Home /News /madhya-gujarat /BJPની સરમુખત્યારશાહી અને અહંકારની હાર થઈ અને ખેડૂતો અને હિંદુસ્તાનની જીત થઈ : ડૉ. રઘુ શર્મા

BJPની સરમુખત્યારશાહી અને અહંકારની હાર થઈ અને ખેડૂતો અને હિંદુસ્તાનની જીત થઈ : ડૉ. રઘુ શર્મા

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી ડો. રઘુ શર્મા

Gujarat congress: ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી (In charge of Gujarat Congress Organization) અને રાજસ્થાનના આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્માએ (Rajasthan Health Minister Dr. Raghu Sharma) જણાવ્યું હતું કે, કેન્દ્રની મોદી સરકાર (modi Government) ત્રણ વિવિધ કૃષિ કાયદાઓ (Agricultural laws) લાવીને ખેડુત, ખેતી અને ભારતને બરબાદ કરી રહી છે.

વધુ જુઓ ...
અમદાવાદઃ ખેડૂત, ખેતી વિરોધી ભાજપાની સરમુખત્યારશાહી (Farmer, anti-agriculture BJP dictatorship) અને અહંકારની હાર થઈ અને ખેડૂતો અને હિંદુસ્તાનની જીત (hindustani) થઈ હોવાની પ્રતિક્રિયા આપતા ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી (In charge of Gujarat Congress Organization) અને રાજસ્થાનના આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્માએ (Rajasthan Health Minister Dr. Raghu Sharma) જણાવ્યું હતું કે, કેન્દ્રની મોદી સરકાર (modi Government) ત્રણ વિવિધ કૃષિ કાયદાઓ લાવીને ખેડુત, ખેતી અને ભારતને બરબાદ કરી રહી છે. ખેડૂત, ખેતી અને ભારતને બચાવવા કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદા પાછા ખેંચી તાત્કાલિક રદ કરવાનીમાંગ સાથે સમગ્ર દેશના ખેડૂત સંગઠનોએ લાખો ખેડૂત સાથે સડકથી લઈ સંસદ સુધી ૧૪ મહિના કરતા વધુ સમય અહિંસક લડત લડતા રહ્યાં. 700 જેટલા ખેડૂતોએ જીવ ગુમાવ્યા.

ખેડૂત - ખેતી અને હિંદુસ્તાનને બચાવવા માટે ખેડૂત સંગઠનો
લાખો ખેડૂતોની સાથે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી તથા કોંગ્રેસજનો સંસદ થી સડક સુધી સતત સમર્થન કરતા રહ્યાં. કેન્દ્રની મોદી સરકારના ઈશારે સતત ખેડૂતો ઉપર જુલ્મ કરવામાં આવ્યો, લાઠીઓ વરસાવવામાં આવી અને ક્રુર રીતે કેન્દ્રના મંત્રીના પુત્રએ ખેડૂતોને કચડી નાખ્યા તેમ છતાં કેન્દ્ર સરકારના મંત્રી કે સંત્રી આશ્વાસનના બે શબ્દ પણ ના બોલ્યા ઉલટું કેન્દ્રીય મંત્રીના ગુન્હેગાર પુત્રને બચાવવા માટે સતત દિલ્હી સુધી વ્યવસ્થા થઈ આ છે ભાજપાનો અસલી ચહેરો ...!

વધુમા પ્રભારી શર્માએ જણાવ્યુ હતુ કે મહામારીની આડમાં ખેડૂતોની આપત્તિઓને મુઠ્ઠીભર મૂડીપતિઓ માટે ‘અવસર’માં પલટી નાખવાની મોદી સરકારની આ ધૃણાસ્પદ કાવત્રાને અન્નદાતા ખેડૂતો અને ખેતમજદુરો ક્યારેય ભૂલશે નહીં. 2014ની ચૂંટણીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો આપનાર મોદી સરકારના શાસનના 7 વર્ષમાં ખેડૂતોની આવક અડધી થઈ ગઈ છે. પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાના નામે વીમા કંપનીઓને લુંટવાના પરવાના આપ્યા છે. કેન્દ્રમાં મોદી સરકાર સત્તા આવતા જ ભુમી અધીગ્રહણ સુધારા બીલ લાવવામાં આવ્યું હતું જેની સામે રાહુલજીના નેતૃત્વમાં આક્રમકતાથી દેશવ્યાપી વિરોધ કરતા ભાજપાની પીછેહટ કરવી પડી છે.

ત્રણ કૃષિ કાળા કાયદાને પરત ખેંચવાની કેન્દ્ર સરકારને ફરજ પડી છે. આ ખેડૂત સંગઠનો, ખેડૂતો અને લોકતંત્રમાં માનનારાઓ વિજય થયો હોવાની પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, આજે દેશમાં સંઘર્ષ કરતા બલિદાન આપીને શહાદત વહોરનાર ખેડૂતોની જીત થઈ છે અને તાનાશાહ શાસકોની હાર થઈ છે.

આ પણ વાંચોઃ-પત્ની બાથરૂમમાં ન્હાવા ગઈ અને એન્જીનિયર પતિએ એવું કર્યું કે પહોંચી ગઈ સીધી હોસ્પિટલ

ખેડૂત, ખેતી અને ગામડા તેમજ ભારત દેશને બરબાદ કરી નાખનારા ત્રણ કૃષિ કાળા કાયદા સામે સમગ્ર દેશમાં ખેડૂત સંગઠનો, ખેડૂત સમુદાયોમાં ભારોભાર આક્રોશ હતો. સંસદ થી લઈને સડક સુધી ખેડૂત સંગઠનોનું જન આંદોલન 14-14 મહિનાથી લડત લડે, 700 થી વધુ ખેડૂતો શહિદ થયા પણ મોદી સરકારની પેટનું પાણી પણ નહોતુ હલતું.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ વૃદ્ધને સજાતીય સંબંધોનો શોખ ભારે પડ્યો, હત્યાનો આરોપીએ પોલીસને જણાવ્યો આખો સીલસીલો

સરમુખત્યારશાહીથી માત્રને માત્ર પોતાના પાંચ ઉદ્યોગપતિ - મળતીયાઓને ફાયદા કરાવવા અને હિંદુસ્તાન અને ખેતીને બરબાદ કરનારા આ કાળા કાયદાની સામેનો જે રીતનો આક્રોશ વ્યાપ્યો હતો અને તાજેતરમાં પેટા ચૂંટણીના જે પરિણામો આવ્યા, જેમ પેટ્રોલ - ડીઝલના ભાવોમાં નજીવો ઘટાડો કરવાની ફરજ પડી તેજ રીતે આ કાળા કાયદા પણ આગામી પાંચ રાજ્યોની ચૂંટણીને ધ્યાનમાં લઈને પાછા ખેંચવાની ફરજ પડે છે. આ ખેડૂત સંગઠનોનો, દેશના ખેડૂતોનો વિજય છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'અહીં તો દારુ પીવું એ સામાન્ય બાબત છે, તારે સહન કરવું પડશે', અસહ્ય ત્રાસથી પરિણીતાએ કરી ફરિયાદ

ત્રણ કાળા કૃષિ કાયદાને પરત ખેંચવાની મોદી સરકારને ફરજ પડી સમગ્ર બાબત ખેડૂત સંગઠનો, ખેડૂતો અને લોકતંત્રના વિજય સ્વરૂપે રાજ્યના તમામ જીલ્લાઓમાં કોંગ્રેસ પક્ષ અને ખેડૂત સંગઠનો દ્વારા ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરવામાં આવી હતી.
Published by:ankit patel
First published:

Tags: Agriculture laws, Ahmedabad news, PM Modi Farmers, Raghu Sharma, ગુજરાત કોંગ્રેસ

विज्ञापन
विज्ञापन