અમદાવાદઃ આયકર વિભાગના અર્ધવાર્ષિક રિપોર્ટથી IT વિભાગ ચિંતિત

News18 Gujarati
Updated: October 8, 2018, 10:27 PM IST
અમદાવાદઃ આયકર વિભાગના અર્ધવાર્ષિક રિપોર્ટથી IT વિભાગ ચિંતિત
તાબડતોડ થશે આયકર વિભાગની કારવાઈ, પ્રોસિક્યુશનમાં 191.66 જયારે 9 .99 ટકાનો ઉછાળ, ITનો અર્ધવાર્ષિક રિપોર્ટ

તાબડતોડ થશે આયકર વિભાગની કારવાઈ, પ્રોસિક્યુશનમાં 191.66 જયારે 9 .99 ટકાનો ઉછાળ, ITનો અર્ધવાર્ષિક રિપોર્ટ

  • Share this:
અભિષેક પાંડેય

આવનાર દિવસોમાં આયકર વિભાગની કારવાહીમાં તેજી આવે તેવી પુરી સંભાવના છે. મળતી માહિતી મુજબ આયકર વિભાગના અર્ધવર્ષિક રિપોર્ટ જોયા પછી આયકર વિભાગના અધિકારીઓએ આવનાર દિવસમાં સર્ચ અને સીઝરની કારવાહી તેજ કરવાનું વિચારી રહ્યા છે કેમ કે, કરદાતાઓમાં વ્યાપ્ત નિરાશા જોયા પછી ગુજરાત "આયકર વિભાગ વાર્ષિક લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે કે નહિ" બાબતે શંકા-કુશંકા સેવાઈ રહ્યું છે.

ગુજરાત આયકર વિભાગે 2017-18 વર્ષના 48 હજાર કરોડની સરખામણીમાં 2018 - 19 વર્ષે 55 હજાર 5 સો કરોડનો લક્ષ્ય કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવ્યું છે જે 15.62 ટકાથી વધારે છે તેની સામે ગુજરાત આયકર વિભાગે 2018-19 પ્રથમ અર્ધવાર્ષિક દરમિયાન ફક્ત 9 .99 ટકાનો લક્ષ્ય જ હાંસલ કર્યો છે, એટલું જ નહીં રિટર્ન ભરનારની સંખ્યા પણ ગયા વર્ષ કરતાં ઓછું રહે અથવા તો નક્કી કરાયેલા લક્ષ્ય નહીં હાંસલ થઇ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. વર્ષ 2017-18માં કુલ 38 લાખ લોકોએ રિટર્ન ફાઈલ કર્યું હતું જેની સામે 15 ઓક્ટોબર સુધીના બીજા એક્સ્ટેંશન મળ્યું છતાં 34 લાખ 59 હજાર 490 રિટર્ન ભરાયા છે. દોઢ મહિનાનો સમયગાળા વધારે મળ્યા છતાંય 3 લાખ 60 હજાર જેટલા ઓછા રિટર્ન ભરાયા છે. એટલું જ નહિ કોર્પોરેટ ઈન્ક્મ ટેક્સ પણ 5.6 ટકાના ઉછાળા સાથે 10 હજાર 283.8 કરોડ ભરાયા છે જે ગત વર્ષથી 543.7 કરોડ વધારે છે.

વ્યક્તિગત આયકર તેમજ એડવાન્સ ટેક્સમાં જરૂરત મુજબના સામાન્ય સુધારો જરૂર જોવા મળી રહ્યો છે. વ્યક્તિગત આયકર 14 .5 ટકાના વૃદ્ધિ સાથે 10 હજાર 608.4 કરોડ કરદાતાઓ ભર્યું છે જયારે 13 .56 ટકાના વૃદ્ધિ સાથે 9 હજાર 645.90 કરોડ એડવાન્સ ટેક્સ ભરવામાં આવ્યું છે. TDS (200)માં 14 .20 ટકાના વૃદ્ધિ સાથે 9 હજાર 860.20 કરોડ જમા થયા છે.

ગુજરાત આયકર વિભાગ 2017-18 વર્ષ દરમિયાન કુલ કલેક્શન 19 હજાર 2.10 કરોડનો કર્યો હતો તેની સરખામણીમાં 2018-19ના પ્રથમ અર્ધવાર્ષિકમાં 20 હજાર 892.20 કરોડનું કલેક્શન કર્યો છે જે ગત વર્ષ કરતા 1 હજાર 890.1 કરોડ વધારે છે પણ 7 હજાર પાંચ સો કરોડના વધેલા લક્ષ્ય સામે ઘણા ઓછા છે જેથી આવનાર દિવસોમાં આયકર વિભાગ મોટા પાયે કારવાહી કરે તો નવાઇ નહીં.

આયકર વિભાગ આવનાર દિવસોમાં કારવાહી તેજ કરશે તેની ઝલક પણ અત્યારથી મળી રહી છે. 2017-18 વર્ષ દરમિયાન આયકર વિભાગ દ્વારા 120 પ્રોસિક્યુશન ફાઈલ કરાયા હતા જેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં ત્રણ સો પ્રોસિક્યુશન ફાઈલ થઇ ગયા છે જે ગત વર્ષ કરતા 191.66 ટકા વધારે છે.
First published: October 8, 2018, 10:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading