Home /News /madhya-gujarat /

અમદાવાદ : AMCનું 8900 કરોડનું ડ્રાફ્ટ બજેટ 2020 રજૂ, 20 નવા ફ્લાયઓવર બનશે

અમદાવાદ : AMCનું 8900 કરોડનું ડ્રાફ્ટ બજેટ 2020 રજૂ, 20 નવા ફ્લાયઓવર બનશે

અમદાવાદ શહેરની ફાઇલ તસવીર

અમદાવાદમાં 968 કરોડના ખર્ચે 20 નવા ફ્લાય ઓવર બનશે, 200 કરોડના ખર્ચે રમત-ગમત સંકૂલ, અમદાવાદીઓ પર 244 કરોડનો બોજો લદાયો

  અમદાવાદ : આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષ 2020નો બજેટ ડ્રાફ્ટ રજૂ કરવામા આવ્યો હતો. મેગા સિટી અમદાવાદમાં વિકાસની હરણફાળ ભરવા માટે કોર્પોરેશન દ્વારા અનેક મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટો શરૂ કરવાની નેમ લેવામાં આવી છે ત્યારે આ બજેટ ડ્રાફ્ટમાં પ્રસ્તાવીત ઓવરબ્રીજ, રોડ, રસ્તા, રમતગમત સંકુલો જેવા અનેક નવા પ્રોજેક્ટનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ અમદાવાદ શહેરના મેયર બીજલ પટેલ અને અન્ય પદાધિકારીની હાજરીમાં પત્રકારો સમજ આ બજેટ ડ્રાફ્ટ વિશે માહિતી આપી હતી.

  મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે 'આ બજેટ વડાપ્રધાનની ન્યૂ ઇન્ડિયાની થીમ તૈયાર કરવામાં આવ્યું છે. 'ન્યૂ અમદાવાદ ફોર ન્યૂઝ ઇન્ડિયા'ની થીમ પર આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. વિજય નહેરાએ ઉમેર્યુ કે 15 ઑગસ્ટ 20222 આઝાદીના 75 વર્ષ પૂર્ણ થશે ત્યાં સુધી બે નાણાકિય વર્ષમાં ક્યાં પ્રકારની યોજના આપણે લાવીએ ત્યારે 15 ઑગસ્ટ 2022 સુધીમાં નવું અમદાવાદ આકાર લે તેવો પ્રયાસ છે'

  ન્યૂ અમદાવાદ કેવુ હશે?

  ન્યૂઝ અમદાવાદની પરિકલ્પના વિશે નહેરાએ ઉમેર્યુ, 'ન્યૂ અમદાવાદ ઝૂપડપટ્ટી મુક્ત, ગંદકી મુક્ત, પ્રદૂષણ મુક્ત હોય, પિરાણાના કચરાના ઢગલામાંથી મુક્તિ મળે. પ્લાસ્ટિકની સમસ્યા, રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ મળે. સામાન્ય વર્ગને પણ પાયાની જરૂરિયાતો મળી શકે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ન્યુ ઇન્ડિયા સ્વપ્નને  મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ન્યુ અમદાવાદ થીમ પર વર્ષ 2020-21નું ડ્રાફ્ટ બજેટ તૈયાર કર્યુ છે. વિકાસલક્ષી પ્રોજેક્ટની ભરમાર બજેટમાં કરવામાં આવી છે. તો અમદાવાદીઓ પર 244 કરોડનો બોજ પણ નાખવામાં આવ્યો છે.

  અમદાવાદનું બજેટ ડ્રાફ્ટ 2020 રજૂ કરતા મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ


  આ પણ વાંચો :  વડોદરા : ટ્રાન્સફોર્મરમાં ફસાયેલી પતંગ કાઢવા જતા કરન્ટ લાગ્યો, MGVCLના કર્મચારીનું મોત

  બજેટની મુખ્ય હાઇલાઇટસ

  • મ્યુનિ.કમિશ્નર વર્ષ 2020-21 માટેનું ડ્રાફ્ટ બજેટ

  • ડ્રાફ્ટ બજેટનું કદ રૂ.8907.31 કરોડ બજેટ

  • 20 ફલાયઓવર બ્રિજ માટે રૂપિયા 968 કરોડ .

  • 700 કરોડના ખર્ચે રોડનું આધુનિકરણ

  • 500 કરોડના ખર્ચે ૫ નવા મલ્ટીલેવલ પાર્કિગ

  • 200 કરોડના ખર્ચે પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં ઇન્ટરનેશનલ કક્ષાએ સ્પોર્ટસ

  • 405 કરોડના ખર્ચે શારદા એડને એલ જી હોસ્પિટલનું નવીનીકરણ

  • નવી -૫ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને 10 અર્બન હેલ્થ સેન્ટર

  • 200 કરોડના ખર્ચે 2 BiO Diversty park

  • દરેક ઝોનમાં સી જી રોડની ડિઝાઇન મુજબ એક મોડલ રોડ

  • દરેક ઝોનમાં Happy street ( Law Garden ) ડિઝાઇન મુજબ એક ફુટ સ્ટ્રીટ

  • ચાલુ વર્ષે 10 લાખ વૃથારપણનું આયોજન

  • ચાલુ વર્ષે ૫ લાખ મેટ્રીક ટન તંત્રનો નિકાલ

  • અંદાજી 8 એકર જમીન રી કલેઇમ્ડ કરવામાં આવી

  • બે કંપનીઓની રચના કરાશે

  • Ahmedabad station area development company માટે 10 કરોડની જોગવાઇ

  • હાઇ સ્પીડ ટ્રેન માટે એએમસી પણ કંપની સાથે જોડાશે

  • કાલુપુર અને સાબરમતી રેલવે સ્ટેશનનું જાપાની પદ્ધતિથી નવીનીકરણ

  • વર્ષે 2020-21 ડ્રાફ્ટ બજેટ રૂપિયા 8907.32 કરોડ નું

  • પરીક્ષા પે ચર્ચા : રાજયના 42 વિદ્યાર્થીઓ અને 5 શિક્ષકો ભાગ લેશે, ભાવનગરના શિક્ષીકા બોલ્યા, 'મારા માટે સુવર્ણ તક'

  • પરીક્ષા પે ચર્ચા 2020 : 60થી વધારે બાળકો PM મોદીને પૂછશે સવાલ

  Published by:Jay Mishra
  First published:

  Tags: અમદાવાદ, બજેટ, મહાનગરપાલિકા

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन