ગુનાઇત ઇતિહાસવાળા ઉમેદવારોમાં ગુજરાતનો બીજો નંબર

News18 Gujarati
Updated: April 22, 2019, 10:20 PM IST
ગુનાઇત ઇતિહાસવાળા ઉમેદવારોમાં ગુજરાતનો બીજો નંબર
પ્રતિકાત્મક તસવીર

ત્રીજા તબક્કાની ચૂંટણીમાં સૌથી વધુ ક્રિમિનલ કેસ જાહેર કરનારા ઉમેદવારોમાં ગુજરાત બીજા ક્રમે આવે છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: દેશભરમાં 23મી એપ્રિલે ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે, આ ત્રીજા તબક્કામાં ગુજરાત સહિત કુલ 115 લોકસભાના ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થઇ જશે. ત્યારે ગુજરાતી તરીકે આપણને આંચકો લાગે તેવી માહિતી બહાર આવી છે.

એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિપબ્લિક (એડીઆર)ના અહેવાલમાં એક બાબત સામે આવી છે. ત્રીજા તબક્કાની ચૂંટણીમાં સૌથી વધુ ક્રિમિનલ કેસ જાહેર કરનારા ઉમેદવારોમાં ગુજરાત બીજા ક્રમે આવે છે. ગુજરાતમાં 13 બેઠકોના ઉમેદવારોએ પોતાના ઉપર ક્રિમિનલ કેસ થયેલા છે તેવું સોગંદનામામાં જાહેર કર્યું છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીઓની તારીખ અને તવારીખ : ષોડશી કન્યા હવે 17માં મુકામે

ગુનાઇત ઇતિહાસવાળા ઉમેદવારોમાં કેરળનો પહેલો નંબર

આ અહેવાલ પ્રમાણે લોકસભા બેઠક ઉપર ત્રણ કે તેથી વધુ ઉમેદવાર ઉપર ક્રિમિનલ કેસ નોંધાયો હોય તો તેવી બેઠકો રેડ એલર્ટ બેઠકોમાં સામેલ થાય છે. ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 115 બેઠકોમાંથી અતિસંવેદનશીલ હોય તેવી 53 બેઠકો છે. જેમાં કેરળની 15 અને ગુજરાતની 13 બેઠકોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: રાજ્યમાં ચૂંટણી તારીખની જાહેરાત બાદ 524 કરોડનું ડ્રગ્સ, 11 કરોડનો દારૂ જપ્તગુજરાતની 13 બેઠકોમાંથી સાત બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમણે પોતાની સામેના ગુનાઈત ઈતિહાસની કબૂલાત કરી છે તો ત્રણ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોએ પોતાની સામેના ક્રિમિનલ ગુનાઓની કબૂલાત કરી છે.

આ પણ વાંચો:  આ મહિલા હીરાબાનાં છે 'જબરા ફેન', મંત્ર તરીકે 5.55 લાખ વાર લખ્યું નામ

ગુજરાતની 26 બેઠકો ઉપર ચૂંટણી લડી રહેલા 371 ઉમેદવારો પૈકીના 58 ઉમેદવારોએ પોતાના ઉપર ક્રિમિનલ કેસ હોવાનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે 58 પૈકીના 34 ઉમેદવારોએ તેમની ઉપરના ગંભીર ગુના દાખલ થયા છે તેવી કબૂલાત કરી છે. આ સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાતના 58 ઉમેદવારો પૈકીના 10 ઉમેદવાર કોંગ્રેસના અને ચાર ઉમેદવાર ભાજપના છે. ગુજરાતમાં રેડ એલર્ટમાં આવતી 13 બેઠકોમાં ઓછામાં ઓછા એક અપક્ષ ઉમેદવાર છે કે જેણે પોતાની સામે ગુનાઈત ઈતિહાસનો ઉલ્લેખ કર્યો છે. 29 અપક્ષ ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ નોંધાયા છે.
First published: April 22, 2019, 3:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading