પરિણામનું પોસ્ટમોર્ટમ : ગુજરાતી મીડિયમ પર અંગ્રજી મીડિયમ ભારે પડ્યું

પરિણામનું પોસ્ટમોર્ટમ : ગુજરાતી મીડિયમ પર અંગ્રજી મીડિયમ ભારે પડ્યું
ફાઈલ ફોટો

વધતું જતું અંગ્રેજીનું ચલણ અને માતા પિતામાં પણ બાળકને અંગ્રેજી ભાષામાં ભણાવવાનો ક્રેઝ માતૃભાષા પર ભારે પડી રહ્યો છે, અને શિક્ષણના અંગ્રેજીકરણને કારણે ગુજરાતી મીડિયમ નબળું પડી રહ્યું છે

  • Share this:
અમદાવાદ : ધોરણ 10નું પરિણામ 60.64 ટકા પરીણામ જાહેર થયું છે. જોકે ધોરણ-10ના આ પરિણામ પરથી ગુજરાતી માધ્યમ પર અંગ્રેજી માધ્યમ ભારે પડ્યું છે. એટલે કે ગુજરાતીમાં માતૃભાષા પર અંગ્રેજી હાવી થઈ રહ્યું છે. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનું આ વખતનું પરિણામ 57.54 ટકા જ્યારે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનું પરિણામ 86.75 ટકા રહ્યું છે.

વધતું જતું અંગ્રેજીનું ચલણ અને માતા પિતામાં પણ બાળકને અંગ્રેજી ભાષામાં ભણાવવાનો ક્રેઝ માતૃભાષા પર ભારે પડી રહ્યો છે, અને શિક્ષણના અંગ્રેજીકરણને કારણે ગુજરાતી મીડિયમ નબળું પડી રહ્યું છે. ધોરણ 10નું પરિણામ જાહેર થયું. જેમાં ધોરણ 10માં ગુજરાતી મીડિયમમાં 7 લાખ 02 હજાર 598 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં 6 લાખ 91 હજાર 695 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 3 લાખ 97 હજાર 978 વિદ્યાર્થીઓ જ ઉત્તીર્ણ થયા. એટલે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પરિણામ 57.54 ટકા રહ્યું જ્યારે અંગ્રેજી માધ્યમમાં 77223માંથી 66989 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એટલે અંગ્રેજી માધ્યમનું પરિણામ 86 75 ટકા રહ્યું.ગતવર્ષે ગુજરાતી માધ્યમનું પરિણામ 64.58 ટકા જ્યારે અંગ્રેજી માધ્યમનું પરિણામ 88.11 ટકા રહ્યું હતું. આ અને શિક્ષણવિદ કૌશલ દેસાઈ જણાવે છે કે, ગુજરાતી માધ્યમમાં આ ટકાવારી દરવર્ષે ઘટી રહી છે. એટલે રાજ્યમાં માતૃભાષા પતન તરફ આગળ વધી રહી છે. જેનું બે કારણો જવાબદાર છે. રાજ્યમાં હાયર કલાસ જ નહીં હાયર મીડલ કલાસ પણ ધીરેધીરે અંગ્રેજી તરફ વળી રહ્યો છે. અને આર્થિક સંપન્ન નથી તે જ વર્ગ હવે ગુજરાતી માધ્યમ તરફ રહ્યો છે. જોકે કેન્દ્ર સરકારની નવી એજ્યુકેશન પોલિસીમાં દરેક રાજ્યોની માતૃભાષા બચાવવાના પ્રયાસો કરાયા છે. નવી પોલિસીમાં દરેક રાજ્યોમાં પ્રાયમરી ના અમુક ધોરણ માતૃભાષા માં ફરજીયાત ભણાવવા ની જોગવાઈ છે. જો આ પ્રકારની પોલિસી અમલમાં આવશે તો જ માતૃભાષા જીવંત રહી શકશે.

મહત્વનું છે કે, હવે રાજ્યમાં ધીરેધીરે ગુજરાતીની સરખામણીમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ વધી રહી છે, લોકોએ અંગ્રેજી અને હિન્દીને સહર્ષ સ્વીકારી લીધું છે એ કારણ પણ છે કે અંગ્રેજી માધ્યમ સામે ગુજરાતી માધ્યમ નબળું પડી રહ્યું છે.
Published by:kiran mehta
First published:June 09, 2020, 23:45 pm

ટૉપ ન્યૂઝ