અમદાવાદઃ ચીનથી ઈમ્પોર્ટ ડ્યૂટી, GST વધતાં રમકડાં થયા અસહ્ય મોંઘા, ગ્રાહકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા


Updated: October 18, 2020, 11:56 PM IST
અમદાવાદઃ ચીનથી ઈમ્પોર્ટ ડ્યૂટી, GST વધતાં રમકડાં થયા અસહ્ય મોંઘા, ગ્રાહકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
ફાઈલ તસવીર

રમકડા ઉપર પહેલા પાંચ ટકા વેટ ભરતા હતા જે વધીને જીએસટી 12% ભરવી પડી રહી છે. પરિણામે જ રમકડા મોંઘા થયા છે.

  • Share this:
અમદાવાદઃ રમકડાનું બજેટ પણ હાલમાં ડબલ થઈ ગયું છે. 1000 રૂપિયાનું રમકડું આજની તારીખમાં 1500 રૂપિયાથી વધુ ભાવે વેચાય છે. ગ્રાહકોના રમકડા માટેનું બજેટ છે તેમાં બમણો વધારો થયો છે. પરિણામે લોકો પણ ન છૂટકે જ રમકડા ખરીદી કરી રહ્યા છે. તો વેપારીઓનું કહેવું છે કે ઇલેક્ટ્રોનિક રમકડાનું (Electronic toy) મોટું બજાર ચાઇના (china) છે અને ભારતમાં (India) તેનું પ્રોડક્શન થતું જ નથી.

પેઢીઓથી રમકડાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી વસીમ સેજગર જણાવે છે કે  ભારત સરકારની નવી પોલીસી પ્રમાણે ઇમ્પોર્ટ ડયૂટી 20 ટકાથી વધીને 60 ટકા થઈ છે. ઉપરાંત અમે રમકડા ઉપર પહેલા પાંચ ટકા વેટ ભરતા હતા જે વધીને જીએસટી 12% ભરવી પડી રહી છે. પરિણામે જ રમકડા મોંઘા થયા છે.

ભારતના અને ચાઇના વચ્ચેના હાલમાં વણસેલા સંબંધોને પગલે વેપારીઓ જણાવે છે કે અમારે પણ ચાઇના પાસેથી રમકડાં ખરીદવા નથી પરંતુ ભારતમાં ઇલેક્ટ્રૉનિક્સ રમકડાંનું પ્રોડક્શન થતું જ નથી અને પરિણામે ના છૂટકે અમારે ચાઇનાથી રમકડા ઈમ્પોર્ટ કરવા પડે છે અને મોટી ડ્યુટી ભરવી પડે છે.. જેના કારણે રમકડા ના ભાવ આસમાને પહોંચ્યા છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ તહેવારો છતાં સપ્તાહમાં Gold-Silverના ભાવમાં થયો ઘટાડો, દિવાળી સુધી કેવું રહેશે વલણ?

હાલમાં પોતાના બાળક માટે પેરેન્ટ્સ રમકડાં ખરીદવા જાય તો તેમણે રમકડાં 60 ટકાથી વધુ ભાવ વધારો ચૂકવવો પડી રહ્યો છે જે અસહ્ય બન્યો છે.. સામે વેપારીઓનું કહેવું છે કે ચાઇના નો બહિષ્કાર કરવા માટે અમે તૈયાર છીએ જેથી ઈમ્પોર્ટ ડ્યુટી રમકડા પર નાબૂદ થઇ શકે.

આ પણ વાંચોઃ-જો તમારી પાસે આવી 10 રૂપિયાની નોટ તો આજે મળશે રૂ.25,000, ઘરે બેઠા કરો આ કામઆ પણ વાંચોઃ-ધારીના ભાજપના ઉમેદવાર જે વી કાકડીયાની સુરતની સભામાં ફેંકાયા ઈંડા, ફેંકનાર યુવક કોણ? જુઓ video

પરંતુ ભારત સરકાર તરફથી પણ એવી પ્રોત્સાહક નીતિ જાહેર કરવામાં આવે જે થકી ચાઈના ની જેમ ભારત પણ ઇલેક્ટ્રોનિક્સ રમકડા નું હબ બને.. અહીં જ માસ રમકડાંનું ઉત્પાદન થાય અને ત્યારે જ ભાવ પણ અંકુશમાં આવશે અને ચાઇનાની મોનોપોલી તૂટશે.પરંતુ હાલની હકીકત એ છે કે ગ્રાહકો નું બજેટ પોતાના બાળકો માટે રમકડાં ખરીદવામાં ડબલ થઈ ગયું છે અને પરિણામે જ ગ્રાહકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.
Published by: ankit patel
First published: October 18, 2020, 10:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading