ચિરિપાલ ગ્રુપની કંપનીમાં આગ : મેનેજર સહિત ત્રણ અધિકારીઓની HCમાં ક્વોશિંગ પિટિશન

News18 Gujarati
Updated: February 15, 2020, 3:37 PM IST
ચિરિપાલ ગ્રુપની કંપનીમાં આગ : મેનેજર સહિત ત્રણ અધિકારીઓની HCમાં ક્વોશિંગ પિટિશન
AMCએ ચિરિપાલ ગ્રૂપની નંદન ડેનિમ કંપનીનું લાયસન્સ રદ કર્યું,

હાઇકોર્ટે એવો સવાલ કર્યો હતો કે, સમગ્ર પ્રકરણમાં હત્યાના ગુનામાં એટ્રોસિટીની કલમ કઇ રીતે લગાવાઇ.

  • Share this:
અમદાવાદ : નારોલ ખાતેની ચીરીપાલ ગ્રુપની કંપનીમાં આગ લાગતા કારીગરોનાં મૃત્યુ થયા હોવાની ઘટનાની ફરિયાદ રદ કરાવવા માટે કંપનીનાં મેનેજર સહિત ત્રણ અધિકારીઓને હાઇકોર્ટમાં ક્વોશિંગ પિટિશન કરી છે. જેમાં તેમની સામે એટ્રોસિટીને જે ફરિયાદ કરવામાં આવી છે એ પાયાવિહોણી હોવાની રજૂઆત કરી છે.

જે રિટની સુનાવણીમાં હાઇકોર્ટે એવો સવાલ કર્યો હતો કે, સમગ્ર પ્રકરણમાં હત્યાના ગુનામાં એટ્રોસિટીની કલમ કઇ રીતે લગાવાઇ. આ અંગે તપાસ અધિકારીને ખુલાસો કરવાનું જણાવી કોર્ટે કેસની વધુ સુનાવણી 17મી ફેબ્રુઆરીએ રાખી છે. ચીરીપાલ ગ્રુપની કંપનીનાં હોલ ટાઇમ ડિરેક્ટર પી.કે.શર્મા, શર્ટિંગ વિભાગનાં જનરલ મેનેજર બી.સી. પટેલ તથા ફાયર સેફ્ટી અધિકારી રવિકાંતસિંહાએ હાઇકોર્ટમાં ક્વોશિંગ પિટિશન કરી છે. તેમણે તેમની સામે નોંધાયેલી ફરિયાદ રદ કરવાની માગ કરી છે. સાથે જ રજૂઆત કરી છે કે, તેમની સામે નોંધાયેલા ગુનામાં એટ્રોસિટીની ફરિયાદ ટકી શકે નહીં.

એટ્રોસીટીની ફરિયાદ પણ રદ કરવાની માગ કરી છે. આ કેસમાં નોંધાયેલી ફરિયાદની હકીકત મુજબ નારોલ વિસ્તારમાં આવેલી પીપળજ પીરાણા રોડ પરની નંદન ડેનિમ કંપનીમાં કાપડનું ઉત્પાદન થાય છે. જેમાં આઠમી ફેબ્રુઆરીનાં રોજ શર્ટિંગ વિભાગમાં ભોંયતળિયે તથા પ્રથમ માળે કારીગરો કામ કરી રહ્યા હતા ત્યારે સાંજનાં સમયે છતનાં ભાગે આગ લાગતા કારીગરો બૂમાબૂમ કરી બહાર નીકળવા લાગ્યા હતા. પ્રથમ માળે દરવાજા પાસે વધુ આગ પ્રસરતા એક જ દરવાજો હોવાના લીધે અમુક કારીગરો બહાર નીકળી શક્યા નહોતા. કંપનીના અધિકારીઓેએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગ વધુ હોવાથી આખા વિભાગમાં ધૂમાડાનાં કારણે સાત કારીગરો કંપનીની અંદર ફસાઇ ગયા હતા અને બહાર નીકળી શક્યા નહોતા.

આ પણ વાંચો : ટ્રમ્પની સુરક્ષામાં 10 હજારથી પણ વધારે પોલીસ રહેશે ખડેપગે, અમદાવાદમાં 3.30 કલાક રોકાશે

ફાયર વિભાગે અંદર સર્ચ કરતા પાંચ ડીકમ્પોઝ થઇ બળી ગયેલી હાલતમાં લાશો મળી આવી હતી. બીજા દિવસે સવારે અંદરનાં ભાગે એક વધુ વ્યક્તિ બળીને મૃત્યુ પામી હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાના પગલે નારોલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટી.કે.દેવમુરારીએ ફરિયાદી તરીકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઇમરજન્સી દરવાજો નહીં હોવા સહિતની અસુવિધાના આક્ષેપો કર્યા હતા. તે ઉપરાંત આર્થિક લાભ માટે એકબીજાનાં મેળાપીપણામાં આરોપીઓએ મદદગારી કરી હોવાથી છ કર્મચારીનાં મોત થયા હોવાનું નોંધ્યું હતું.

આ વીડિયો પણ જુઓ:
First published: February 15, 2020
વધુ વાંચો
अगली ख़बर