પતિ પ્રથમ પત્નીને મળવા જતા બીજી પત્ની લાલઘૂમ, પ્રથમ પત્નીને ધમકી આપી માર્યો માર

News18 Gujarati
Updated: October 28, 2019, 3:25 PM IST
પતિ પ્રથમ પત્નીને મળવા જતા બીજી પત્ની લાલઘૂમ, પ્રથમ પત્નીને ધમકી આપી માર્યો માર
પ્રતિકાત્મક તસવીર

મૃતક પોલીસ કોન્સ્ટેબલના પત્નીને માર મારી ધમકી અપાઇ હોવાની ઘટના સામે આવી

  • Share this:
હર્મેશ સુખડીયા,અમદાવાદઃ મૃતક પોલીસ કોન્સ્ટેબલના પત્નીને માર મારી ધમકી અપાઇ હોવાની ઘટના સામે આવી છે. પતિના મૃત્યુ બાદ બીજા લગ્ન કર્યા બાદ મનમેળ ન રહેતા મહિલાએ સંબંધો છુટા કર્યા હતા. પણ જ્યારે તે બિમાર પડી ત્યારે બીજા નંબરના પતિ તેની ખબર અંતર પૂછવા ગયા હતા અને ત્યારે બીજા નંબરના પતિની બીજા નંબરની પત્નીને ન ગમતા ધમકી આપી માર માર્યો હતો. સમગ્ર બાબતને લઇને મણીનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરના મણીનગરમાં રહેતા દક્ષાબહેન વ્યાસ તેના બે પુત્રો સાથે રહે છે અને ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. તેમના પતિ પોલીસ કોન્સ્ટેબલ કાર્તિકેય વ્યાસ વર્ષ 1993માં ચાલુ નોકરીએ કેન્સરની બિમારીને કારણે મૃત્યુ પામ્યા હતા. વર્ષ 1995માં તેમની કૃપાલ વ્યાસ નામના વ્યક્તિ સાથે ઓળખાણ થઇ હતી. બાદમાં કૃપાલની ઘરે આવન જાવન વધી હતી.

દરમિયાનમાં બીજા લગ્નની દક્ષાબહેનના ઘરમાં વાત ચાલતી હતી તે દરમિયાન કૃપાલ સાથે લગ્ન નક્કી થયા હતા અને દક્ષાબહેન તથા કૃપાલભાઇએ લગ્ન કરી લીધા હતા. પણ કૃપાલભાઇના લગ્ન બાદ તેમના માતા પિતાને ન ગમતા વર્ષ 1997માં છુટાછેડા લીધા હતા. ત્યારબાદ દક્ષાબેનના હ્યદયમાં કાણું હોવાની બિમારી સામે આવી હતી. જેથી પ્રથમ પતિ કૃપાલ વ્યાસ જે છુટાછેડા થયા હોવા છતાં મિત્ર તરીકે તેમના ખબર અંતર પૂછવા જતા હતા.

એક દિવસ કૃપાલ વ્યાસ દક્ષાબહેનના ઘરે હતા ત્યારે કૃપાલભાઇની બીજી પત્ની મુળ નેપાળની શ્રીજના રાવલ દક્ષાબહેનના ઘરે આવી અને ફ્લેટ નીચે ઉભી રહીને બુમો મારવા લાગી હતી. મારા પતિ ક્યાં છે, તેને કેમ સંતાડી રાખ્યો છે. મને 30 લાખ અને નેપાળમાં મકાન અપાવી દે તેવી ધમકીઓ આપી કૃપાલભાઇની કાર પર ઇંટો મારી નુક્શાન કર્યું હતું.

દક્ષાબહેન તેમના બે પુત્રો સાથે નીચે આવ્યા ત્યારે તેમની સાથે મારામારી કરી ધમકીઓ આપતા તાત્કાલિક દક્ષાબહેને મણીનગર પોલીસને ફોન કરતા પોલીસે શ્રીજના રાવલ સામે આઇપીસી 323, 294(ખ), 427 મુજબ ગુનો નોંધી મહિલાની અટકાયત કરી હતી.
First published: October 28, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading