કેટની પરીક્ષામાં અમદાવાદીઓએ બાજી મારી, રાજ્યના 40થી વધુ વિદ્યાર્થી થયા પાસ

News18 Gujarati
Updated: January 6, 2019, 9:34 PM IST
કેટની પરીક્ષામાં અમદાવાદીઓએ બાજી મારી, રાજ્યના 40થી વધુ વિદ્યાર્થી થયા પાસ
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદના 26 વિદ્યાર્થીઓએ 99 કરતા વધુ પર્સેન્ટઆઇલ મેળવી શહેરનું ગૌરવ વધાર્યું છે

  • Share this:
IIM સહિતની દેશની ટોચની મેનેજમેન્ટ અને ઉચ્ચ સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવાતી કોમન એડમિશન ટેસ્ટનું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે કેટની પરીક્ષામાં અમદાવાદના 26 વિદ્યાર્થીઓએ 99 કરતા વધુ પર્સેન્ટઆઇલ મેળવી શહેરનું ગૌરવ વધાર્યું છે. જ્યારે ગુજરાતના 40થી વધુ વિદ્યાર્થીઓ સફળ રહ્યાનો અંદાજ છે.

જો કે રાજ્યમાંથી 30 વિદ્યાર્થીઓને 99 કરતા વધુ પર્સેન્ટઆઇલ હતા. જ્યારે ગત વર્ષે અમદાવાદના માત્ર 20 જ વિદ્યાર્થીઓએ 99 કરતા વધુ પરસેન્ટઆઇલ મેળવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ વખતે 25 નવેમ્બર 2018 ના રોજ IIM કોલકાતા દ્વારા કોમન મેનેજમેન્ટ એડીમશન ટેસ્ટ લેવાઈ હતી. જેમાં આખા દેશમાંથી 2.41 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જે પૈકી 2.09 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા.

99.61 પર્સેન્ટઆઇલ મેળવનાર પ્રભાકર ત્રિપાઠીએ IIMમાં પ્રવેશ મેળવી MBA કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે તો અન્ય એક વિદ્યાર્થી મુકુલ કે જેણે 99.94 પરસેન્ટઆઇલ મેળવ્યા છે તેણે પોતાનું ભવિષ્ય CAના ક્ષેત્રમાં વધારવાનું નક્કી કર્યું છે.
First published: January 6, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading