લગ્નના એક જ માસમાં દુલ્હન 1.55 લાખ લઈને રફુચક્કર, એક વર્ષ પછી યુવકે પોલીસ ફરિયાદ કરી


Updated: June 12, 2020, 10:38 PM IST
લગ્નના એક જ માસમાં દુલ્હન 1.55 લાખ લઈને રફુચક્કર, એક વર્ષ પછી યુવકે પોલીસ ફરિયાદ કરી
પ્રતિકાત્મક તસવીર

ઠગ યુવતી સહિત આ ટોળકીએ અગાઉ પણ એક યુવકને ભોગ બનાવ્યો હતો

  • Share this:
અમદાવાદ : લગ્ને લગ્ને કુંવારી ઠગ દુલ્હનનો કિસ્સો અમદાવાદના નરોડા વિસ્તારમાં સામે આવ્યો છે. એક લગ્ન વાંચ્છુક યુવક સાથે લગ્ન કરવાનું કહીને ઠગ યુવતી સહિત ચાર લોકોની ટોળકીએ 1.55 લાખ ખંખેરી લીધા હતા. લગ્ન કર્યા બાદ દુલ્હન એક જ મહિનામાં ફરાર થઈ ગઈ હતી. યુવકે આ બાબતે તેના સાળાને ફોન કરીને જાણ કરતા તે લોકોનું પૈસા પડાવવાનું જ આ કાવતરું હોવાનું જણાવતા આખરે યુવકે આ મામલે ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે. એક વર્ષ હવે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

નરોડામાં રહેતો 32 વર્ષીય યુવક સિલાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના લગ્ન રાજસ્થાનના ખેરવાડા ખાતેના નયાગામે રહેતી કલાવતી સાથે 4 ઓગસ્ટ, 2019ના રોજ થયા હતા. લગ્નના એક માસ બાદ કલાવતી નામની આ મહિલા અચાનક જ સાસરીમાંથી ફરાર થઈ ગઈ હતી. પોલીસ ફરિયાદ મુજબ લગ્ન અગાઉ યુવતી કલાવતી, તેનો ભાઈ સજીત ખરાડી, મણિલાલ અને મોહન ભગોરા એ યુવતીના પરિવાર પાસેથી સ્થિતિ ખરાબ હોવાનું કહીને 1.55 લાખ રૂપિયા લગ્નના ખર્ચ પેટે માંગ્યા હતા. યુવકના પરિવારે પૈસા પણ આપ્યા હતા અને ચાર માસમાં આપી દેવાનો વાયદો કર્યો હતો. આ બાબતે લખાણ પણ કર્યું હતું અને બાદમાં જ પૈસા આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - કોરોના વાયરસ : રાજ્યમાં નવા 495 કેસ નોંધાયા, 24 કલાકમાં 31 દર્દીના મોત

પણ લગ્નના એક માસ બાદ એટલે 9મી સપ્ટેમ્બર, 2019ના રોજ કલાવતી ઘરેથી ભાગી જતા યુવકએ આ મામલે તેમના સાળા ને જાણ કરતા તે લોકોએ પૈસા માટે જ આ કાવતરું રચ્યું હોવાનું જણાવ્યું હતું. કલાવતીની કોઈ નજીકની યુવતીને ફોન કરતા યુવકને જાણવા મળ્યું કે આ લોકોએ અગાઉ પણ એક યુવકને ભોગ બનાવ્યો હતો. આ મામલે નરોડા પોલીસે સંજીત ખરાડી, કલાવતી ખરાડી, મોહનલાલ ભગોરા અને મણિલાલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
First published: June 12, 2020, 10:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading