વિદ્યાર્થીઓ જાણી લો આવું હશે તમારૂ દિવાળી ગૃહકાર્ય, આ પ્રકારનો નિબંધ લખવા અપાશે

News18 Gujarati
Updated: October 21, 2019, 9:07 PM IST
વિદ્યાર્થીઓ જાણી લો આવું હશે તમારૂ દિવાળી ગૃહકાર્ય, આ પ્રકારનો નિબંધ લખવા અપાશે
પ્રતિકાત્મક તસવીર

આ વખતે વિદ્યાર્થીઓ માટે દિવાળીનું હોમવર્ક ગાંધીનગરથી આપવામાં આવ્યું છે

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ: સામાન્ય રીતે શાળાઓમાંથી વિદ્યાર્થીઓને દિવાળીનું હોમવર્ક આપવામાં આવતું હોય છે. પરંતુ, આ વખતે વિદ્યાર્થીઓ માટે દિવાળીનું હોમવર્ક ગાંધીનગરથી આપવામાં આવ્યું છે. સંયુક્ત શિક્ષણ નિયામક ગાંધીનગરએ પરિપત્ર જાહેર કરી વિદ્યાર્થીઓને નવા ભારતની મારી કલ્પના વિષય પર નિબંધ લખી આપવા આદેશ કર્યો છે.

દિવાળીનો તહેવાર નજીક આવતા વિદ્યાર્થીઓને સૌથી વધુ ઉત્સુકતા હોય છે કે, દિવાળીના વેકેશનમાં સર કે મેડમ દિવાળી હોમવર્ક આપશે કે કેમ. ત્યારે આ વખતે દિવાળીના હોમવર્કમાં વિદ્યાર્થીઓને નવા ભારતની મારી કલ્પના વિષય પર નિબંધ લખી અપાવા આદેશ કરવામાં આવ્યો છે. સંયુક્ત શિક્ષણ નિયામક ગાંધીનગરએ પરિપત્ર જાહેર કરી આદેશ કર્યો છે, અને રાજ્યની તમામ શાળાઓના આચાર્યોને જાણ કરવા તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને સૂચના આપી દેવાઈ છે.

દિવાળી વેકેશન પૂર્ણ થયાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ દ્વારા લખાયેલા નિબંધ એકત્રિત કરવામાં આવશે. આ નિબંધોમાંથી શ્રેષ્ઠ નિબંધ અલગ તારવવામાં આવશે અને તે શ્રેષ્ઠ નિબંધનો જિલ્લા કક્ષાએ એક ગ્રંથ તૈયાર કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. મહત્વનું છે કે, વિદ્યાર્થીઓને આ વિષય પર નિબંધ લખવા આપવા પાછળનો ઉદેશ્ય વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન, ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનું જતન અને તેમની કલ્પનાના ભારતના નવીન વિચારો જાણવા મળી શકે છે.
First published: October 21, 2019, 9:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading