અમદાવાદમાં કરોડોનું કૌભાંડ આચરી બિલ્ડર ઓસ્ટ્રેલિયા ફરાર

News18 Gujarati
Updated: August 20, 2019, 12:42 PM IST
અમદાવાદમાં કરોડોનું કૌભાંડ આચરી બિલ્ડર ઓસ્ટ્રેલિયા ફરાર
મનુ હીરપરાની તસવીર

એકજ ફલેટ અને દુકાન લોકોને વેંચ્યા બાદ અન્ય બિલ્ડરને વેંચી દેવાનો કૌભાંડનો આરોપ લાગ્યો હતો ત્યાર બાદ પોલીસે અરજીના આધારે ફરિયાદ દાખલ કરી હતી.

  • Share this:
નવિન ઝાઃ અમદાવાદમાં બિલ્ડરનો એક કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં અલગ-અલગ બે સ્કીમોના નામે થયેલ કૌભાંડમાં પોલીસે ત્રણ આરોપઓની ધરપકડ કરી લીધી છે. નોંધનીય છે કે ભોગ બન્નાર લોકોએ ખેડૂત અને બિલ્ડર પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. એકજ ફલેટ અને દુકાન લોકોને વેંચ્યા બાદ અન્ય બિલ્ડરને વેંચી દેવાનો કૌભાંડનો આરોપ લાગ્યો હતો ત્યાર બાદ પોલીસે અરજીના આધારે ફરિયાદ દાખલ કરી હતી.

મકાનનુ સપનુ જોઈ અનેક લોકોએ રુપિયા ભેગા કરી બિલ્ડરને આપ્યા પરંતુ બિલ્ડરે તે રુપિયા લઈ ફરાર થઈ જવાની ફરિયાદ દાખલ થઈ હતી આરોપી મનુહીરપરાએ નારાયાણ આર્કેડ સ્કીમ જે વર્ષ 2014માં બહાર આવી હતી તેમાં દુકાન અને મકાનમાં રુપિયા રોકયા હતા પરંતુ બિલ્ડરે ખેડતુ સાથે મળી તેમના રુપિયા લઈ ઓસ્ટ્રેલિયા ફરાર થઈ ગયો છે.

મહત્વનું છે કે મનુભાઈ હીરપરાએ વર્ષ 2014માં શ્રીનાથ કન્સ્ટ્રકશન નામ નામે નારાયણ આર્કેડ કરીને એક સ્કીમ બહાર પાડી હતી અને જેમાં અનેક લોકોએ મકાન અને દુકાન બુક કરાવ્યા હતા.પરંતુ આ સ્કીમ પુરી તો દુર પણ 3 માળ સુધી પહોંચી ત્યારે ખ્યાલ આવ્યો કે ઈન્વેસ્ટ કરનાર લોકો સાથે કૌભાંડ થઈ ગયો છે.

ભોગ બનનાર લોકોનું કહેવુ છે કે મનુભાઈએ અલગ-અલગ 8 ખેડૂતો પાસેથી આ જમીન માત્ર બાનાખત કરીને આ સ્કીમ શરુ કરી દીધી હતી અને ત્યાર બાદ તમામ લોકો પાસેથી રુપિયા મેળવી ખેડૂત અને મનુભાઈએ આ આખી જગ્યાએ જતીન પટેલ નામના બિલ્ડરના નામે દસ્તાવેજ કરી વેંચી માર્યો છે.

આ પણ વાંચોઃ-નિકલો પાણીની ટાંકીના કોન્ટ્રાક્ટરને 27 નોટિસ અપાઇ હતીઃ વિપક્ષ નેતા દિનેશ શર્મા

નોંધનીય છે કે જે દસ્તાવેજો જતીન ભાઈને બનાવી આપ્યા છે જેમાં જે બિલ્ડીંગ ઉભી કરવામાં આવી છે. તેની જગ્યાએ ખાલી પ્લોટનો ફોટો આપવામાં આવ્યો છે. જેથી ભોગ બન્નારનું કહેવું છે કે ખેડૂતો અને મનુભાઈ પહેલાથી નક્કી કર્યા બાદ આ કૌભાંડને અંજામ આપ્યો છે.મળતી માહિતી પ્રમાણે બિલ્ડર મનુહીરપરાએ આ સિવાય નારાયણ લોટસ નામની સ્કીમમાં પણ એકજ ફલેટ બે લોકોને વેંચવાનો આરોપ સાથે ફરિયાદ દાખલ થઈ હતી. અને જેમાં એક આરોપી બિપિન પટેલને ચાંદખેડા પોલીસે ધરપકડ કરી છે પરંતુ તે છોડાવવા માટે રાજકીય દબાણો શરુ થઈ ગયા છે. પોલીસ સુત્રોનું કહેવું છે કે બિપીન ને મુક્ત કરી દેવા અનેક રાજકીય લોકો પોલીસને ફોન કરી રહ્યા છે.
First published: August 19, 2019, 8:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading