'પતિનો માર તો ખાવો પડે,' અમદાવાદમાં પુત્રવધૂએ ડે. કલેક્ટર સસરા, પતિ સહિત સાસરિયાઓ સામે નોંધાવી ફરિયાદ


Updated: July 7, 2020, 10:03 AM IST
'પતિનો માર તો ખાવો પડે,' અમદાવાદમાં પુત્રવધૂએ ડે. કલેક્ટર સસરા, પતિ સહિત સાસરિયાઓ સામે નોંધાવી ફરિયાદ
મહિનાના શરીર ઉપર મારના નિશાન

મહિલાએ આરોપ મૂક્યો છે કે તેના ફઇ સાસુ એવું કહેતા હતા કે પતિનો માર તો ખાવો પડે, પતિ અને અન્ય લોકો માર મારતા ત્યારે અન્ય લોકો તમાશો જોતા હતા.

  • Share this:
અમદાવાદઃ શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં (sola police station) એક 29 વર્ષીય મહિલાએ પોતાના પતિ સહિત સાસરિયા (In laws) સામે ફરિયાદ દાખલ કરી છે. નોંધનીય છે કે મહિલાના સસરા (Father-in-law ) ડેપ્યુટી કલેકટર (Deputy Collector) છે. પોલીસે ફરિયાદ લઈ તપાસ શરૂ કરી છે.

સોલા વિસ્તારમાં રહેતી આ મહિલા ડોક્ટર (Doctor) છે અને તેને પોતાના સાસરિયા સામે ગંભીર આરોપ સાથે ફરિયાદ દાખલ કરાવી છે. મહિલાનું કહેવું છે કે તેના લગન 3 વર્ષ પહેલાં થયા હતા અને તેના 8 મહિના બાદથી તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું ચાલુ કરી દેવામાં આવ્યું હતું.

મહત્વની વાત તો એ છે કે મહિલાના સસરા ડેપ્યુટી કલેકટર છે. મહેન્દ્ર પટેલ ખેડામાં ફરજ બજાવી રહ્યાં હતાં. મહિલાએ કીધું છે કે તેના પતિ અને અન્ય લોકો જયારે તેને માર મારતા ત્યારે બીજા લોકો માત્ર જોતા રહેતા હતા.

આ પણ વાંચોઃ-સ્થાનિક બજારોમાં ચાંદીના ભાવમાં રૂ.1000થી વધુનો કડાકો, ફટાફટ જાણીલો સોના-ચાંદીના નવા ભાવ

આ પણ વાંચોઃ-ધો. 9ના વિદ્યાર્થીની મોટી સિદ્ધિ, ભંગારનો ઉપયોગ કરીને સાઈકલમાંથી બનાવ્યું બાઈક

ચોંકાવનારી વાત તો એ છે કે મહિલાએ આરોપ મૂક્યો છે કે તેના ફઇ સાસુ એવું કહેતા હતા કે પતિનો માર તો ખાવો પડે. આ મામલે ડેપ્યુટી કલેકટર મહેન્દ્ર પટેલનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે ફોન કાપી નાખ્યો હતો.

પોલીસે આ સમગ્ર મામલે 498(ક),323,294(ખ)506(1) અને દહેજ પ્રતિબંધ ધારા કલમ 4 મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે અને મહિલા નું મેડિકલ પણ કરાવી આગળ કાર્યવાહી કરી રહી છે..ત્યારે તપાસ માં શુ સામે આવે છે એ જોવું રહ્યુ.
Published by: ankit patel
First published: July 6, 2020, 8:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading