ઓનલાઈન સ્ટડી અંગે આપવીતિ! 'TV અને ઈન્ટરનેટ નથી, અભ્યાસ કરાવવા છોકરાઓને સંબંધીના ત્યાં રાખવા પડ્યા છે'

News18 Gujarati
Updated: July 6, 2020, 4:42 PM IST
ઓનલાઈન સ્ટડી અંગે આપવીતિ!  'TV અને ઈન્ટરનેટ નથી, અભ્યાસ કરાવવા છોકરાઓને સંબંધીના ત્યાં રાખવા પડ્યા છે'
પ્રતિકાત્મક તસવીર

ગુજરાતમાં હજારો ઘર અને પરિવારો એવા હશે જેમની પાસે ઓનલાઈન અભ્યાસ કરાવવાની સુવિધા અથવા ટીવી ચેનલ ઉપર ભણાવવાની સુવિધા નથી. ત્યારે આવા બાળકોના ભણતર અંગે શું એ ચર્ચાનો વિષય છે.

  • Share this:
અમદાવાદઃ કોરોના વાયરસના (coronavirus) કારણે સમગ્ર દુનિયામાં હાહાકાર મચ્યો છે. કોરોના સામે લડવા માટે ભારત સરકાર (Government of India) અને રાજ્ય સરકારોએ (State Government) લોકડાઉન (Lockdown) આપ્યું હતું. જે અંતર્ગત સ્કૂલ કોલેજો (school- college) સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી હતી. જે અનલોકના (Unlock-2) બીજા તબક્કામાં પણ ખોલવામાં આવી નથી. જોકે, વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ન બગડે તે માટે સરકાર દ્વારા ઓનલાઈન અભ્યાસ (Online stude) શરૂ કરવામાં આવ્યા છે.

સાથે સાથે ખાનગી સ્કૂલોએ પણ ઓનલાઈન અભ્યાસ કરાવવાનું શરૂ કર્યું છે. જોકે, ઓનલાઈન અભ્યાસના નામે ખાનગી શાળાઓ ફી (private school fee) માટે વાલીઓ ઉપર દબાણ કરે છે. ઓનલાઈન અભ્યાસ શરુ તો કર્યો છે. પરંતુ કેટલાક માતા-પિતાઓ માટે આ વધારે પડકાર સાબિત થયો હોય એવું લાગી રહ્યું છે. સરકારે ડીડી ગીરનાર અને કેટલીક એપ્સ દ્વારા ભણાવવાનું તો શરૂં કર્યું છે પરંતુ જે ઘરોમાં ટીવી કે ઈન્ટરનેટની સુવિધા નથી એમના બાળકોનું શું? એવા કેટલાક વાલીઓ છે જેમણે ન્યૂઝ18ગુજરાતીને પોતાની આપવીતિ જણાવી હતી.

અમદાવાદમાં રહેતા પૂજાબહેન પટેલે જણાવ્યું હતું કે, 'મારા બે બાળકો છે. મોટી દીકરીનું 9માં ધોરણમાં એડમિશન કરાવ્યું છે. જ્યારે નાનો દીકરો ધોરણ 5માં છે. લોકડાઉન દરમિયાન મારા પતિ અને મારી નોકરી છૂટી ગઈ છે. અમારી હાલત અત્યારે ખૂબ જ ખરાબ છે. પૈસાની ખેંચના કારણે ઈન્ટરનેટનું રિચાર્જ પણ કરાવી શકતા નથી. એક રૂમના મકાનમાં રહેતા હોવાથી ટીવી પણ નથી.'

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'અત્યારે બંને છોકરાઓનો ઓનલાઈન અભ્યાસ શરૂ થયો છે. જોકે, ટીવી અને ઈન્ટરનેટ ન હોવાના કારણે મોટી દીકરીને એક સંબંધીના ઘરે મોકલી છે જેથી તેનું ભણવાનું ન બગડે. જ્યારે કોરોનાની આવી સ્થિતિમાં નાના છોકરાને મામાના ઘરે મોકલ્યો છે. આમ કોરોના ગંભીર પરિસ્થિતિમાં બાળકોને માતા-પિતા પાસે હોવાના બદલે સંબંધીઓના ઘરે મૂકવા પડે છે.'

ઉલ્લેખનિય છે કે, સરકાર દ્વારા ડીડી ગીરનાર ચેનલ ઉપર બપોરાના સમયે ત્રણ-ચાર કલાક વિવિધ ધોરણ પ્રમાણે વિવિધ સમયે અભ્યાસ કરાવવામાં આવ છે.

અન્ય એક માતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે 'મારો અઢી વર્ષનો છોકરો છે તેને અમે ફેબ્રુઆરીમાં મોંઘી ફી ભરીને પ્લેગ્રૂપમાં મૂક્યો હતો. જેથી કરીને શાળા દરમિયાન અન્ય બાળકો સાથે હળીમળીને રહેતા શીખે અને બીજા બાળકોને જોઈને શાંત થાય. પરંતુ કોરોના વાયરસના કારણે લોકડાઉન આપવામાં આવ્યું અને પ્લે ગ્રૂપ સેન્ટરો દ્વારા રવિવાર સિવાય દરરોજ ઓનલાઈન સ્ટડી કરાવે છે. જોકે, પરંતુ લેપટોપ સામે જ બેશતો નથી. અને અડધો કલાકના રોજના સેશન નકામું જાય છે. એટલે અમારી ફી અને સમય બંને વેડફાય છે.આ પણ વાંચોઃ-માતા-પિતાઓ માટે ખુશખબર! પુત્રીને કરોડપતિ બનાવનારી આ સ્કીમમાં નવું ખાતું ખોલવા માટે સરકારે આપી મોટી છૂટ

ઉલ્લેખનીય છે કે ખાનગી શાળાઓ ઓનલાઈન અભ્યાસ કરાવવાનું શરુ કરવાની સાથે સાથે વાલીઓ ઉપર ફી ભરવા માટે પણ દબાણ કરતા હોવાના સમાચારો છાસવારે આવતા રહે છે. આ અંગે વાલીઓ પણ ફી માફીની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ-International Kissing Day: આટલી રીતોથી પાર્ટનરને કિસ કરી વધારો રોમાન્સ, પરંતુ આટલું રાખો ખાસ ધ્યાન

અન્ય એક માતા મીના રાઠીએ પણ ઓનલાઈન સ્ટડી અંગે પોતાની આપવીતિ જણાવતા કહ્યું હતું કે, 'મારા બાળકની આંખો નબળી છે એટલે અમે તેને ટીવી, મોબાઈલ જેવા ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોથી દૂર રાખીએ છીએ. જોકે, હવે ઓનલાઈન અભ્યાસમાં એના વગર ચાલે એમ નથી. એટલે અત્યારે તો શાળાઓ શરૂ ન થાય ત્યાં સુધી તેને ટીવી અને મોબાઈલ આપ્યા વગર છૂટકો જ નથી.'

આ પણ વાંચોઃ-અમદાવાદઃ શ્વેતા જાડેજા લાંચ કેસ, તપાસમાં સહકાર નથી આપતી PSI, આપે છે આવા જવાબો

બીજી તરફ કેટલાક વાલીઓએ ઓનલાઈન અભ્યાસને સારું પગલું પણ ગણાવ્યું છે. ભાવના પટેલ નામની માતાએ જણાવ્યું હતું કે, સરકાર અને ખાનગી શાળાઓ દ્વારા જે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે. એ સારી બાબત છે. માતા-પિતા માટે પોતાનું સંતાન જ સર્વસ્વ હોય છે. અને અત્યારની કોરોનાની સ્થિતિમાં સરકાર દ્વારા જો સ્કૂલો ચાલું કરવામાં આવે અને આપણા બાળકને ન કરે નારાયણને કોરોના થઈ જાય તો. વધારે મુસીબત ઉભી થાય.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હજારો ઘર અને પરિવારો એવા હશે જેમની પાસે ઓનલાઈન અભ્યાસ કરાવવાની સુવિધા અથવા ટીવી ચેનલ ઉપર ભણાવવાની સુવિધા નથી. ત્યારે આવા બાળકોના ભણતર અંગે શું એ ચર્ચાનો વિષય છે.
Published by: ankit patel
First published: July 6, 2020, 4:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading