લૉકડાઉનમાં પ્રેમ: પગમાં ફ્રેક્ચર પત્નીને ખભે બેસાડી અમદાવાદથી વતન તરફ ચાલ્યો પતિ, તસવીર વાયરલ


Updated: March 30, 2020, 8:19 AM IST
લૉકડાઉનમાં પ્રેમ: પગમાં ફ્રેક્ચર પત્નીને ખભે બેસાડી અમદાવાદથી વતન તરફ ચાલ્યો પતિ, તસવીર વાયરલ
વાયરલ તસવીર

મૂળ રાજસ્થાની મજૂરની તસવીર સોશિયલ મીડિયામાં એવી તો છવાઈ છે કે, લોકો તેને જોઇને કહી રહ્યા છે કે પ્રેમ હોય તો આવો.

  • Share this:
અમદાવાદ : કોરોના કહેરને વચ્ચે કંઈ કેટલાય લોકો ઝઝૂમી રહ્યા છે. કેટલાક લોકો પોતાના વતન તરફ પગપાળા નીકળી રહ્યા છે તો કેટલાય લોકોને વાયરસ કરતા પણ ભયાનક ભૂખ સતાવી રહી છે. સરકાર ભૂખ્યા લોકો માટે ફુડ પેકેટ્સ આપી રહી છે પરંતુ પોતાના વતન તરફ  નીકળેલા લોકો આજેય રઝળી રહ્યા છે. તેમને અંબાજી અને ડાકોરનાં મેળા માટે લાગેલા કેમ્પ જેવા કોઈ કેમ્પ વિસામો કરવા અથવા તો પાણી પીવા નથી મળતા. આવા જ એક મૂળ રાજસ્થાનીની તસવીર  સોશિયલ મીડિયામાં એવી તો છવાઈ છે કે લોકો કહી રહ્યા છે કે પ્રેમ હોય તો આવો. આ તસવીરની તપાસ કરતા ખ્યાલ આવ્યો કે, આ તસવીર અમદાવાદનાં મેમનગર વિસ્તારની છે.

આ કિસ્સો આ વિસ્તારથી શરુ થયો હતો. વાત છે મૂળ રાજસ્થાનના બાંસવાડામાં છૂટક મજૂરી કરતા મજુરની. જેનું નામ રમેશચંદ્ર મીણા છે. સવારના 10 વાગે જ્યારે રમેશચંદ્ર મીણા પોતાની પત્ની રમીલાને ખભે ઉપાડીને જતા હતા ત્યારે સો કોઈને તેને જોઈ રહ્યા હતા. લોકોને સવાલ પણ થયો કે આખરે રમેશચંદ્રએ પત્નીને શા માટે આ રીતે ખભે ઉપાડી છે. આ સવાલનો જવાબ સ્પષ્ટ હતો. વાસ્તવમાં બે મહિના પહેલાં રમેશચંદ્રની પત્ની રમીલા પડી ગઈ હતી. ત્યારે તેના પગમાં ફ્રેક્ચર આવ્યું હતું. બે મહિનાથી તે પથારીવશ હતી. થોડું ચાલતી થઈ હતી ત્યાં અચાનક કોરોના કહેરે સમગ્ર ગુજરાતને લૉકડાઉન પરિસ્થિતિ અને આ જોતા રમેશચંદ્ર મીણાએ રાજસ્થાનનાં બાંસવાડામાં પોતાના ગામ જવાનું નક્કી કર્યુ. અમદાવાદથી આશરે 275 કિલોમીટર રાજસ્થાનમાં આવેલું બાંસવાડામાં રમેશચંદ્રનું ગામ છે. રમેશચંદ્રને થયું કે, ભલે શહેરમાં બે ટંક રોટલો ના મળે પરંતુ ગામમાં તો તેને ખાવું મળી રહેશે અને પત્નીના પગની પરિસ્થિતિ પણ સચવાઈ જશે.

2 ચોપડી ભણેલાં રમેશચંદ્ર પાસે સોશિયલ મીડિયા વાપરી શકે તેવો મોબાઈલ પણ નહોતો. જેથી તેને સરકારની સુવિધા અને જાહેરાતો અંગેના ફોરવર્ડ મેસેજની પણ ખબર નહોતી. પોતાના વતન જવાના નિર્ણય સાથે તે પોતાના ભાડાના મકાનમાંથી નીકળ્યો. રમેશચંદ્રને હતું કે, કદાચ બસ મળી જશે પરંતુ પોાતના ઘરેથી છેક મેમનગર ગયો છતાં પણ બસ ના મળી. આખરે મેમનગરથી ઈજાગ્રસ્ત પત્નીને ખભે ઉપાડી લીધી અને તે ઓઢવ ચાલતા જવા નીકળી ગયો કારણ કે  રસ્તામાં તેને કોઈને કહ્યું હતું કે, ઓઢવથી બાંસવાડાની બસ તેને આરામથી મળી જશે.

આ પણ વાંચો - સુરતની પ્રથમ દર્દીએ કોરોનાને હરાવ્યો, બે રિપોર્ટ નેગેટીવ આવતા હવે રહેશે હોમ ક્વૉરન્ટાઇન

રમેશચંદ્રનો આ ફોટો ખેંચનારે ખરા અર્થમાં કોરોના નહીં પરંતુ પતિ પત્નીના પ્રેમ અને ભૂખને ઉજાગર કરી છે. રમેશચંદ્રના ના તો કરોનાથી ભાગી રહ્યો છે ના તો તેને કોરોનાનો કોઈ ડર છે. બાંસવાડાના રમેશચંદ્રને માત્ર  ભૂખનો ડર છે જે કદાચ કોરોના વાયરસ કરતાં પણ ખતરનાક  છે. હાલ રમેશચંદ્રનો મોબાઈલ ચાર્જ ન થયો હોવાથી બંધ છે. મેમનગરથી આગળ ઓઢવ ગયા બાદ રમેશચંદ્રનું બપોરનું જમણ થઈ ચૂક્યું હતું. ત્યારબાદ મોબાઈળ બંધ હોવાથી કોઈ કોનટેક્ટ  થયો નથી.

આ પણ જુઓ : 

 
First published: March 30, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading