રાજ્યમાં સૌથી ગરમ શહેર ઇડરમાં 40.4 ડિગ્રી, તાપમાનમાં હજુ વધારો થશે

News18 Gujarati
Updated: April 22, 2018, 7:55 PM IST
રાજ્યમાં સૌથી ગરમ શહેર ઇડરમાં 40.4 ડિગ્રી, તાપમાનમાં હજુ વધારો થશે
રાજ્યમાં સૌથી ગરમ શહેર ઇડરમાં 40.4 ડિગ્રી, તાપમાનમાં હજુ વધારો થશે.

  • Share this:
અમદાવાદઃ આજે અરબી સમુદ્રમાંથી પવન ફૂંકાતાં ગરમી કોઈ વધારો થયો નથી, મહત્તમ તાપમાન યથાવત રહ્યું છે, પણ બે દિવસ બાદ ફરી દિશા બદલાશે. દિશા બદલાયા બાદ મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે. હાલમાં રાજ્યમાં સૌથી ગરમ શહેર ઇડરમાં મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી રહ્યું છે.

મળતી વધુ વિગત મુજબ, હાલમાં તો રાજ્યમાં અરબી સમુદ્રમાંથી પવન ફૂંકાને કારણે વધતી ગરમી અટકી ગઈ છે. આજે મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થયો નથી, પણ આગામી બે દિવસોમાં દિશા બદલાશે ત્યારે મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે. રાજ્યમાં આજનું સૌથી ગરમ શહેર ઇડરમાં મબત્તમ તાપમાન 40.6 નોંધાયું છે. અમરેલીમાં 40.4 ડિગ્રી, ભુજનું 40.4 ડિગ્રી, રાજકોટનું 40.3 ડિગ્રી, કંડલા એરપોર્ટનું 40.3 ડિગ્રી, ડીસાનું 40 ડિગ્રી, વડોદરાનું 39.4 ડિગ્રી, અમદાવાદનું 39.3 ડિગ્રી અને સુરતનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું છે.

બે દિવસ બાદ અરબી સમુદ્રમાંથી પવનની દિશા બદલાશે ત્યારે એકદમ વધી જશે. એપ્રિલમાં અંત ભાગમાં ગરમીનો પારો ઊંચો જતો જોવાશે, એવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવે છે, એટલે આગામી દિવસોમાં 12થી 4ની વચ્ચે કામ વગર બહાર ન નીકળવાની સલાહ પણ હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે.
First published: April 22, 2018
વધુ વાંચો
अगली ख़बर