અમદાવાદમાં અંદાજે બે લાખ જેટલી ઓટો રીક્ષા છે, ત્યારે કોરોનાવાયરસ ને નાથવા માટે દેશભરમાં lockdown અમલમાં છે, ત્યારે રિક્ષાચાલકોની હાલત હાલ કફોડી બની છે, આ મુદ્દે વિવિધ ઓટોરિક્ષા યુનિયન દ્વારા અમદાવાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને મદદ માટેની વિનંતી કરવામાં આવી છે.
રિક્ષાચાલકોની વિનંતી છે કે ઓટો રીક્ષા ચાલકોની મદદ પેટે રૂ. 10,000 આપો અથવા બેંક પેઢી કે નિગમમાંથી એક વર્ષની મુદતે વ્યાજ મુક્ત રૂ. 25000ની લોન આપો.
ઓટો રિક્ષા યુનિયનોએ આવેદન સાથે ચીમકી પણ આપી છે કે, જો આ વિનંતી અંગે કોઈ નિર્ણય લેવાશે નહીં તો સવિનય કાનૂન ભંગ સાથે પ્રથમ ચરણમાં અમદાવાદ શહેરના ૧૦ પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન દીઠ પાંચ ઓટો રિક્ષા ચાલકો ધરપકડ સ્વીકારશે.
યુનિયને એ પણ કહ્યું કે, જો આ મુદ્દાને તો પણ ધ્યાન પર લેવામાં નહીં આવે તો, આ પછી બીજા ચરણમાં અમદાવાદ શહેરના તમામ 40 પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન દીઠ 25 રિક્ષાચાલકો ધરપકડ સ્વીકારશે.
Published by:News18 Gujarati
First published:April 24, 2020, 19:30 pm