માહિતી વિભાગની ન્યૂઝ અને પબ્લિક રિલેશન શાખાની સ્તુત્ય કામગીરી

News18 Gujarati
Updated: July 15, 2019, 6:28 PM IST
માહિતી વિભાગની ન્યૂઝ અને પબ્લિક રિલેશન શાખાની સ્તુત્ય કામગીરી
પ્રતિકાત્મક તસવીર

વિભાગની રૂ. 88. 72 કરોડની અંદાજપત્રીય જોગવાઈઓ ગૃહમાં પસાર

  • Share this:
અમદાવાદ: આજે વિધાનસભા ગૃહમાં માહિતી પ્રસારણ વિભાગની રૂ.૮૮.૭ર કરોડની અંદાજપત્રીય માગણીઓ પરની ચર્ચાનો પ્રત્‍યુતર વાળતા માહિતી પ્રસારણ વિભાગનો હવાલો સંભાળતા મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ જણાવ્‍યું હતું કે, માહિતી પ્રસારણ વિભાગને જનઆકાંક્ષાઓની પૂર્તિ કરે છે. વિધાનસભા ગૃહમાં ચર્ચા વિચારણા બાદ માહિતી પ્રસારણ વિભાગની રૂ.૮૮.૭ર કરોડની અંદાજપત્રીય જોગવાઈ પસાર કરાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, માહિતી વિભાગની ન્યૂઝ અને પલ્બિક રિલેશન શાખાની સ્તુત્ય કામગીરી રહી છે.

સમગ્ર વિશ્વ સહિત આપણો દેશ માહિતીના યુગમાંથી પસાર થઈ રહયો છે ત્‍યારે માહિતી પ્રસારણ વિભાગે માહિતીના તમામ ઉપલબ્‍ધ સ્‍ત્રોતોનો ઉપયોગ કરીને રાજ્ય સરકારની સફળતાઓની સાથોસાથ પ્રજાકિય આવશ્‍કયતાઓની પૂર્તિ સાથે સેતુ સાધી બન્‍ને વચ્‍ચે પરસ્‍પર સંકલનની ભૂમિકા સફળતાપૂર્વક નિભાવી છે.

માહિતી વિભાગની વ્‍યુહાત્‍મક પ્રચાર-પ્રસારની કામગીરીના કારણે સમાજને ગેરમાર્ગે દોરતા અને ગુમરાહ કરતા તત્‍વો મહાત થયા છે. વહીવટની ગતિશીલતાની અનુભૂતિ થઈ અને પરિણામે સમાજમાં ખાસ કરીને યુવાનોમાં હકારાત્‍મકતા ઉજાગર થઈ છે.

ચુડાસમાએ જણાવ્‍યું હતું કે, પરંપરાગત માધ્યમથી માંડીને પ્રિન્‍ટ મિડીયા, દ્રશ્‍ય શ્રાવ્‍ય માઘ્‍યમથી માંડીને ઇન્‍ટરનેટ, ન્‍યુ મિડીયા અને ફેસબુકથી માંડીને યુ-ટુબ સુધી સોશિયલ મિડીયા દ્વારા તમામ પ્રચાર -પ્રસાર માઘ્‍યમોનો માહિતી ખાતાએ સમૂચિત ઉપયોગ કર્યો છે.

ચુડાસમાએ જણાવ્‍યું હતું કે, માહિતી ખાતુ જનતા અને વહિવટીતંત્ર વચ્‍ચે કડીરૂપ ભૂમિકા ભજવે છે. ઉપરાંત માહિતી ખાતું વિકાસલક્ષી યોજનાઓ અને જનહીતને વરેલી આ રાજય સરકારના મહત્‍વપૂર્ણ કાર્યક્રમોની જાણકારી સમયસર, ઝડપથી તથા વિશ્વસનીય રીતે પૂરી પાડે છે.માહિતી વિભાગે રાજ્યના અંતરિયાળ વિસ્‍તારોમાં વસતા લોકો સુધી રાજ્ય સરકારની યોજનાઓની વાત પહોંચાડી છે અને જનતાને સરકારી યોજનાઓના લાભ લેતા કર્યા છે. માહિતી પ્રસારણ વિભાગે રાજ્ય સરકારની વાત યથા-તથા સ્‍વરૂપે જ સમાજ સમક્ષ મુકીને સેતુરૂપ કામ કર્યુ. માહિતી વિભાગે દેશ અને દુનિયા સામે ગુજરાતના વિકાસ મોડેલની છબી ઉજાગર કરી છે.
First published: July 15, 2019, 6:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading