ન્યૂઝ18ગુજરાતી : ગાંધીનગરનાં (Gandhinagar) સિરિયલ કિલર (Serial killer) મદન નાયકે 3 હત્યા કરી હતી અને તે બાદ મહિનાઓની જહેમત પછી તેને થોડા દિવસો પહેલા જ દબોચી લેવામાં આવ્યો હતો. જોકે તેણે પોલીસ તપાસમાં (investigation) વધુ એક હત્યા (Murder) કર્યાનું પણ કબૂલતા ચકચાર મચી ગઇ હતી. 3 મહિના પહેલા કૃષ્ણનગરનાં વિશાલ સોનીની કઠવાડા પાસે કારમાં ગોળી મારીને હત્યા કરી હતી. જે બાદ તે ઝડપાઇ નહીં તે માટે પુરાવાનો નાશ કરવા લાશને દાસ્તાન સર્કલ નજીક ગટરમાં નાંખીને ત્રણ દિવસ બાદ ગટરમાં ઉતરીને ક્રૂરતા પૂર્વક લાશને પથ્થરથી છુંદી નાંખી હતી. આરોપીએ તપાસમાં આ કબૂલ્યાં પછી ફાયર બ્રિગેડ અને પોલીસે લાથ શોધવાની ઘણી મહેનત કરી પરંતુ હજી લાશ મળી નથી.
સીઆઇડી ક્રાઇમની તપાસમાં સિરિયલ કિલરે કબૂલ્યું કે, પોલીસે આરોપીઓનો સ્કેચ અને ઇનામ જાહેર કર્યું હતું. જેની જાણ વિશાલ સોનીએ સિરિયલ કિલરને કરી હતી. જેને કારણે સિરિયલ કિલરે ગત જુન મહિનામાં તેને કઠવાડા જીઆઇડીસી પાસે બોલાવીને તેની જ ઇકો કારમાં માથામાં ગોળી મારીને હત્યા કરી હતી. ત્યારબાદ લાશને ઓઢવ રિંગ રોડ પર દાસ્તાન સર્કલ નજીક અવારરુ ગટરમાં નાંખી દીધી હતી. ઇકો કારને દહેગામ નજીક કેનાલ પાસે સળગાવી દીધી હતી. પુરાવાનો નાશ કરવા માટે લાશને ત્રણ દિવસ પછી તે પરત ત્યાં ગયો હતો અને ગટરમાં ઉતરીને લાશને પથ્થરથી છુંદી નાંખી હોવાની કબૂલાત કરી છે.
સીઆઇડી ક્રાઇમની ટીમે આ હકીકત મળતાંની સાથે ફાયર બ્રિગેડની મદદથી ગટરમાંથી પાણી કાઢીને લાશની શોધખોળ હાથ ધરી હતી. પોલીસને ગટર પાસેથી પથ્થર મળી આવ્યો હતો. પરંતુ ત્યાં કોઇ જ લાશ મળી આવી ન હતી. જોકે દહેગામ કેનાલ પાસે તપાસ કરતાં બળેલી હાલતમાં ઇકો કાર પણ મળી આવી હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર