ પ્રધાન એ કે જયસ્વાલના સીબીડીટીના સેટલમેન્ટ કમિશનમાં ગત અડવાડિયે નિયુક્તિ થવાની સાથે 1984 બેચના રેવેન્યુ સર્વિસ અધિકારી અજય દાસ મેહરોત્રાની વરણી પ્રધાન આયકર આયુક્ત ગુજરાત તરીકે કરવામાં આવી છે. આમ તો મેહરોત્રા સાહેબ ગુજરાતના આયકર વિભાગનો લાંબા અનુભવ ધરાવે છે પણ દરેક સિપાહીને સેનાપતિ બનાવાની સાથે પોતાની નવી યોગ્ય ટીમ તૈયાર કરવાની જવાબદારી ઉપાડવી પડે છે અને જો યોગ્ય વ્યક્તિઓનો ટીમના તૈયાર થાય તોજ સેનાપતિ ફતેહ હાંસલ કરી શકે. હવે મળતી જાણકારી મુજબ, મેહરોત્રા સાહેબ આ ઓપન હાઉસથી પોતાની ટીમ પસંદ કરશે.

  વાત એવી છે કે, જે અરજીઓ આવી છે તે જવાબદાર અધિકારીઓને નિકાલ માટે મોકલી દેવામાં આવ્યું છે. અરજીઓ સોંપવાની સાથે સાત દિવસનો સમય પણ આપી દેવામાં આવ્યો છે. હવે કોણ અધિકારી કેટલા જવાબદારી પૂર્વક નિકાલ લાવે છે, અને અરજીઓ પ્રત્યે કેટલા ઉત્સાહ દર્શાવે છે તે પ્રમાણે નવા પ્રધાન આયુકતના કેબિનેટ નક્કી થશે.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Ahmadabad, આયકર વિભાગ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन