અમદાવાદ : પોલીસ બેડામાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 2-3 દિવસમાં 40 કેસ આવ્યા

અમદાવાદ : પોલીસ બેડામાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 2-3 દિવસમાં 40 કેસ આવ્યા
પ્રતિકાત્મક તસવીર

કોરોનાના બીજા રાઉન્ડમાં હવે પોલીસ માટે પણ ચિંતા ઉભી થઈ ગઈ છે

  • Share this:
અમદાવાદ : કોરોનાએ ગુજરાત સહિત દેશભરમાં જે રીતે હાહાકાર મચાવ્યો છે જેને લઈ અનેક લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. ફરી કોરોનાનો કહેર વધી ગયા હોવાનું સામે આવી રહ્યું છે. જેના કારણે અમદાવાદમાં 57 કલાકના સતત કર્ફ્યૂં બાદ અમદાવાદ સહિત 4 મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂં લાગુ છે.

કોરોનામાં સામાન્ય લોકોથી લઈને અનેક સેલિબ્રિટી અને નેતાઓ પણ લપેટમાં આવી ગયા છે. કોરોના વોરિયર્સ એવા પોલીસ પણ કોરોનાના કહેરમાંથી બચી શક્યા નથી. કોરોનાના બીજા રાઉન્ડમાં હવે પોલીસ માટે પણ ચિંતા ઉભી થઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે 2 -3 દિવસ પહેલા અમદાવાદ શહેરમાં કોરોનાથી અમદાવાદ પોલીસ, srp અને હોમ ગાર્ડના કુલ 38 લોકો જ સંક્રમિત હતા પરંતુ 24 નવેમ્બર સુધી આ આંકડામાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો - અમદાવાદના પોષ વિસ્તારની સોસાયટીઓમાં પીવાનું દૂષિત પાણી આવતા રહીશો પી રહ્યા છે ટેન્કરનું પાણી

મળતી માહિતી પ્રમાણે 24 નવેમ્બર સુધી અમદાવાદમાં કુલ 79 કેસો સામે આવી ગયા છે. જેમાં 55 પોલીસ કર્મચારી, 24 જેટલા srp અને હોમ ગાર્ડના લોકો સામેલ છે. મહત્વની વાતએ છે કે આમાં ડીસીપી, પીઆઈ, પીએસઆઈ અને અન્ય પોલીસ કર્મીઓ સામેલ છે. ક્રાઈમ બ્રાન્ચમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. એક આરોપીના સંપર્કમાં પોલીસ આવતા અન્ય 6 લોકો પણ લપેટાઈ ગયા છે. હાલ પોલીસને પણ ખાસ તકેદારી રાખી કામ કરવાની સૂચના આપવામાં આવી રહી છે.
Published by:Ashish Goyal
First published:November 24, 2020, 19:17 pm

ટૉપ ન્યૂઝ