દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસને CM વિજય રૂપાણીએ આપી લીલીઝંડી, અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે

દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસને CM વિજય રૂપાણીએ આપી લીલીઝંડી, અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે
તેજસ એક્સપ્રેસ

અમદાવાદથી મુંબઇ જતી તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં તેજસ એક્સપ્રેસમાં અમદાવાદથી મુંબઇ વચ્ચે એક્ઝિક્યુટિવ ચેરકારનું ભાડુ રૂ. 2384 છે.

 • Share this:
  અમદાવાદ : દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસને અમદાવાદ રેલવે સ્ટેશન ખાતેથી લીલીઝંડી આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મુંબઈ વચ્ચેની ટ્રેનને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પરથી લીલીઝંડી આપી હતી. આ ટ્રેન ગુરુવારને બાદ કરતા અઠવાડિયામાં છ દિવસ અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડશે. આ ટ્રેનનું સંચાલન IRCTC તરફથી જ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે આ ટ્રેનને કુલ છ સ્ટોપેજ આપવામાં આવ્યા છે.

  તેજસ એક્સપ્રેસ અમદાવાદથી મુંબઇ-અમદાવાદ રૂટ પર ચાલશે  • અમદાવાદથી પ્રસ્થાન કરતી વખતે ટ્રેન નંબર 82902 રહેશે.

  • મુંબઇથી પરત આવતા ટ્રેનનો રૂટ નંબર 82901 હશે.

  • ટ્રેન અમદાવાદથી (નંબર 82902) સવારે 6.40એ પ્રસ્થાન કરીને બપોરે 1 વાગીને 10 મિનિટ પર મુંબઈ પહોંચશે.

  • મુંબઈ સેન્ટ્રલથી આ ટ્રેન (નંબર 82901) બપોરે 15:40 વાગ્યે પ્રસ્થાન કરશે અને રાત્રે 21:55 વાગ્યે અમદાવાદ પહોંચશે.

  • આ ટ્રેન ગુરુવારને બાદ કરતા અઠવાડિયામાં છ દિવસ દોડશે.

  • મુંબઈ અને અમદાવાદ વચ્ચે ટ્રેન નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી ખાતે રોકાશે.
  કેટલું ભાડું રહેશે?

  >> અમદાવાદથી મુંબઇ જતી તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં તેજસ એક્સપ્રેસમાં અમદાવાદથી મુંબઇ વચ્ચે એક્ઝિક્યુટિવ ચેરકારનું ભાડુ રૂ. 2384 છે. જેમાં બેઝ ફેર રૂ .1875, જીએસટી રૂ .94 અને કેટરિંગ ચાર્જ રૂ. 405 લેવાશે. એસી ચેરકારનું ભાડું 1289 રૂપિયા હશે, જેમાં બેઝ ફેર 830 રૂપિયા, જીએસટી 44 રૂપિયા અને કેટરિંગ ચાર્જ 375 રૂપિયા છે.

  >> મુંબઇ-અમદાવાદ વચ્ચે એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડુ રૂ. 2374 છે, જેમાં રૂ .1875 બેઝ ફેર, રૂ .99 નો જીએસટી અને કેટરિંગ ચાર્જ 405 રૂપિયા છે. જ્યારે એસી ચેરકારનું ભાડુ 1274 રૂપિયા છે, જેમાં બેઝ ફેર તરીકે 870 રૂપિયા, 44 રૂ. જીએસટી અને કેટરિંગ ચાર્જ રૂ. 360 નો સમાવેશ થાય છે.  ખાસ સુવિધાઓ મળશે

  >> IRCTC અનુસાર, મુસાફરી દરમિયાન જો કોઈ મુસાફરના ઘરે ચોરી થાય છે, તો રેલવે વીમા દ્વારા તેના નુકસાનની ભરપાઇ કરશે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન જો તમારા ઘરે ચોરી થઈ હોય, તો વીમા કંપની તમને 1 લાખ રૂપિયા સુધીની રકમ આપશે. મુસાફરે વીમા કંપનીને એફઆઈઆરની એક નકલ આપવાની રહેશે. વીમા કંપની દ્વારા તપાસ બાદ વળતર આપવામાં આવશે.

  >> તેજસ એક્સપ્રેસ ટ્રેનના મુસાફરો માટે 25 લાખ રૂપિયાનો ટ્રાવેલ વીમો ફરજિયાત ઉતારવામા આવશે.

  >> તેજસ એક્સપ્રેસ જો એક કલાક લેટ થશે તો ગ્રાહકોને 100 રૂપિયા, અને બે કલાકથી વધુ મોડી થશે તો 250 રૂપિયા વળતર મળશે.

  >> જો મુંબઇ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ મોડી થાય તો પેસેન્જર વેબ પરની લિંકની મુલાકાત લઈને વળતર માટે ફોર્મ ભરી શકે છે. આ ઉપરાંત ટોલ ફ્રી નંબર પર ફોન કરીને વળતરનો દાવો પણ કરી શકાય છે.

  >> ફોર્મમાં મુસાફરીની વિગતો, કેટલા કલાકનો વિલંબ થયો, પી.એન.આર. નંબર અને બૅન્ક ખાતાની વિગતો ભરવી પડશે. રિફંડ પ્રક્રિયા પછી, પૈસા ખાતામાં પહોંચશે.  હોસ્ટેસનો ગુજરાતી લુક

  ખાસ વાત એ છે કે ટ્રેનની હોસ્ટેસનો લુક ગુજરાતી રાખવામાં આવ્યો છે. આ ટ્રેનમાં હોસ્ટેસ કૂર્તા અને પાયજામા સાથે માથે કચ્છી વર્કની ટોપી સાથે નજરે પડશે.

  ભોજન

  આ ટ્રેનમાં જે ભોજન પીરસવામાં આવશે તેનો ટેસ્ટ ગુજરાતી અને મરાઠી હશે. આ ટ્રેનમાં સામાન્ય પ્રવાસીઓ ફ્લાઈટમાં મળતી સુવિધાનો અનુભવ કરી શકશે. આ ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા, સિટ પર એલસીડી સ્ક્રિન, સીસીટીવી, દરેક કોચમાં ચા-ફોફી માટે વેન્ડિંગ મશીન અને મનપસંદ ભોજન પણ મળશે.
  Published by:News18 Gujarati
  First published:January 17, 2020, 10:51 am

  ટૉપ ન્યૂઝ