અમદાવાદમાં જ માસ્ક ન પહેરનારા લોકો પાસેથી અત્યાર સુધીમાં 6.63 કરોડ રુપિયા પોલીસે દંડ વસુલ્યો


Updated: September 25, 2020, 9:51 PM IST
અમદાવાદમાં જ માસ્ક ન પહેરનારા લોકો પાસેથી અત્યાર સુધીમાં 6.63 કરોડ રુપિયા પોલીસે દંડ વસુલ્યો
પ્રતિકાત્મક તસવીર

પોલીસ દ્વારા જાહેરનામા ભંગના કુલ 10493 કેસો કરવામાં આવ્યા હતા અને જેમાં કુલ 16605 લોકોની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી

  • Share this:
અમદાવાદ : કોરોનાને લઈ સમગ્ર દેશ હાલ પરેશાન છે અને તેનાથી એક થઈને લડી રહ્યાં છે. દેશમાં જયારે લોક ડાઉન આપવામાં આવેલ ત્યારે શહેરમાં પણ પોલીસે ભેગા ના થવું અને સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરવાની સાથો-સાથ માસ્ક પહેરવા માટે અલગ-અલગ રીતે સૂચના અને આદેશ આપ્યો હતો. પરંતુ લોકડાઉનના સમય અને ત્યાર બાદ પણ અનેક એવા લોકો હતા જે નિયમનું પાલન નહીં કરી નિયમ તોડ્યા હતા.

જેને લઈ શહેર પોલીસ દ્વારા અલગ અલગ રીતે કાર્યવાહી કરવામાં આવી હતી અને હાલ પણ કાર્યવાહી ચાલી રહી છે, જેથી પોલીસે અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું દંડ વસુલ કરી ચુકી છે અને અનેક લોકોને પકડી જામીન પર મુક્ત કર્યા છે.

મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધી શહેર પોલીસ દ્વારા જાહેરનામા ભંગના કુલ 10493 કેસો કરવામાં આવ્યા હતા અને જેમાં કુલ 16605 લોકોની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી છે. સાથો-સાથ માસ્ક નહીં પેહરી નિયમ તોડનારનો આંકડો 196211 છે અને જેમાં કુલ 6 કરોડ 63 લાખ 65 હજાર 300 રૂપિયા દંડ પેટે વસુલ કરવામાં આવ્યો છે.

આ મામલે શહેર પોલીસ કમિશનર દ્વારા અપીલ કરવામાં આવ્યું છે કે, લોકો ઘરની બહાર નીકળે તો માસ્ક પેહરીને નીકળે જેથી બીમારીને વધતા રોકી શકાય.
Published by: kiran mehta
First published: September 25, 2020, 9:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading