અમદાવાદમાં પરીણિતાને સાસરિયાઓનો ત્રાસ! સાસુ મોટી વહુના માસિકના કપડા ધોવડાવતી અને જેઠ...

અમદાવાદમાં પરીણિતાને સાસરિયાઓનો ત્રાસ! સાસુ મોટી વહુના માસિકના કપડા ધોવડાવતી અને જેઠ...
પ્રતિકાત્મક તસવીર

કોઈ યુવતી સાથે તેનો પતિ શિલોન્ગ ફરવા જતો રહ્યો હતો.

  • Share this:
અમદાવાદ: શહેરના (Ahmedabad) રાણીપ પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ તેના જ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. સાસરિયાઓ છેલ્લા ઘણા સમયથી ત્રાસ આપતા હોવાનો આક્ષેપ આ મહિલાએ  (woman)  કર્યો છે. આટલું જ નહિ પણ લગ્ન બાદ કોઈ યુવતી સાથે તેનો પતિ શિલોન્ગ ફરી આવ્યો હતો અને આ દરમિયાન તેનો જેઠ તેની સામે જ કપડા બદલી તેને શરમમાં મૂકી ત્રાસ આપતો હતો. બીજીતરફ સાસુ પણ તેની મોટી વહુના માસિકના કપડા આ યુવતી પાસે ધોવડાવી ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરાયો છે.

નિર્ણયનગરમાં રહેતી 25 વર્ષીય યુવતીએ વર્ષ 2018માં એક યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ નવેક મહિના સુધી સુખેથી આ યુવતી સાસરે રહેતી હતી. પણ બાદમાં કોઈ યુવતી સાથે તેનો પતિ શિલોન્ગ ફરવા જતો રહ્યો હતો. બીજીતરફ યુવતી સાસરે એકલી પડી જતા સાસુ, જેઠાણી, જેઠ એ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેનો જેઠ તેની સામે જ કપડા બદલી તેને શરમમાં મૂકી ત્રાસ આપતો હતો.આ પણ વાંચો - 

બીજીતરફ સાસુ પણ તેની મોટીવહુના માસિકના કપડા આ યુવતી પાસે ધોવડાવી ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરાયો છે. થોડા સમય બાદ યુવતીથી સહન ન થતા સાસુના બીજા મકાને રહેવા માટે પતિ સાથે વાત કરીને ત્યાં રહેવા ગયા હતા.

આ પણ જુઓ - 

આ મકાનની બહાર બે દુકાન હોવાથી સાસુ સસરા આવે ત્યારે પતિ યુવતી સાથે ઝગડા કરતો હતો. બાદમાં ઘરના પૈસા પિયરમાંથી લઈ આવે નહિ તો ઘરની બહાર નિકળ તેવી ધમકી સસરિયાઓએ આપતા યુવતીએ આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા હવે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - 
Published by:Kaushal Pancholi
First published:July 12, 2020, 07:31 am

टॉप स्टोरीज