અમદાવાદ : વરસાદમાં કેમ ટપોટપ વૃક્ષો પડી રહ્યા છે? શું છે કારણ

News18 Gujarati
Updated: June 28, 2019, 8:18 AM IST
અમદાવાદ : વરસાદમાં કેમ ટપોટપ વૃક્ષો પડી રહ્યા છે? શું છે કારણ
પ્રતિકાત્મક તસવીર

ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે વરસાદનાં ત્રણ મહિનામાં 450 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતાં તો આ વર્ષે માત્ર 10 દિવસમાં 256 વૃક્ષો પડ્યાં છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : રાજ્યભરમાં અનરાધર મેઘ વરસી રહ્યો છે જેથી લોકો અને ખેડૂતોમાં આનંદ છવાયો છે. બીજીબાજુ રસ્તામાં પાણી ભરાવવા, ખાડા પડવા, વીજળી પડવી, વાહનોને નુકસાન થવું જેવા અનેક પ્રકારનાં નુકસાનને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં માત્ર 10 દિવસનાં વરસાદમાં 256 વૃક્ષો પડ્યાં છે.

વૃક્ષો ધરાશાયી થવાનાં કારણો

ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે વરસાદનાં ત્રણ મહિનામાં 450 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતાં. તો આ વખતે માત્ર 10 દિવસનાં સમયગાળામાં આટલા વૃોક્ષો કેમ પડી ગયા તે મુદ્દો સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનાં ઝીરો અવર્સમાં ચર્ચાયો હતો. જેમાં મુખ્ય કારણોમાં ખોદકામ દરમિયાન મૂળ કપાવવા અને વોલ ટુ વોલ રોડનાં સામે આવ્યાં હતાં.

આ પણ વાંચો : અમદાવાદ : આજ રાતથી 3 જુલાઇ સુધી શાહીબાગ અંડર બ્રિજ બંધ રહેશે

આટલા વરસાદમાં અમદાવાદમાં ક્યાં કેટલા વૃક્ષો  પડ્યાં

અમદાવાદનાં બે વરસાદામાં સૌથી વધુ 72 વૃક્ષો દક્ષિણ ઝોનમાં પડ્યાં છે. જ્યારે પશ્ચિમ ઝોનમાં 47, પૂર્વ ઝોનમાં 46, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 42, મધ્ય ઝોનમાં 22, દક્ષિણ પશ્ચિમમાં 15 જ્યારે ઉત્તર ઝોનમાં 12 વૃક્ષો ધરાશાયી થયાં છે.જુવો વીડિયો : જામનગરના આ ખેડૂતે પાણીની સમસ્યાને દૂર કરવા માટે કર્યો નવતર પ્રયોગ

શું ધ્યાન રાખવાનું કહ્યું?

સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગે ધ્યાન આપવાનું કહ્યું છે. વૃક્ષનાં મૂળને પાણી મળતું રહે તેવી પણ ગોઠવણ કરવાની સૂચના આપી છે. મહત્વનું છે કે કમિશ્નર વિજય નેહરા આજે કાળી ગરનાળું અને ભદ્ર પ્લાઝાની મુલાકાત લેવાનાં છે. તે ઉપરાંત સોસાયટીમાં ચાલતા 80:20 કામોમાં રો મટિરિયલ્સનાં ઢગલા રોડ પર પડ્યા રહેતા હોવાથી ટ્રાફિટનાં પ્રશ્નો થાય છે. જેથી આ અંગે પણ કોન્ટ્રાક્ટરોને ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે.
First published: June 28, 2019, 8:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading