SC-ST વિરુદ્ધ અત્યાચાર મામલે એટ્રોસિટીનાં કેસો વિશે HCનો મહત્વનો ચુકાદો

News18 Gujarati
Updated: September 18, 2019, 7:47 PM IST
SC-ST વિરુદ્ધ અત્યાચાર મામલે એટ્રોસિટીનાં કેસો વિશે HCનો મહત્વનો ચુકાદો
ગુજરાત હાઇકોર્ટ (ફાઇલ તસવીર)

ભોગબનનાર વ્યક્તિ ગમે તે રાજ્યોનો હોય પણ તેના પર અત્યાચાર થાય તો એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો બને છે: હાઇકોર્ટ

  • Share this:
સંજય જોશી, અમદાવાદ: અનુસૂચિત જાતિ (Scheduled Castes) અને અનુસૂચિત જાતિ (Scheduled Tribes) પર થતા અત્યાચાર મામલે થતા એટ્રોસિટીન4 કેસો મામલે ગુજરાત હાઇકોર્ટે એક મહત્વનું અવલોકન કરતા જણાવ્યું કે, બંધારણની વિવિધ જોગવાઈ હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિના લોકોને સમગ્ર દેશમાં સરકારી નોકરી, અભ્યાસ સહિત કેટલાક ક્ષેત્રોમાં અનામતનો મળે કે તેમા ફેરફાર હોઇ શકે પરતું તેમના વિરૂધ અત્યાચાર થાય તો આરોપી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો બને છે,”.

ગુજરાત હાઈકોર્ટે મહત્વનું અવલોકન કરતા નોંધ્યુ કે, વતન સિવાયના અન્ય રાજ્યોમાં રહેતા હોય તો તેવા કિસ્સામાં તે રાજ્યમાં નિયમો મુજબ અનામતનો લાભ ન મળે એમ બની શકે પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો સાથે અત્યાચાર થાય તો આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ થઈ શકે છે. આ બાબત વ્યક્તિના સ્વાભિમાન સાથે સંકળાયેલી છે.

આ કેસમાં આરોપી - અરજદાર દિલીપ વાઘેલા વતી વકીલે રજુઆત કરી હતી કે, જેમ મૂળ રાજ્ય એટલે કે જ્યાં જન્મ થયો હોય તેવા રાજ્ય સિવાય અન્ય રાજ્યોમાં SC-ST સમુદાયના લોકોને અનામતનો લાભ પણ મળતો નથી. જેથી તેમની વિરુદ્ધ મૂળ રાજ્ય સિવાય અન્ય રાજ્યમાં એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ થઈ શકે નહિ..આ કેસમાં ભોગ બનાર અનુસૂચિતજાતિ સાથે સંકળાયેલા છે. જે મૂળ રાજસ્થાનના વતની છે અને ગુનો ગુજરાતમાં બન્યો હોવાથી FIRમાં એટ્રોસિટી એક્ટની કલમ લાગી શકે નહી.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે, પૈસાની મિલ્કત સંબંધી પૈસાની લેવડ-દેવડ કેસમાં આરોપીઓએ અનુસૂચિત જનજાતિના ભોગ બનનાર પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો અને આ ઘટનામાં વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આરોપી દ્વારા આગોતરા જામીન મેળવવા દાખલ કરાયેલી રિટ હાઈકોર્ટે ફગાવી દીધી હતી.

અગાઉ આરોપીએ આગોતરા જામીન માટે મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી, જે કોર્ટે ફગાવી હતી.

 
First published: September 18, 2019, 7:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading