2014 લોકસભા ચૂંટણીમાં રાજ્યના માત્ર 76 મતદારો હતા 'અન્ય' કેટેગરીના, સૌથી વધુ વડોદરામાં

News18 Gujarati
Updated: April 22, 2019, 2:23 PM IST
2014 લોકસભા ચૂંટણીમાં રાજ્યના માત્ર 76 મતદારો હતા 'અન્ય' કેટેગરીના, સૌથી વધુ વડોદરામાં
પ્રતીકાત્મક તસવીર

છેલ્લા પાંચ વર્ષમાં અન્ય કેટેગરીના મતદારોની સંખ્યામાં દેશમાં 15,306નો વધારો નોંધાયો

  • Share this:
2019 લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણનું મતદાનનું કાઉન્ડ ડાઉન ચાલી રહ્યું છે. મંગળવારે ગુજરાતની તમામ 26 બેઠકો માટે એક સાથે મતદાન થવા જઈ રહ્યું છે. નાગરિકો મતદાન કરે તે માટે ચૂંટણી પંચ અનેક પ્રકારના જાગૃતિ અભિયાન હાથ ધરી રહ્યું છે. ચૂંટણી પંચ વર્ષ 2014થી મતદારોને સ્ત્રી, પુરુષ ઉપરાંત અન્ય કેટેગરીમાં રજિસ્ટ્રેશન કરવાનો વિકલ્પ આપી રહી છે. પરંતુ ગુજરાતમાં અન્ય કેટેગરીના વિકલ્પ સાથે રજિસ્ટ્રેશન કરવાનું પ્રમાણ અન્ય રાજ્યો કરતાં ઓછું લાગી રહ્યું છે. તેનું ઉદાહરણ 2014ની લોકસભા ચૂંટણીમાં પણ દેખાય છે. ચૂંટણી પંચના રિપોર્ટ મુજબ, 2014 લોકસભા ચૂંટણીમાં સમગ્ર દેશમાં 1968 અન્ય કેટેગરીના મતદારોએ વોટિંગ કર્યું હતું. જેમાં ગુજરાતના માત્ર 76 મતદાર હતા.

ગુજરાતમાં અન્ય કેટેગરીવાળા મતદારોમાં સૌથી વધુ વડોદરા બેઠક પર 15 મતદારો હતા. નવસારીમાં 13, ભાવનગરમાં 11 તથા ભરૂચમાં 10 અન્ય કૈટગરીના મતદારોએ વોટિંગ કર્યું હતું. મહેસાણામાં 7, અમદાવાદ પૂર્વમાં 6, સુરતમાં 3 એવા મતદારો છે જેઓ અન્ય કેટેગરીના છે. રાજ્યના 10 જિલ્લા એવા છે જ્યાં એક પણ મતદાન કરનારી વ્યક્તિ અન્ય કેટેગરીનો નહોતી. જેમાં છોટા ઉદેપુર, બારડોલી, પંચમહાલ જેવી બેઠકોનો પણ સમાવેશ થાય છે.

'અન્ય' કેટેગરીમાં મતદાન કરનારાઓમાં ગાંધીનગર 2, અમદાવાદ પશ્ચિમ 2, પોરબંદર 2, સુરેન્દ્રનગર 1, રાજકોટ 1, જામનગર 1, ખેડા 1, દાહોદ 1 મતદારોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો, 2014 લોકસભા ચૂંટણીમાં માત્ર 8 NRI મતદારોએ કર્યું વોટિંગ, ગુજરાતમાં સૌથી વધુ

ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં અન્ય કેટેગરીના મતદારોની સંખ્યામાં 15,306નો વધારો નોંધાયો છે. ચૂંટણી પંચના આંકડાઓ મુજબ હાલમાં અન્ય કેટેગરીના ઉમેદવારોની સંખ્યા 38,325 નોંધાઈ છે.

પરંતુ, ટ્રાન્સજેન્ડર માટે માટે કાર્ય કરતી સંસ્થાઓનું કહેવું છે કે અન્ય કેટેગરીમાં મતદાર નોંધણી કરવાની પ્રક્રિયા ઘણી લાંબી અને માથાકૂટ ભરેલી છે. તેના માટે રજૂ કરવા પડતા દસ્તાવેજોની લાંબી યાદીને કારણે પણ તે others કેટેગરીમાં રજિસ્ટ્રેશન કરાવવાનું મતદારો ટાળે છે. જો તેની પ્રક્રિયા સરળ કરવામાં આવે તો મોટી સંખ્યામાં મતદારો અન્‍ય કેટેગરીમાં રજિસ્ટ્રેશન કરાવશે. કેટલાક ટ્રાન્સજેન્ડર એવા પણ છે જેઓ હજુ પણ પોતાને અન્ય કેટેગરીમાં રજિસ્ટ્રેશન કરવા અંગે ખચકાટ અનુભવી રહ્યા છે.નોંધનીય છે કે, 2011ની વસતી ગણતરી મુજબ ટ્રાન્સજેન્ડર્સની વસતી 4.9 લાખની છે.
First published: April 22, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading