અમદાવાદ : ૩૧મી ડિસેમ્બર(31st December)ને લઈને બુટલેગરો રાજ્યમાં અને શહેરમાં દારૂ (Liquor) ઘુસાડવા માટે રોજ નવા નવા પેતરા અજમાવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ અમદાવાદ શહેર પોલીસ(Ahmedabad Police) બુટલેગરો અને દારૂ પીનારા લોકો પર તવાઈ બોલાવવા માટે સજ્જ થઇ ગઇ છે. ત્યારે આજે બુટલેગરે અમદાવાદમાં દારૂ ઘુસાડવા ગજબનું માઈન્ડ વાપર્યું પરંતુ પોલીસે અંતે પોલ ખોલી બુટલેગરના ઈરાદા પર પાણી ફેરવી કાઢ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, કોરોનાના કપરા કાળને કારણે આ વખતે શહેરમાં ૩૧મી ડિસેમ્બરની ઉજવણી નહીં થાય પરંતુ કોઈપણ જગ્યાએ ખાનગી રહે પણ દારૂનું વેચાણ કે પછી અન્ય કોઈ મેહફીલ થઇ રહી હોવાની જાણ થાય કે તરત જ પોલીસ સખત કાર્યવાહી કરશે. તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ખાસ પ્રોહીબીશન ડ્રાઈવ નું આયોજન કરવા માટે પણ આદેશ કર્યા છે. જોકે બુટલેગરો નત નવી મોડસ ઓપરેન્ડીથી દારૂનો જથ્થો ઘુસાડી રહ્યા છે અને છુપાવી રહ્યા છે. જેને પગલે ગઇકાલે વાડજ પોલીસએ બાતમીના આધારે એક આરોપીને ઝડપી પડ્યો છે. જોકે ચોંકાવનારી બાબત તો એ છે કે, આરોપી પોલીસની પકડ માં ના આવે તે માટે દારૂની બોટલો ટપાલ પેટીમાં છુપાવી હતી.
આ પણ વાંચો - અમદાવાદ: એજ્યુકેટેડ બે ભાઈઓએ દારૂ બનાવવાનુ શરૂ કર્યું, અંગ્રેજી દારૂનું કારખાનું ઝડપાયું
વિગતે વાત કરીએ તો, વાડજ પોલીસને બાતમી મળી હતી કે, ઉસ્માનપુરા કર્ણાવતી સોસાયટીના કિંજલ હાઉસમાં દારૂનો જથ્થો છુપાવ્યો છે. જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા કિંજલ હાઉસના ચોથા અને પાંચમા માળે ટપાલ પેટીમાં છુપાવેલ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે ચાર વિદેશી દારૂની બોટલો સાથે હરેશ શાહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે.
આ પણ વાંચો - અમદાવાદ : વસ્ત્રાપુર પોલીસ કોન્સ્ટેબલે ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત, પોલીસ બેડામાં ચકચાર
ગુરુવારે પણ પીસીબી દ્વારા શહેરના આંબાવાડી વિસ્તારમાં થી બનાવટી દારૂ બનાવતું કારખાનું ઝડપી અને બે આરોપીઓની ધરપકડ કરી હતી. આ આરોપી ઓ બનાવટી દારૂને બ્રાન્ડેડ દારૂના નામે વેચાણ કરતા હતા.