અમદાવાદઃ coronaમાં ડોક્ટરને થયો વીમા કંપનીનો કડવો અનુભવ, મેડિક્લેમ હોવા છતાં તબીબે બિલ ચૂકવવું પડ્યું


Updated: September 23, 2020, 5:01 PM IST
અમદાવાદઃ coronaમાં ડોક્ટરને થયો વીમા કંપનીનો કડવો અનુભવ, મેડિક્લેમ હોવા છતાં તબીબે બિલ ચૂકવવું પડ્યું
પ્રતિકાત્મક તસવાીર

દેવાંગભાઈ શાહ છેલ્લા 7 વર્ષથી નેશનલ ઈન્સ્યોરન્સ કંપનીનો હેલ્થ ઈન્સ્યોરન્સ છે. સમયસર પ્રીમિયમ ભર્યા બાદ પણ દેવાંગ શાહને ઈન્સ્યોરન્સ કંપનીનો ખરાબ અનુભવ થયો છે.

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદઃ કોરોનાની મહામારીમાં (coronavirus) લોકોની સેવા કરતા કરતા ડોક્ટરો (corona warriors) પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. અત્યારે કોરોના સમયમાં વીમા કંપનીઓનો ધંધો જોરમાં છે. સાથે સાથે કોરોના સમયમાં વીમા કંપનીઓના (Insurance companies) કડવા અનુભવોના કિસ્સાઓ પણ સામે આવતા રહે છે. આવો જ એક કિસ્સો સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ ડોક્ટરને વીમા કંપનીનો કડવો અનુભવ થયો હતો.

મળતી માહિતી પ્રમાણે શહેરના ડોકટર દેવાંગભાઈ શાહ કોરોના દર્દીઓની સારવાર કરતા 3 ઓગસ્ટના કોરોના પોઝિટિવ આવ્યા હતા.અને દેવાંગભાઈ શાહ અપોલો હોસ્પિટલમાં (Apollo hospital) સારવાર માટે દાખલ થયા હતા.જો કે દેવાંગભાઈ શાહ કોરોના સામેની જંગ જીતીને 8 ઓગસ્ટના ડિસ્ટચાર્જ થયા. 5 દિવસનું હોસ્પિટલનું બિલ 2 લાખ 33 હજાર આવ્યું. જો કે દેવાંગભાઈ શાહ છેલ્લા 7 વર્ષથી નેશનલ ઈન્સ્યોરન્સ કંપનીનો (National Insurance) હેલ્થ ઈન્સ્યોરન્સ (health Insurance) છે. સમયસર પ્રીમિયમ ભર્યા બાદ પણ દેવાંગ શાહને ઈન્સ્યોરન્સકંપનીનો ખરાબ અનુભવ થયો છે.

કન્સલટિંગ ફિઝિશિયન ડો. દેવાંગભાઈ શાહ એ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે 30 હજાર રૂપિયા પ્રીમિયમ ભરે છે. અને 5 લાખ સુધીનો ઈન્સ્યોરન્સકવર થાય છે.તેમ છતાં પણ નેશનલ ઈનસ્યુરન્સ કંપની દ્વારા 2 લાખ 33 હજારમાંથી 90 હજાર કાપી લીધા છે. અને દેવાંગભાઈ શાહ ઈમેલ કરે છે.ફોન કરે છે તો કોઈ જવાબ આપવા તૈયાર નથી. જોકે એવું ડોકટર દેવાંગભાઈ શાહ સાથે નહિ અનેક લોકોને આવી રીતે ઈન્સ્યોરન્સકંપની લૂંટી રહી છે.

આ પણ વાંચોઃ-સુરતઃ લોકો ફટાફટ ઉપાડવા લાગ્યા છે PFના પૈસા, રૂ. 48.35 કરોડ ચૂકવાયા, જાણો શું છે કારણ

આજ કાલ તમામ લોકો હેલ્થ ઈન્સ્યોરન્સલેતા હોય છે. કારણ કે હોસ્પિટલમાં મસમોટા બિલ ભરવા સક્ષમ હોતા નથી.હેલ્થ ઈન્સ્યોરન્સહોવાના કારણે હોસ્પિટલમાં એડમિટ થાય ત્યારે તેને બીલની ચિંતા નથી હોતી.પરંતુ ઈન્સ્યોરન્સકંપનીઓ દ્વારા દર્દીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ-સુરતઃ 'તમે કઈ રીતે મોપેડ લઈ જાઓ છો, હું પણ જોઉં છું', દંપતીને ટ્રાફિક પોલીસે સાથે કરી ઝપાઝપી, થઈ ધરપકડઆ પણ વાંચોઃ-ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ બનાવી નીડલ વગરની કોરોના વેક્સીન, થશે વધારે અસરદાર

ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં 22મી સપ્ટેમ્બરે કોરોના વાયરસના 1402 નવા કેસ પોઝિટિવ (22 September Gujarat corona cases) નોંધાયા છે, જ્યારે 1321 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના (gujarat covid deaths) 16 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 1,26,169 એ પહોંચી ગયો છે.

રાજ્યમાં 24 કલાકમાં સુરતમાં 298, અમદાવાદમાં 184, રાજકોટમાં 150, જામનગરમાં 123, વડોદરામાં 136, બનાસકાંઠામાં 46, ભાનગરમાં 47, કચ્છમાં 33, મહેસાણામાં 32, અમરેલીમાં 29, પંચમહાલમાં 28, ગાંધીનગરમાં 52, મોરબીમાં 23, ભરૂચમાં 22, પાટણમાં 19, જૂનાગઢમાં 35. મહીસાગરમાં 15, ગીરસોમનાથમાં 14, ભાવનગરમાં 13, દાહોદમાં 12, સાબરકાંઠામાં 12, બોટાદ, તાપીમાં 10-10, દેવભૂમિ દ્વારકામાં 9, અરવલ્લી, ખેડા, નવસારીમાં 8-8, નર્મદામાં 6, આણંદમાં છોટાઉદેપુરમાં 5-5, પોરબંદરમાં 5, વલસાડમાં 3, ડાંગમાં 2 કેસ નોંધાયા છે.
Published by: ankit patel
First published: September 23, 2020, 4:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading