'અમારા પુત્રને શારિરીક તકલીફ છે, ટેસ્ટ ટ્યૂબ બેબીની વાત મંજૂર રાખ,' લગ્નના ચોથે મહિને ઘર ભાંગ્યું

'અમારા પુત્રને શારિરીક તકલીફ છે, ટેસ્ટ ટ્યૂબ બેબીની વાત મંજૂર રાખ,' લગ્નના ચોથે મહિને ઘર ભાંગ્યું
પ્રતિકાત્મક તસવીર

લગ્નની પહેલી રાત થી જ તેનો પતિ તેની સાથે સૂતો નહોતો અને અલગ રૂમમાં જઈને સૂતો હતો. આ બાબતે પૂછતાં તેની સાથે ઝઘડો કરી તેને ધમકીઓ પણ આપી હતી

  • Share this:
અમદાવાદ: શહેરના નરોડા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલાનો આક્ષેપ છે કે લગ્ન બાદ તેના સાસરિયાઓએ તેને જાણ કરી હતી કે તેના પતિને શારીરિક તકલીફ છે. આટલું જ નહીં લગ્નની પહેલી રાત થી જ તેનો પતિ તેની સાથે સૂતો નહોતો અને અલગ રૂમમાં જઈને સૂતો હતો. આ બાબતે પૂછતાં તેની સાથે ઝઘડો કરી તેને ધમકીઓ પણ આપી હતી. બાદમાં સાસરિયાઓએ આ મહિલાને ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિથી બાળક લાવવા દબાણ કર્યું હતું અને આ શરતો ન માને તો ઘરમાં ન રાખવાની વાત કરી હતી. જેથી કંટાળીને આ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના બાપુનગર માં રહેતી ૩૫ વર્ષીય યુવતી છેલ્લા અઢી મહિનાથી તેની માતા તથા ભાઈ પાસે રહે છે. તેના લગ્ન વર્ષ 2020 માં જુલાઈ માસમાં થયા હતા. લગ્ન બાદ આ યુવતી સાસરે ગઈ હતી. લગ્નની પ્રથમ રાત્રે જ પતિ અલગ રૂમમાં સુઈ ગયો હતો. બીજા દિવસે આ યુવતીએ પતિ ને અલગ રૂમમાં સુવા બાબતે પૂછતા તેમણે જણાવ્યું કે તેની તબિયત સારી નથી અને તેના પતિએ આ રીતે અલગ અલગ બહાના કાઢી ચાર-પાંચ દિવસ પસાર કર્યા હતા. જેથી મહિલાને એમ કે તેના પતિના ઘરવાળાઓએ જબરજસ્તી લગ્ન કરાવ્યા છે જેથી તે બાબતે પૂછતાં પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને ધાક ધમકીઓ આપી હતી.



આ પણ વાંચો :  સુરત: વરાછાના હીરા દલાલે ઓફિસમાં કર્યો આપઘાત, ધનતેરસના દિવસે થયું મોત

જેથી મહિલાએ તેના સાસુ સસરા અને નણંદને આ વાત જણાવી હતી. ત્યારે સાસરિયાઓએ કહ્યુ કે તેમના દીકરા ને એટલે કે આ મહિલાના પતિને શારીરિક તકલીફ છે અને તેની દવા ચાલે છે જોકે થોડા સમયમાં સારું થઈ જવાની સાંત્વના આપતા યુવતીએ તેના પતિને શું તકલીફ છે તે બાબતે પૂછતાં સાસરિયાઓ ગુસ્સામાં આવી ગયા હતા અને બાદમાં આ યુવતીએ લગ્ન કરાવનાર મધ્યસ્થી જે ભાઈ હતા તેઓને જાણ કરી હતી.

સાસરિયાઓએ માનસિક-શારીરિક ત્રાસ આપતા યુવતી તેના પિયર જતી રહી હતી. પરંતુ બાદમાં પણ બાદમાં પણ સાસરિયાઓએ ત્રાસ આપવાનું બંધ કર્યું ન હતું. જોકે બાદમાં આ મહિલાનો પતિ સાસુ-સસરા તેની પર ટેસ્ટ ટ્યુબ પદ્ધતિ થી બાળક લાવવા દબાણ કરતા હતા.

આ પણ વાંચો :  અમદાવાદ : યુવકની બર્થ ડે પાર્ટી બાદ 22 વ્યક્તિે Coronaનો ચેપ લાગ્યો, ફૂંક મારવાના કારણે ફેલાયો વાયરસ

જોકે આ બાબતે બોલાચાલી થતા આ યુવતીને સાસરિયાઓએ કાઢી મુકી હતી અને પિયરમાં મોકલી આપી દહેજની માગણી કરી હતી. બાદમાં ટેસ્ટ ટ્યુબ બેબી અને દહેજની વાત યુવતી માનવા મંજૂર ન થાય તે બાબતે માનસિક ત્રાસ સાસરિયાઓએ આપ્યો હતો. જેથી કંટાળીને મહિલાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવતા નરોડા પોલીસે તપાસ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:November 14, 2020, 12:45 pm