અમદાવાદઃ 'તમારે PM અને પોલીસને બોલાવી હોય તો બોલાવી લો', અર્બન હેલ્થ સેન્ટરમાં યુવકે મચાવ્યો હોબાળો

અમદાવાદઃ 'તમારે PM અને પોલીસને બોલાવી હોય તો બોલાવી લો', અર્બન હેલ્થ સેન્ટરમાં યુવકે મચાવ્યો હોબાળો
પ્રતિકાત્મક તસવીર

બીજી હોસ્પિટલમાં સારવાર લેવા માટે દાખલ થવા માગતા હોવાથી એનેક્ષર બી ફોર્મ માંગતા ફરિયાદીએ તેઓને જી.સી.એસ હોસ્પિટલનું એનેક્ષર બી ફોર્મ લખી આપ્યું હતું.

  • Share this:
અમદાવાદ: કોરોના વાયરસના (coronavirus) કપરા સમયગાળા દરમિયાન પણ ખડે પગે ફરજ નિભાવતા અને કોરોના વોરિયર્સ (corona warriors) સાથે ગેરવર્તણુક કરતા હોય તેવા અનેક બનાવો બન્યા છે. ક્યારેક માસ્ક પહેરવાને લઈને પોલીસે (police) સાથે ગેરવર્તણૂક કે ઘરે-ઘરે સર્વે માટે પહોંચેલા સ્ટાફ સાથે ગેરવર્તણૂક. ત્યારે શહેરના ઠક્કર નગર વિસ્તારમાં આવો વધુ એક બનાવ સામે આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના ઠક્કર નગર અર્બન હેલ્થ સેન્ટરમાં (Thakkar Nagar Urban Health Center) મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા દીપક મિશ્રાએ ફરિયાદ નોંધાવી છે કે આજે સવારે તેઓ પોતાની ફરજ પર હાજર હતા. તે દરમિયાન કોરોના પોઝિટિવ દર્દી કે 14મી ઓક્ટોબર તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જેઓ ઘરે બેઠા ઠક્કર નગર અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી સારવાર લઇ રહ્યા હતા. પરંતુ તેઓ બીજી હોસ્પિટલમાં સારવાર લેવા માટે દાખલ થવા માગતા હોવાથી એનેક્ષર બી ફોર્મ માંગતા ફરિયાદીએ તેઓને જી.સી.એસ હોસ્પિટલનું એનેક્ષર બી ફોર્મ લખી આપ્યું હતું. તેમ છતાં બપોરના અઢી વાગ્યાની આસપાસ આ દર્દીના સગા અર્બન હેલ્થ સેન્ટર આવ્યા હતા.

આ પણ વાંચોઃ-Navratri 2020: આજથી નવરાત્રી શરૂ, નવ દિવસના આ નવ મંત્રો, જેના જાપથી માતાજીની થશે અસીમકૃપા

ફરિયાદી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે તમે કેમ અમારા સગાને કોઠીયા હોસ્પિટલનું એનેક્ષર બી ફોર્મ કેમ આપતા નથી. પ્રેમ કરીને તેઓની સાથે ઝઘડો કરી અને કહ્યું હતું કે તમોને પગાર હું જ આપું છું તમારે પીએમ તથા પોલીસ બોલાવી હોય તો બોલાવી લો તેમ કહીને ફરિયાદીને તેનું વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું જેમાં પોતાનું નામ રોનક પટેલ લખેલ હતું.  જોકે આ વ્યક્તિએ રાજ્ય સેવકની ફરજમાં રૂકાવટ કરેલ હોવાથી ફરિયાદીએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને હાલમાં વધુ કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ ગુનાહિત ઇતિહાસ ધરાવતા કુખ્યાત ભૂપત ભરવાડની ધરપકડ, 'શું પોલીસ મિત્ર' તરીકે ઓળખાય છે?

આ પણ વાંચોઃ-અમદાવાદઃ નવરાત્રીના પહેલા નોરતે સોના-ચાંદીમાં કેવો થયો ફેરફાર? ફટાફટ જાણી લો આજના નવા ભાવ

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)1161 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1270 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 9 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3629 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 239 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,58,635 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 14,587 છે. આજે રાજ્યમાં કુલ 52,746 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.52 ટકા છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 268, અમદાવાદમાં 183, રાજકોટમાં 108, વડોદરામાં 116, જામનગરમાં 74, જૂનાગઢ, મહેસાણામાં 41-41, ગાંધીનગરમાં 39 સહિત કુલ 1161 કેસ નોંધાયા છે.
Published by:ankit patel
First published:October 17, 2020, 23:23 pm

ટૉપ ન્યૂઝ