coronavirus: ગુજરાત હાઇકોર્ટમાં odd-even પદ્ધતિથી વકીલો માટે ચેમ્બર ખોલાશે, આવતા અઠવાડિયાથી થશે અમલ


Updated: October 17, 2020, 7:59 PM IST
coronavirus: ગુજરાત હાઇકોર્ટમાં odd-even પદ્ધતિથી વકીલો માટે ચેમ્બર ખોલાશે, આવતા અઠવાડિયાથી થશે અમલ
ફાઈલ તસવીર

કોરોના મહામારીને લીધે સાત મહિનાથી પણ વધુ સમયથી ગુજરાત હાઇકોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગથી કેસોની સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે.

  • Share this:
અમદાવાદઃ કોરોના કાળમાં (coronavirus) ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat high court) વીડિયો કોન્ફરન્સિંગથી (Video conferencing) કેસોની સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે હવે 20મી ઓક્ટોબરથી odd Even પધ્ધતિથી ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ્સ ચેમ્બરમાં વકીલોને (Advocates Chamber) પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે.  ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, “વકીલો odd Even એટલે કે એકી બેકી નંબરથી ચેમ્બરનો ઉપયોગ કરી શકે છે. એટલે કે ચેમ્બરમાં એક્કી રૂમ નંબર ધરાવતા વકીલો એક દિવસ અને બેક્કી રૂમ નંબર ધરાવતા વકીલો બીજા દિવસે ચેમ્બરનો ઉપયોગ કરી શકશે.

હાઇકોર્ટમાં ચેમ્બર ધરાવતા વકીલ સવારે 10.30થી 02.30 સુધી ચેમ્બરનો ઉપયોગ કરી શકશે. ગુજરાત હાઈકોર્ટમાં ચેમ્બર ધરાવતા વકીલો જ પ્રવેશ ગેટ નંબર 5થી પ્રવેશ કરી શકશે. આ સિવાય કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. લિફ્ટમાં પણ ત્રણથી વધુ લોકોને શામેલ કરવામાં નહીં આવે અને નીચે ઉતરતી વખતે સીડીનો જ ઉપયોગ કરવાની રહેશે.

ચેમ્બરમાં એક્કી રૂમ ધરાવતા વકીલો સોમવાર, બુધવાર અને શુક્રવારે તેમનાં ચેમ્બરનો ઉપયોગ કરી શકશે. ચેમ્બરમાં બેક્કી રૂમ નંબર ધરાવતા વકીલો મંગળવાર અને ગુરુવારે તેમનાં ચેમ્બરનો ઉપયોગ કરી શકશે. કોઈ પણની ચા-કોફી સહિતની વસ્તુઓ ઉપલબ્ધ કરવામાં આવશે નહીં. 02:30 વાગ્યે પછી હાઉસકિપિંગ વિભાગ વકીલોની ચેમ્બરમાં આવેલી લૉબીને સેનિટાઈઝ કરાશે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ નવરાત્રીના પહેલા નોરતે સોના-ચાંદીમાં કેવો થયો ફેરફાર? ફટાફટ જાણી લો આજના નવા ભાવ

કોઈ પણ વકીલે વહીવટી કચેરીની મુલાકાત કે કામ વગર પરિસરમાં ફરવાનું રહેશે નહીં. હાઈકોર્ટના ડેપ્યુટી રજિસ્ટ્રાર જે.જી. વિઠલાણીને કોવિડ કોર્ડીંનેટર તરીકે નિમાવવામાં આવ્યાં છે. ગુજરાત હાઈકોર્ટ પરિસર અને ચેમ્બરમાં પ્રવેશ માટે માસ્ક, હેન્ડ સેનિટાઈઝર સહિત કોરોનાને લગતી તમામ SOPનું પાલન કરવું પડશે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ શેરી કે સોસાયટીમાં ગરબા કરવાનું વિચારી રહ્યા છો તો ચેતજો, 110 ટીમો રાખશે બાજ નજર, થશે કડક કાર્યવાહીઆ પણ વાંચોઃ-અમદાવાદઃ તહેવારો નિમિત્તે વેપારીઓ અને ફેરિયાઓ માટે AMCએ જાહેર કરી નવી ગાઈડલાઈન, પાળવા પાડશે આ નવા નિયમો

ચેમ્બર અને હાઇકોર્ટમાં પરિસરમાં પ્રવેશ પહેલા ટેમ્પરેચર ગન મારફતે શરીરનું તાપમાન માપવાનુ રહેશે.જો હાઇકોર્ટની નવી કે જૂની ચેમ્બરમાં બે કે તેથી વધુ કોરોના પોઝિટિવ કેસ આવશે તો ચેમ્બરને હંગામી ધોરણે બંધ રાખી સેનિટાઈઝેશન અને ડીપ ક્લિનિંગ કરવામાં આવશે.



ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિયેશન દ્વારા ચેમ્બર શરૂ કરવા બાબતે લેખિતમાં કરાયેલી રજૂઆતના આધારે ગુજરાત હાઇકોર્ટની રજીસ્ટ્રીએ આ નિર્ણય કર્યો છે. એટલે હવેથી તમામ વકીલો પોતાની ચેમ્બરમાં odd even સિસ્ટમ દ્વારા જ પ્રવેશ મેળવવાનું રહેશે અને તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
Published by: ankit patel
First published: October 17, 2020, 7:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading